કંગાળ અને માલામાલ બંને બનાવી શકે છે ઘરની સાવરણી, ધ્યાન રાખો આ વાતો

0
4057

ઘરની સાવરણી તમને કંગાળ અને માલામાલ બંને બનાવી શકે છે, તો તેનો ઉપયોગ કરતા સમયે આ વાતો ધ્યાનમાં રાખો.

ઘણી વાર આપણે જે વસ્તુઓને ઘણી સામાન્ય સમજીને ઉપયોગ કરીએ છીએ, હકીકતમાં તે આપણા જીવનમાં મહત્વની ભૂમિકા ભજવે છે. અને એનો શુભ અશુભ પ્રભાવ આપણા માટે મોટું પરિવર્તન લાવી શકે છે. એવી જ એક સામાન્ય વસ્તુ છે સાવરણી, જે ઝાડુંના નામથી પણ ઓળખાય છે.

ઘરમાં ઉપયોગમાં લેવાતી સાવરણી આર્થિક દ્રષ્ટીએ ઘણી મહત્વપૂર્ણ છે અને આ સાવરણીને કારણે વ્યક્તિ કરોડપતિ અને કંગાળ બંને બની શકે છે. જો તમે તમારા ઘરમાં સાવરણી સાથે જોડાયેલી થોડી વાતોનું ધ્યાન રાખો છો, તો તેનાથી ન માત્ર તમારા ઘરની સમસ્યાઓ, વાદ-વિવાદ દુર થશે પરંતુ તમારા ઘરમાં ધનની દેવી માતા લક્ષ્મીનો વાસ જરૂર થાય છે.

અને તમે સાવરણીનું મહત્વ તે વાત પરથી પણ સમજી શકો છો કે, બીમારીઓને દુર કરવામાં શીતળા માતા પોતાના એક હાથમાં સાવરણી રાખતા હોય છે. એટલે કે સાવરણીનો નિયમિત રીતે ઉપયોગ કરતી વખતે થોડી ખાસ વાતો ઉપર ધ્યાન આપવું જરૂરી છે. આજે અમે સાવરણી સાથે જોડાયેલી થોડી વાતો જણાવવાના છીએ, જે ધ્યાનમાં રાખીને તમે તમારા જીવનની તમામ સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો, અને તમે તમારા જીવનને આનંદમય બનાવી શકો છો.

આવો જાણીએ સાવરણી સાથે જોડાયેલી આ વાતો વિષે.

1) સૌથી પહેલા તો તમારે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે, જયારે પણ ઘરના મુખ્ય વ્યક્તિ કોઈ જરૂરી કામ માટે ઘરની બહાર નીકળે છે, ત્યારે તેના જવાના તરત પછી ઘરમાં સાવરણી ન લગાવવી જોઈએ. કારણ કે એના વિષે એવું માનવામાં આવે છે, કે જો એમ કરવામાં આવે તો જે કામ થવાનું હોય છે તે કામ બગડી જાય છે.

2) બીજી વાત એ છે કે તમે સુર્યાસ્ત થયા પછી ક્યારે પણ સાવરણી ન લગાવો. કારણ કે તેનાથી ધનની દેવી માતા લક્ષ્મીજી નારાજ થઇ જાય છે. તે ઉપરાંત એવું પણ માનવામાં આવે છે, કે જો કોઈ કિંમતી વસ્તુ પડી ગઈ છે અને સુર્યાસ્ત પછી સાવરણી લગાવવામાં આવે છે, તો તે કિંમતી વસ્તુ તમારા ધ્યાનમાં નહિ આવે અને કચરામાં ઘણી બહાર જતી રહેશે.

3) મિત્રો તમે જયારે પણ તમારા ઘરમાં સાવરણી લગાવો છો, તો તમારે હંમેશા સાવરણીને સાફ કરીને જ મુકવી જોઈએ. અને બીજું એ કે સાવરણીને ક્યારે પણ ઉભી ન મુકવી જોઈએ. જો તમે એવું કરો છો તો તેનાથી ઘરમાં વિવાદની સ્થિતિ ઉભી થાય છે.

4) તમારે હંમેશા એક વાતનું ધ્યાન રાખવું જોઈએ કે, ભૂલથી પણ સાવરણી ઉપર પગ ન મુકવો. કારણ કે આપણે ત્યાં એવું માન્યતા છે કે, સાવરણીમાં ધનની દેવી માતા લક્ષ્મીજીનો વાસ હોય છે. હવે તે સ્થિતિમાં જો સાવરણીને પગ મારવામાં આવે તો તેનાથી ધનની દેવી માતા લક્ષ્મી નારાજ થઇ જાય છે.

સાવરણીના આ સરળ તુટકાથી તમારું જીવન બનશે આનંદમય :

1) મિત્રો, જો તમે તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધી મેળવવા માંગો છો, તો લક્ષ્મી માતાને પ્રસન્ન કરવા માટે કોઈપણ મંદિરમાં બ્રહ્મ મુહુર્તમાં ત્રણ સાવરણીનું ગુપ્ત દાન કરો.

2) તમે કોઈ મંદિરમાં સાવરણીનું દાન કરવા જાવ છો, ત્યારે દાન કરતા પહેલા શુભ મુહુર્ત જરૂર જોઈ લેવું, અને શુભ મુહુર્તમાં જ દાન કરવું. અને જો તે દિવસે કોઈ શુભ યોગ, કે તહેવાર હોય તો તે દાનનું મહત્વ ઘણું જ વધી જાય છે. અને તમારા ઘરમાં કાયમ લક્ષ્મીજીનો વાસ રહે છે. તમે જે દિવસે કામ કરવા માંગો છો, તેના ૧ દિવસ પહેલા જ ત્રણ સાવરણી ખરીદીને રાખી લો.

3) તમે નવું ઘર લો છો, તો જયારે તમે નવા ઘરમાં પ્રવેશ કરો છો, ત્યારે તમારી સાથે નવી સાવરણી લઈને જ ઘરની અંદર પ્રવેશ કરો. તે ઘણું જ શુભ માનવામાં આવે છે. જો તમે આમ કરો છો તો તેનાથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધી અને શાંતિ જળવાયેલી રહે છે.

4) શનિવારના દિવસે નવી સાવરણીનો ઉપયોગ કરવા શનિવારનો દિવસ શુભ માનવામાં આવે છે.