અમદાવાદમાં એક મકાનમાં ગુપ્ત ભોંયરું બનાવેલું હતું, એમાંથી જે વસ્તુ નીકળી જોઈને પોલીસ પણ ચોંકી ગઈ

0
379

આજકાલ લોકોને ઓછા સમયમાં વધારે પૈસા કમાવવાનું વધુ માફક આવે છે. અને એના માટે તેઓ ખોટા રસ્તે આગળ વધે છે. લોકો એના માટે ગુનાખોરી કરે છે. તેના માટે લોકો તમામ ગેરકાયદેસર કામો કરે છે, જેમ કે ચોરી, લૂંટફાટ, છેતરપિંડી ગેરકાયદેસર વસ્તુઓની હેરાફેરી અને વેચાણ વગેરે વગેરે. એમાં દારૂ અને ડ્રગ્સની હેરાફેરી અને વેચાણને લોકો વધારે પસંદ કરે છે.

હાલમાં જ અમદાવાદમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે. મળેલી જાણકારી અનુસાર અહીંના મેઘાણીનગર આર્મી કેમ્પની પાછળ આવેલ લક્ષ્મીનગર સોસાયટીમાં એક મકાનમાંથી ગાંજો પકડાયો છે. એસઓજીએ ગુરૂવારે અહીં રેડ પાડી હતી, જેમાં તેમને આ મકાનમાં એક અઢી ફૂટ ઊંડું, ત્રણ ફૂટ પહોળું અને નવ ફૂટ લાંબુ ગુપ્ત ભોંયરું મળ્યું હતું.

જ્યારે આ ગુપ્ત ભોંયરાની તપાસ કરવામાં આવી, તો તેમાં સંતાડેલો આઠ કિલો ગાંજાનો જથ્થો મળી આવ્યો. તે મકાનમાં હત્યાના ગુનામાં સંડોવાયેલા એક કુખ્યાત બુટલેગરે આ માલ સંતાડ્યો હતો, જેને પોલીસે પકડી પાડ્યો છે. પોલીસને પોતાની તપાસમાં જાણવા મળ્યું કે, આ આરોપી છેલ્લા 4 વર્ષથી આ ધંધામાં જોડાયેલો છે અને તે સુરતથી ગાંજાનો જથ્થો અહીં લાવતો હતો.

પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે, જયારે પોલીસે તે મકાનમાં રેડ પાડી અને ઝીણવટ પૂર્વક તપાસ કરી, તો તે રૂમમાં આવેલા લાકડાના શોકેસના નીચેના ખાના નીચે તેમને એક પાટિયું લગાવેલું મળ્યું. તેમણે તેને ખસેડીને જોયું તો ભોંયરું મળ્યું. જેની અંદર 7.975 કિલો ગાંજો મળ્યો, જેની કિંમત 79,750 રૂપિયા જણાવવામાં આવી છે. પોલીસે આ બાબતે બુટલેગર વિરુદ્ધ ગુનો દાખલ કરીને આરોપી સતીષ દરાયામ યાદવની ધરપકડ કરી છે.

આ કેસમાં નવાઈ પમાડનારી વાત એ સામે આવી છે કે, આરોપી સતિષ પહેલા ફક્ત દારૂનો ધંધો કરતો હતો. પણ તેની પ્રેમિકા ગાંજાના ધંધામાં સંકળાયેલી હતી. જેના જેલમાં ગયા પછી સતિષે આ ધંધો સંભાળી લીધો હતો. સતિષના છેલ્લા 4-5 વર્ષથી 4 સંતાનની માતા જમના સાથે પ્રેમસંબંધ હતા. અને જમનાના પતિની હત્યા થયા બાદ સતિષ તેને પોતાના ઘરે લઈ આવ્યો હતો.