SBI ના ડેબીટ કાર્ડ ઉપર પણ મળે છે EMI ની સુવિધા, આવી રીતે લઇ શકો છો તેનો ફાયદો.

0
187

ઈએમઆઈ પર ખરીદી કરવા માટે ક્રેડીટ કાર્ડની જરૂર નથી, એસબીઆઈના ડેબીટ કાર્ડ પર પણ મળે છે ઈએમઆઈ, જાણો તેની પ્રોસેસ.

જો તમે એસી, કુલર, ફ્રીઝ કે ટીવી જેવી કોઈ વસ્તુ ખરીદવા માંગો છો અને તમારા ખાતામાં એટલા પૈસા નથી. સાથે જ તમારી પાસે ક્રેડીટ કાર્ડ પણ નથી તો તમને ખરીદી કરવામાં મુશ્કેલી થઈ શકે છે.

એવા સમયમાં તમારું ડેબીટ કાર્ડ તમારી મદદ કરી શકે છે. ક્રેડીટ કાર્ડ વગર પણ તમને તમારા ડેબીટ કાર્ડ ઉપર ઈએમઆઈની સુવિધા પ્રાપ્ત થઇ શકે છે. દેશની સૌથી મોટી બેંક કહેવાતી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસબીઆઈ) તમને ડેબીટ કાર્ડ ઉપર ઈએમઆઈની સુવિધા આપી રહી છે.

એસબીઆઈ ડેબીટ કાર્ડ સાથે તમે મર્ચેંટ સ્ટોર્સ ઉપર ક્ન્ઝ્યુમર ડ્યુરેબલ્સને ઈએમઆઈ ઉપર ખરીદી શકો છો. તેના માટે તમારે મર્ચેંટ સ્ટોર ઉપર તમારા ડેબીટ કાર્ડને સ્પાઈપ કરવાનું રહેશે.

બીજી તરફ તમે ફ્લીપકાર્ટ અને અમેઝોન જેવા પોર્ટલ્સ ઉપર પણ ઓનલાઈન શોપિંગ માટે એસબીઆઈના ડેબીટ કાર્ડ દ્વારા ઈએમઆઈ ઉપર ખરીદી કરી શકો છો.

પ્રી-એપ્રુવ્ડ ગ્રાહકને મળે છે સુવિધા :

એસબીઆઈ પોતાના પ્રી-એપ્રુવ્ડ ગ્રાહકોને જ આ સુવિધા આપે છે. એટલે ડેબીટ કાર્ડ દ્વારા ઈએમઆઈ ઉપર ખરીદી કરવાની સુવિધા માત્ર એવા ગ્રાહકોને જ મળે છે, જેમણે તેના માટે બેંક સાથે પહેલાથી એપ્રુવલ પ્રાપ્ત કર્યા હોય છે.

જો તમારા ખાતામાં પુરતું બેલેન્સ નથી અને તમારી પાસે એસબીઆઈનું પ્રી એપ્રુવલ છે, તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમે આરામથી એસબીઆઈના ડેબીટ કાર્ડ દ્વારા ઈએમઆઈ ઉપર સામાન ખરીદી શકો છો.

આ છે ફીચર્સ :

એસબીઆઈ ડેબીટ કાર્ડ ઉપર ઈએમઆઈ દ્વારા તમે એક લાખ રૂપિયા સુધીની વસ્તુ ખરીદી શકો છો.

તેમાં તમને 6 મહીનામાં, 9, 12 અને 18 મહીનામાં હપ્તા દ્વારા ચુકવણી કરવાની સુવિધા મળે છે. બેંક તેની ઉપર તમારી પાસે 2 વર્ષના MCLR+7.5% નું વ્યાજ લે છે.

મોટાભાગના ક્ન્ઝ્યુમર ડ્યુરેબલ્સ પ્રોડક્ટ્સને બ્રેન્ડસ નો-કોસ્ટ ઈએમઆઈ ઉપર ઓફર કરે છે. તેની એક મોટી ખાસિયત એ પણ છે કે, તમારે તેની ઉપર કોઈ પ્રોસેસિંગ ફી નથી ચૂકવવી પડતી. સાથે જ તમારું સેવિંગ્સ એકાઉન્ટ બેલેન્સ પણ બ્લોક નથી થતું. એટલે તમારા બેંક ખાતાની રકમનો આરામથી ઉપયોગ કરી શકો છો. તેના માટે કોઈ પ્રકારના ડોકયુમેન્ટેશનની જરૂર નથી પડતી અને તે સુવિધા ગ્રાહકોને તાત્કાલિક મળી જાય છે.

આવી રીતે ચેક કરો એલીજીબીલીટી :

તમે સરળતાથી એ જાણી શકો છો કે, એસબીઆઈ ડેબીટ કાર્ડ ઉપર ઈએમઆઈ સુવિધાના તમે હકદાર છો કે નહિ.

તેના માટે તમારે માત્ર તમારા રજીસ્ટર્ડ મોબાઈલ નંબરથી 567676 ઉપર SMS કરવાનો રહેશે, જેમાં તમારે DCEMI લખીને મોકલવાનું રહેશે.

આ માહિતી મની 9 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.