ઘર લઈ આવો આ એક મશીન, સવારે 4 કલાક કામ અને મહિને 1 લાખ 20 હજારની કમાણી.

0
1307

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં એકવાર ફરી સ્વાગત છે. આજે અમે તમારા માટે બિઝનેસનો એક નવો આઈડિયા લઈને આવ્યા છીએ. અને જણાવી દઈએ કે, આજનો બિઝનેસ ખુબ ખાસ બિઝનેસ છે. કારણ કે આ બિઝનેસ દ્વારા તમે દિવસમાં 4 કલાક કામ કરશો તો દિવસના 4 હજાર રૂપિયા જેટલી કમાણી કરી શકો છો. અને જો તમે 8 કલાક કામ કરો છો તો દિવસના 8 હજાર રૂપિયા કમાણી કરી શકો છો. ચાલો જાણી લઈએ આ બિઝનેસ વિષે.

તો અમે છે બિઝનેસની વાત કરી રહ્યા છીએ, એ છે જ્યુસ બનાવવાનો બિઝનેસ છે. આમાં તમે ઘરે જ જ્યુસ બનાવીને એક મશીન દ્વારા 125 ml નાના પાઉચમાં ભરીને તૈયાર કરી શકો છો. એના માટે એક મશીન આવે છે એની મદદથી તમે દર કલાકે જ્યૂસના 800 થી 1400 નાના પાઉચ બનાવીને વેચી શકો છો. આ 125 ml જ્યુસના પાઉચ બજારમાં તમને 5 રૂપિયામાં કોઈ પણ દુકાનમાં મળી રહે છે. આને બનાવવામાં તમને 2.10 રૂપિયાનો ખર્ચો થશે. અને તમે આને હોલસેલરને વેચાણ કર્યા પછી 1 રૂપિયા જેટલો નફો કમાઈ શકો છો.

જેવું કે અમે આગળ જણાવ્યું કે, આ મશીનમાં એક કલાકમાં 800 થી 1400 પાઉચ બને છે. પણ જો તમે 1 કલાકમાં લગભગ 1 હજાર પાઉચ પણ તૈયાર કરો છો, તો તમે 4 કલાક કામ કરશો તો 4 હજાર રૂપિયા કમાણી છે. અને જો 8 કલાક કામ કરશો તો 8 હજાર રૂપિયા પણ કમાણી કરી શકો છો. એને તૈયાર કર્યા પછી તમે એને રેલવે સ્ટેશન, શાળાની બહાર, બગીચાની બહાર, પોતાની દુકાન પર વગેરે જગ્યા પર વેચી શકો છો. અથવા તમે અલગ અલગ દુકાનો પર હોલસેલમાં પણ વેચી શકો છો.

આ જ્યુસ ભરવાના મશીન વિષે વાત કરીએ તો, તે તમે ઘરમાં જે વીજળી આવે તેનાથી પણ ચલાવી શકો છો. એટલે કે તમે ઘરેથી પણ આ બિઝનેસ શરુ કરી શકો છો. આના માટે તમારી પાસે ફક્ત ફૂડ લાઈસન્સ હોવું જરૂરી છે. ફૂડ લાઈસન્સ માટે તમારા વિસ્તારમાં જે ફૂડ ડિપાર્ટમેન્ટ ઓફિસ હોય છે, ત્યાં અરજી કરીને લાઈસન્સ લઈ શકો છો. અને તેની ફી લગભગ 3 હજાર હોય છે અને ખુબ સરળતાથી તમને લાઈસન્સ મળી રહે છે.

તેમજ આ મશીન છે જે તમને 1.5 થી 3.5 લાખ રૂપિયામાં મળી રહે છે. એટલે જો તમે આ બિઝનેસ કરવા માંગો છો, તો એ સારો વિકલ્પ છે. આ મશીન તમને indiamart અને અન્ય બીજી વેબસાઈટ પર સરળતાથી મળી રહેશે. તમને ત્યાં મોંઘા અને ઘણા મોટા મશીન પણ મળશે. પણ તમારે તમારી જરૂરિયાત અનુસાર નાનું અને સસ્તું મશીન મેળવી શકશો. તેમજ યુટ્યુબ પર પણ તમને આવા મશીન ખરીદવા વિષેની જાણકારી મળી રહેશે.

આ જાણકારી તમને આંગળી ચીંધવા છે. મહત્વનું આ ધંધામાં તમે કઈ રીતે પોતાની સુઝબુઝથી આગળ વધો એ છે. એટલે આનાથી વધુ અમારી પાસે કોઈ માહિતી નથી. આગળનું તમારે તમારી આવડતથી જાતે સાચવવાનું છે. અને એક વાત રાખવી કે કોઈ પણ ધંધામાં રિસ્ક ને નુકશાન રહેલું છે જ.