તમારી છોકરીને સ્કૂલવાનમાં ભણવા મોકલો છો, તો આ કિસ્સો તમારે જરૂર વાંચવો જોઈએ, ડ્રાઈવરે છોકરી સાથે કર્યું આ કામ.

0
322

આપણા દેશમાં સ્ત્રીઓ પર થતા શોષણ વિષે તો તમે જાણો જ છો. દેશમાંથી વારંવાર દુષ્કર્મના બનાવોના સમાચાર આવતા રહે છે, અને આવા બનાવો અટકવાનું નામ જ નથી લઇ રહ્યા. પરિસ્થિતિ જોતા તો એવું લાગે છે કે, આરોપીઓને જાણે કાયદાનો ભય જ નથી રહ્યો. એવામાં સુરત શહેરમાંથી એવો જ એક બનાવ સામે આવ્યો છે, જેમાં સ્કૂલવાન ચાલકે કિશોરી સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે.

સુરતમાં એક સ્કૂલવાનના ડ્રાઈવરે પોતાની વાનમાં સ્કૂલે જતી કિશોરીને મીઠી મીઠી વાતો કરીને પ્રેમજાળમાં ફસાવીને તેની પર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં સુરતની પુણા પોલીસે તે વાન ડ્રાઈવર અને તેની એક સાથી મહિલાની ધરપકડ કરી છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી અનુસાર, સુરતના પુણા વિસ્તારમાં રહેતી 15 વર્ષની કિશોરીના વાલીએ તેના સ્કૂલ જવા માટે વાન બંધાવી હતી. તે વાનનો ડ્રાઈવર જેનું નામ જગદીશ અગ્રવાલ છે તેણે કિશોરી સાથે આવું અનૈતિક કૃત્ય કર્યું છે. વાનનો ડ્રાઈવર ભૈયાનગર પુણા ગામનો રહેવાસી છે.

વાન ડ્રાઈવરે કિશોરી સાથે પ્રેમ ભરી વાતો કરી, અને તેને લગ્નની લાલચ આપીને તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતાં. આ વાતની જાણ તે કિશોરીની બહેનને થતા તેણે વાન ડ્રાઈવર અને તેનો સાથ આપનાર તેની પત્ની અને અન્ય એક મહિલા વિરૂધ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. અને પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

પીડિત કિશોરીની બહેને ફરિયાદમાં જણાવ્યું કે, વાન ડ્રાઈવર જગદીશ અગ્રવાલ વર્ષ 2018 થી 10/11/2020 સુધીમાં કિશોરીને વાનમાં લેવા મુકવા જતો હતો. તે દરમિયાન તેણે પરણિત હોવા છતાં કિશોરી સાથે પ્રેમભરી વાતો કરી અને તેને લગ્નની લાલચ આપીને તેની સાથે દુષ્કર્મ આચર્યું. વાત અહીં અટકતી નથી. કિશોરીની બહેને પોલીસ ફરિયાદ કરી હોવા છતાં તે નરાધમે કિશોરીના ઘરે જઈ તેનું અપહરણ પણ કર્યું હતું.

મળતી જાણકારી અનુસાર, જગદીશ અગ્રવાલ તેની પત્ની રવિના અને અન્ય એક અજાણી મહિલાએ તે કિશોરીના એપાર્ટમેન્ટની નીચે પહોંચીને તે કિશોરીની બહેનને નીચે બોલાવીને તેને જબરદસ્તી ગાડીમાં બેસાડી તેમનું અપહરણ કરી કિશોરીને ઢીક્કા મુક્કીનો માર માર્યો હતો. તેમણે ચાલુ ગાડીમાં પણ માર માર્યો હોવાની વાત સામે આવી છે. આ કેસમાં હાલ પુણા પોલીસે પોક્સો સહિતનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.