તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં સોનુની શોધ થઇ પુરી, આ એક્ટ્રેસ નિભાવશે રોલ, જાણો વિગત

0
2041

તારક મેહતા કા ઉલ્ટા ચશ્માં શો માં આ દિવસોમાં સોનુ એટલે કે સોનાલિકા ભીડે ઘરે પાછી આવે છે, એવું દેખાડવામાં આવી રહ્યું છે. અને જલ્દી જ નવો ચહેરો શો માં એન્ટ્રી લેશે. કારણ કે સોનુનું પાત્ર ભજવનાર હિરોઈન શો છોડીને જઈ ચુકી છે. આ પહેલા નિધિ ભાનુશાલીએ સોનુના પાત્રને સહજ રીતે ભજવ્યું હતું. પણ એના શો છોડ્યા પછી મેકર્સ નવા ચહેરાની શોધમાં લાગી ગયા હતા. અને હવે લાગે છે કે મેકર્સની શોધ પુરી થઈ ગઈ છે.

સ્પોટબોયે આ બાબતે જણાવ્યું કે, શો માં સોનુનું પાત્ર હવે પલક સિધવાની ભજવશે. પલક સિધવાની એક નવો ચહેરો છે. આ પહેલા તે ઘણી શોર્ટ ફિલ્મો અને એડ કરી ચુકી છે.

શો માં સોનુના પાત્ર માટે નવો ચહેરો પસંદ કરવા ઘણા ઓડિશન લેવામાં આવ્યા હતા. તેમજ મૉક શૂટ પણ કરવામાં આવ્યા, અને છેવટે પલકને આ રોલ માટે પસંદ કરવામાં આવી છે. સ્પોટબોયના સોર્સ પ્રમાણે, પલકે શો નું શૂટિંગ કરી લીધું છે. હવે એ જોવું રસપ્રદ રહેશે કે તે સોનુના પાત્રને તે કેટલો ન્યાય આપી શકે છે.

જાણકારી માટે જણાવી દઈએ કે, નિધિએ પોતાના ભણતરને કારણે શો છોડવો પડ્યો હતો. નિધિ અત્યારે મુંબઈની મીઠાવાલા કોલેજમાંથી બીએ કરી રહી છે, અને તે ઘણી સારી સ્ટુડન્ટ છે. હવે તે પોતાના ભણતર પણ ધ્યાન આપવા માંગે છે.

શો માં ચાલી રહેલા પ્લોટની વાત કરીએ તો આત્મારામ ભીડે અને માધવી ભીડે પોતાની દીકરી સોનુને પાછી લાવવા માટે રત્નાગીરી જવાની તૈયારી કરી રહ્યા છે. તે સોનુને સરપ્રાઈઝ આપવા માંગે છે.

અને બીજી તરફ સોનુ પણ પોતાના માં બાપને સરપ્રાઈઝ આપવાનો પ્લાન કરી રહી છે. સોનુ ટપુ સેનાને ફોન કરીને જણાવે છે કે, તે પાછી આવી રહી છે. અને એમને ચેલેન્જ આપે છે કે એમણે એના માતા પિતાને ત્યાં જ રોકીને રાખવાના છે. અને આ બાજુ આત્મારામ અને માધવી ભીડે રત્નાગીરી જવા માટે ઉતાવળ કરી રહ્યા છે.

હવે ટપુ સેનાએ આત્મારામ અને માધવી ભીડેને સોસાયટીમાં રોકવાના છે. જેમાં એમને તારક મેહતા, પોપટલાલ, અબ્દુલ, ઐયર અને બાપજીએ મદદ કરી પણ તે દરેક નિષ્ફળ રહ્યા છે. હવે જોવાનું એ છે કે તેઓ આ કામમાં સફળ થઇ શકે છે કે નહિ.

મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ. અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.