આ સ્કૂલની છત તૂટેલી છે અને બેંચિસો ગાયબ છે, ખતરનાક ઠંડીમાં જમીન પર ભણવા માટે મજબુર છે બાળકો

0
328

જ્યાં એક તરફ ઠંડીનો પ્રકોપ લોકો માટે મુશ્કેલી બની ગયો છે, ત્યાં બીજી તરફ એક સ્કૂલ એવી પણ છે, જ્યાં બાળકો કડકડતી ઠંડીમાં જમીન પર બેસીને પોતાનું ભણતર પૂરું કરવા પર મજબુર છે. એટલું જ નહિ, આ સ્કૂલોને સ્માર્ટ બનાવવા માટે શિક્ષણ વિભાગને ઇનામ પણ મળવા જઈ રહ્યું છે.

પંજાબના ફિરોઝપુર જિલ્લાના ગામ અલીકેમાં એક પ્રાઈમરી સ્કૂલ છે જે સંપૂર્ણ રીતે જર્જર હાલતમાં છે. બાળકો સુરક્ષિત રહે એટલા માટે ભણતરનો સિલસિલો નજીકના ગુરુદ્વારામાં શરુ રખાયો. હવે ગુરુદ્વારામાં પણ સમારકામ ચાલી રહ્યું છે, જેના કારણે બાળકોએ પાછા પોતાની સ્કૂલની જર્જરિત બિલ્ડીંગમાં આવવું પડ્યું.

ગામ અલીકેની સ્કૂલમાં 349 બાળકો માટે ચાર રૂમ છે અને 60 બેંચ છે. એમાંથી ત્રીસ બેંચ તૂટેલી છે. તો હવે બેંચ પર ફક્ત 120 બાળકો જ બેસીને ભણી શકે છે. રૂમની છતો જર્જરિત થઈ ગઈ છે, પણ રંગ લગાવીને એને ચમકાવી દેવામાં આવ્યા છે. વરસાદમાં છતમાંથી પાણી પડે છે અને ક્લાસ રૂમ ભરાય જાય છે.

એક ક્લાસમાં 50 થી વધારે બાળકો છે, જયારે 30 હોવા જોઈએ. હવે તમે પણ જણાવો જ્યાં શિક્ષણ વ્યવસ્થાની હાલત આટલી નાજુક છે, ત્યાં શિક્ષણ વિભાગને સ્માર્ટ સ્કૂલ બનાવવા માટે ઇનામ કઈ રીતે મળી શકે છે? પણ સાહેબ આ ઇન્ડિયા છે અહીં કાંઈ પણ થઈ શકે છે.

બાળકો કઈ રીતે ભણે છે એ જોઇને તમને પણ દયા આવી જશે જુઓ તેમના ફોટા :

આ માહિતી ફીરકી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.