તમે ક્યારે પણ કોઈ વાહન વેચ્યું છે, તો જરૂર વાંચો આ લેખ, નહીતો કોર્ટ-કચેરીના લગાવવા પડશે ચક્કર.

0
2540

નમસ્કાર મિત્રો, તમારા બધાનું આમારા લેખમાં સ્વાગત છે. આજે અમે તમારા માટે વાહન લે-વેચ સંબંધિત જરૂરી જાણકારી લઈને આવ્યા છીએ. તો મિત્રો, જો તમે તમારી જૂની ગાડી કોઈને વેચી છે, અને ટ્રાંસફર ફોર્મ પર સહી કરવાનું ચુકી ગયા છો, તો પરિવહન વિભાગની વેબસાઈટ પર જઈને એક વાર એનો રિકોર્ડ જરૂર ચેક કરી લેવો.

જણાવી દઈએ કે, આરટીઓમાં કરવામાં આવેલ ફરિયાદમાં એવા પ્રકારના કિસ્સા સામે આવ્યા છે, જેમાં ગાડી વેચવાના 6 મહિના પછી માલિકનું નામ બદલાયું નથી. એવામાં જો કોઈ દુર્ઘટના કે અપરાધિક ઘટનામાં વાહનનો પ્રયોગ થયો હોય, તો પોલીસ આરટીઓના રેકોર્ડમાં નોંધાયેલ માલિકને પણ આરોપી બનાવી શકે છે.

આરટીઓમાં થોડા દિવસ પહેલા બે વાહન માલિકોએ ફરિયાદ કરી હતી. તેમણે જણાવ્યું કે તેમણે પોતાની જૂની ગાડી આપીને નવી ગાડી લઇ લીધી. થોડા દિવસ પછી તેમને ખબર પડે છે કે, આરટીઓના રિકોર્ડમાં તેમની જૂની ગાડીમાં પણ તેમનું જ નામ છે. એવામાં કોઈ ઘટના થશે તો કોણ જવાબદાર હશે?

અધિકારીઓએ જણાવ્યું કે, આજકાલ કેટલાક ડીલરોએ જુના વાહનોની ખરીદી-વેચાણનું કામ પણ શરુ કરી નાખ્યું છે. આમાં જૂની ગાડીના માલિક પાસેથી ગાડી લઈને વેચવા માટે રાખવામાં આવે છે. કેટલીક વાર વેચવામાં વધારે સમય લાગી જાય છે.

અને આ દરમિયાન ગાડીના પહેલા માલિકને એક દસ્તાવેજ આપવામાં આવે છે, જેમાં એ ઉલ્લેખ કરવામાં આવે છે કે, ગાડીના માલિકે આ તારીખે ગાડી દુકાનમાં આપી. ઘણી વાર ગાડી વેચાઈ ગઈ હોવા છતાં નામ ટ્રાંસફર નથી કરતા. આરટીઓ કર્મચારી જીતેન્દ્રસિંહ રઘુવંશીએ જણાવ્યું કે, અમને આ બાબતે ઘણી ફરિયાદ મળી છે.

અને ગાડી વેચાય ગયા પછી નામ ટ્રાંસફર કરવું ઘણું જરૂરી છે. અમે આ બાબતે બધા ગાડી વેચાણ કરનારાઓને નિયમાનુસાર કામ કરવાની નોટિસ આપી રહ્યા છીએ. આવું જો નહિ કરવામાં આવે તો તેમનું ટ્રેડ લાઇસેંસ રદ્દ કરી દેવામાં આવશે.

આવી રીતે થાય છે નામ ટ્રાંસફરની પ્રક્રિયા :

જાણકારી માટે જણાવી દઈએ કે, ગાડી વેચતા સમયે એના માલિકે પોતાની ગાડીની સાથે તેનું રજીસ્ટ્રેશન કાર્ડ, વિમાના કાગળો અને આઈડી પ્રુફ વગેરે દસ્તાવેજ આપવા પડે છે. સાથે જ નામ ટ્રાંસફરના જરૂરી ફોર્મ 29-30 પર સહી કરવાની હોય છે. આના પછી જે વાહન ખરીદે છે, તેના કેટલાક દસ્તાવેજ અને આવશ્યક શુલ્ક લીધા પછી આરટીઓ ખરીદારના નામે ગાડી ટ્રાંસફર કરે છે.

શું કરી રહ્યા છો ગડબડ?

આ બાબતે આરટીઓ આધિકારીઓએ જણાવ્યું કે, આજકલ પરિવહન વિભાગની પ્રક્રિયામાં ફેરફાર કરવામાં આવ્યા છે. પહેલા ફક્ત વાહન માલિકે ફોર્મ 29-30 પર સહી કરી, રેકોર્ડમાં ચેક કરીને ગાડી ટ્રાંસફર કરી દેવામાં આવતી હતી. પણ હવે નામ ટ્રાંસફર માટે વાહન વેચનારને અધિકારીઓની સામે જવું જરૂરી છે, એટલા માટે સમય લાગે છે. હવે ગ્રીન ટેક્સ અને ગાડી બિલમાં લખેલ કિંમતના એક ટકા શુલ્ક લાગે છે. આના કારણે લોકો નામ ટ્રાંસફર કરતા નથી.

આવી રીતે કરો ચેક ગાડી નામ ટ્રાંસફર થયું છે કે નહિ?

ગાડીમાં તમારું નામ ટ્રાન્સફર થયું છે કે નહિ એ ચકાસવા માટે, સૌથી પહેલા પરિવહન વિભાગની વેબસાઈટ પર જાઓ.

અહીંયા ઈસેવા પર ક્લિક કરો.

ત્યારબાદ વ્હીકલ ઇન્ફોર્મેશન પર ક્લિક કરો.

પોતાની ગાડીનો નંબર, ચેસીસ નંબર કે એન્જીન નંબર નાખો.

આમાં રિકોર્ડ આવશે કે ગાડી કોના નામ પર છે.

નામ ટ્રાંસફર નહિ થયું હોય તો આ કરો.

વેબસાઈટ પર રેકોર્ડમાં ગાડી તમારા નામ છે, તો સીધા ખરીદાર, એજન્ટ કે ઓટોમોબાઇલ ડીલર જોડે સંપર્ક કરો.

આ કર્યા પછી પણ નામ ન બદલાય તો આરટીઓમાં જઈને ફરિયાદ કરો.