ઇસ્લામમાં લખવામાં આવતા 786 નું રહસ્ય જાણીને નવાઈમાં પડી જશો તમે, જાણવા ક્લિક કરો.

0
2758

નમસ્કાર મિત્રો તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. મિત્રો જયારે પણ આપણે 786 અંક વિષે વિચાર કરીએ છીએ, તો સૌથી પહેલા આપણા મનમાં ઇસ્લામ ધર્મ સાથે જોડાયેલી વાત સામે આવે છે. અને એ વાત બધા જાણે છે કે, ઇસ્લામ ધર્મને માનવ વાળા લોકો 786 અંકને ખુબ પવિત્ર માને છે. પરંતુ તમને 786 અને હિંદુ ધર્મનો રહસ્યમય સબંધ વિષે ખબર છે? જો ના, તો આજના આ લેખમાં અમે તમને 786 અંકના હિંદુ ધર્મની સાથે આદિ કાળથી સંબંધ હોવાની જાણકારી આપીશું.

ત્રણ મહાશક્તિ હોવાનું પ્રમાણ :

આપણે બધા લોકો હિંદુ ધર્મમાં રહેલી ત્રણ મહાશક્તિ એટલે કે ત્રિદેવ વિષે સારી રીતે જાણીએ છીએ. ત્રિદેવ એટલે કે  બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. મળેલી જાણકારી અનુસાર આ ત્રિદેવોમાં સૌથી પહેલા સૃષ્ટિના નિર્માતા બ્રહ્માજીનો સંબંધ નંબર 7 સાથે છે, અને સૃષ્ટિના પાલનહારના રૂપમાં વિષ્ણુ ભગવાનનો સંબંધ 8 નંબર સાથે છે, અને તેવી જ રીતે નંબર 6 નો સબંધ સૃષ્ટિના સંહારક ભગવાન ભોળાનાથ સાથે છે. આવી રીતે આ ત્રણે શક્તિના મળવાથી 786 ની મહત્તાનું જ્ઞાત થાય છે અને સૃષ્ટિની બધી ક્રિયાઓ ચાલ્યા કરે છે.

મિત્રો આ ત્રણેય શક્તિઓ હોવાની માન્યતા સનાતન ધર્મમાં હંમેશાથી રહી છે. અને સાથે જ ત્રિલોક હોવાની માન્યતા પણ છે. અને આ ત્રણ લોકોમાં એક છે સ્વર્ગ લોક. ત્યાં સ્વર્ગના રાજા ઇન્દ્ર છે. આમનું નંબર 7 થી સંબંધ હોવાનું જણાવવામાં આવ્યું છે. સ્વર્ગ લોકમાં રાજા ઇન્દ્ર પોતે તેમના જેવા અન્ય દેવો જેવા કે, અગ્નિ દેવ, પવન દેવ, બ્રસ્પત્તિ દેવ વગેરે દેવતાઓ સાથે અન્ય ઋષિમુનિ અને અપ્સરા સાથે નિવાસ કરે છે. અને માન્યતા એ પણ છે કે, જો કોઈ પણ મનુષ્ય પોતાના જીવનમાં સારા કામ કરે છે, તો તે સ્વર્ગ લોક પ્રાપ્ત કરે છે.

એ જ રીતે નંબર 8 નો સંબંધ પૃથ્વી લોક સાથે છે. એને મૃત્યુ લોક પણ કહેવામાં આવે છે. આ પૃથ્વી લોકમાં મનુષ્ય અને જીવ આત્મા પોત-પોતાના કર્મ અનુસાર ફળ પ્રાપ્ત કરે છે. આ લોકમાં જન્મ લેતા કોઈ પણ જીવનું મૃત્યુ નિશ્ચિત હોય છે. એટલે કે જેણે જન્મ લીધો છે તેનું મૃત્યુ પણ થશે. પૃથ્વી લોકમાં કરેલ કર્મ અનુસાર સ્વર્ગ અથવા નર્ક પ્રાપ્ત થશે. અને આપણે જો ત્રીજા લોક એટલે કે પાતાળ લોકની વાત કરીએ, તો પાતાળ લોકોનો સંબંધ નંબર 6 સાથે માનવામાં આવે છે.

આવો જાણીએ અંક જ્યોતિષ અનુસાર 786 નું મહત્વ :

જાણકારી માટે જણાવી દઈએ કે, અંક જ્યોતિષ અનુસાર 786 ના બંધ અંકોનો જો સરવાળો કરવામાં આવે, તો તેનો જવાબ 21 થાય છે અને 2+1 = 3 અંક થાય છે. જે બધા ધર્મોમાં ખુબ લાભકારી, શુભ અને સંપત્તિકારક માનવામાં આવે છે. જેમ શિવજીના ત્રિશુલમાં પણ ૐ ના સ્વરૂપે 3 અંક જ પ્રદર્શિત હોય છે. ત્રણ જ મહાશક્તિઓ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ છે. અલ્લાહ, પેગમ્બર અને નુમાઈડેની સંખ્યા પણ ત્રણ છે. અને સૃષ્ટિના મૂળ ગુણ સત, રજ અને તમ પણ ત્રણ જ છે. એટલે કે આ 786 અંકમાં હિંદુ અને મુસ્લિમ ઘર્મ સાથે પરસ્પર મધુર મિલન થાય છે.