સેમસંગ બનાવી રહ્યો છે સસ્તો ગેલેક્સી ફોલ્ડ સ્માર્ટફોન, મળશે 256 જીબીનું સ્ટોરેજ, જાણો વધુ વિગત.

0
471

સેમસંગ મોબાઈલના અહેવાલ મુજબ સસ્તા ગેલેક્સી ફોલ્ડની કિંમત લગભગ ૭૨ હજાર રૂપિયા હશે.

ઓરીજીનલ ગેલેક્સી ફોલ્ડ સ્માર્ટફોનમાં ૧૨ જીબી રેમ અને ૫૧૨ જીબી સ્ટોરેજ છે

કંપનીએ સૌથી પહેલા તેને બાર્સીલોનામાં થયેલા MWC-2019 માં બહાર પાડ્યો હતો

સાઉથ કોરિયાઈ ટેક કંપની સેમસંગ ૬ સપ્ટેમ્બરના રોજ કોલ્ડેબલ સ્માર્ટફોન ગેલેક્સી ફોલ્ડ ગ્લોબલી લોન્ચ કરશે. શુક્રવારના રોજ બહાર પાડવામાં આવેલા સેમ મોબાઈલે પોતાનાં અહેવાલમાં જણાવ્યું કે સેમસંગ સસ્તા ગેલેક્સી ફોલ્ડ બનાવવા ઉપર કામ કરી રહી છે, તેની કિંમત ઓરીજીનલ ગેલેક્સી ફોલ્ડથી અડધી હશે. એટલે તેની કિંમત લગભગ ૭૨ હજાર રૂપિયા હોઈ શકે છે.

ઓરીજીનલ ગેલેક્સી ફોલ્ડની કિંમત ૨૦૦૦ ડોલર એટલે ૧.૪૫ લાખ રૂપિયા છે. કંપનીએ તેની સ્ક્રીનની મજબુતી ટેસ્ટ કરવા માટે બે લાખ વખત ટેસ્ટીંગ કર્યું હતું. પરંતુ છતાંપણ તેના સ્ક્રીન તૂટવા જેવી સમસ્યાઓને લઈને વિવાદોમાં આવી ગયો હતો.

સ્ક્રીનની મજબુતીને લઈને વિવાદોમાં હતો ગેલેક્સી ફોલ્ડ

૧. અહેવાલ મુજબ સેમસંગ સસ્તો ગેલેક્સી ફોલ્ડ બનાવી રહી છે. તેમાં ૨૫૬ જીબીનો સ્ટોરેજ મળશે. જયારે ઓરોજીન્લ ગેલેક્સી ફોલ્ડમાં ૫૧૨ જીબીનો સ્ટોરેજ આપવામાં આવ્યો છે.

૨. ગેલેક્સી ફોલ્ડનો મોડલ નંબર SM-F700F નામથી તૈયાર કરવવામાં આવી રહ્યો છે. તેમાં ઓરીજીનલ ગેલેક્સી ફોલ્ડથી અડધું સ્ટોરેજ મળશે સાથે જ ફીચર્સની બાબતમાં તે ઓરીજીનલ મોડલ જેવો હશે. આમ તો તેની સત્તાવાર રીતે પુષ્ટિ થવાની બાકી છે.

૩. સ્પેસીફીકેશનની વાત કરીએ તો ગેલેક્સી ફોલ્ડમાં ૭.૩ ઇંચનો ફલેકસીબલ અમોલેડ પ્રાયમરી ડિસ્પ્લે અને ૪.૬ ઇંચની સેકન્ડરી ડિસ્પ્લે છે. આ પ્રીમીયમ ફોનમાં ૭ એનએમનો કવાલકોમ સ્પેનડ્રેગન ૮૫૫ ઓક્ટા-કોર પ્રોસેસર છે.

૪. તેમાં ૧૨ જીબી રેમ અને ૫૧૨ જીબી સ્ટોરેજ છે. તેના રીયરમાં ૧૬ મેગાપીક્સલ + ૧૨ મેગા પીક્સલ +  ૧૨ મેગાપીક્સલ સેન્સરથી લેસ ટ્રીપલ રીયર કેમેરા સેટઅપ છે. સાથે જ ૧૦ મેગાપીક્સલનો સેલ્ફી કેમેરો છે.

૫. કંપનીનું કહેવું છે કે તે પહેલા વર્ષે તેને વધુમાં વધુ ગેલેક્સી ફોલ્ડ સ્માર્ટફોન પ્રોડ્યુસ કરશે. આશા રાખવામાં આવી રહી છે કે શરુઆતમાં ૨૦ હજારથી ૩૦ હજાર યુનિટ મેન્યુફેકચર કરી શકાય છે.

૬. કંપનીએ ગેલેક્સી ફોલ્ડને ફેબ્રુઆરીમાં બાર્સીલોનામાં થયેલા મોબાઈલ વર્ડ કાંગ્રેસ ૨૦૧૯માં રજુ કર્યો હતો. કંપની તેને ૧.૩૬ લાખ રૂપિયા કિંમત સાથે એપ્રિલમાં લોન્ચ કરવાની હતી, પરંતુ તેના ફોલ્ડેબલ સ્ક્રીન વિવાદોમાં આવ્યા પછી તેના લોન્ચિગને થોડા સમય માટે બંધ રાખવામાં આવ્યો.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.