સાવજ સહન કરે તો અભિમાન નુ ઘુચળુ ન થઇ જવુ, વાંચો રામભાઇ આહીરનો આ લેખ

0
2215

ગીર કાઠા ના ગામડા ના એક કાળીયાકુતરા એ સાવજ ની સામે બરબરીયા કર્યા સાવજે વિચાર કર્યો કે આ કુતરુ મારુ ભોજન નથી ને કયાક મારા થી મરાય જાહે તો આ એક પંજા ભેળો ભુહાય જાહે આ બુધ્ધી નો બારદાન સમજતો નથી આને ખબર નહી હોય કે હુ એક જ પંજા ભેળી વિફરી ગયેલી ભેસ ને ભોં ભેગી કરી દઉ છુ ને આ માળુ નાનુ એવુ કુતરુ બરબરીયા કરી રહ્યુ છે.

પણ મન મા વિચાર કરે છે કે માળુ બાકી માનવુ પડે હો…!!”છે હો બાકી મરદ એક કુતરુ થઇ ને મારી સામે બરબરીયા કરે છે”…કાઇ વાંધો નહી આને ન મરાય બિચારા એના બાળબચ્ચા કારણ વિના ના રખડી જાહે…એટલે ગમ ખાઇ ને સાવજ ગીર ની ઝાડી મા ગાયબ થઇ ગયો કારણ કે સાવજ ગિર નો રાજા ગણાય છે એ બહુ સમજુ પ્રાણી છે ગિર ના અનુભવી માણસ ને ને ખબર હશે કે સાવજ કેટલો સમજુ હોય છે ગિર ની કેડી ઓ મા કોઇ માલધારી હાલ્યો જતો હોય તો સાવજ કદી રંજાડતો નથી ઉલ્ટા નો આડાઅવળો થઇ જાય છે

આવી સમજણ દાખવી ને સાવજ જતો રહેલો પણ આ કાળીયા એ નક્કી કરી લિધુ કે સાવજ મારા થી ડરી ગયો ને ભાગી ગયો…અને આ કુતરૂ બિજા કુતરા ને જોઇ ગયુ ત્યા તો મંડીયો જેમ ફાવે એમ સાવજ ને પડકારા કરી કરી ને બંબેકટકા ગાળું કાઢવા ત્યા બિજા કુતરા ઓ પાસે આવી ગયા ને કહ્યુ કે વાહ મરદ…વાહ કાળુભાઇ રંગ છે તને રંગ છે

બાપ તે’તો આપણી નાત્ય ને ઉજળી કરી બતાવી..ત્યાતો કાળુભાઇ જાલ્યા ન રેય હવે તમે મને કોઇ પકડતા નય મારે સાવજ ને પકડવા જાવુ છે મે કેવડીમોટી ભુલ કરી આઘડીયે મારી સામે જ ઉભો થો ને મે એને જવા દિધો. કાઇ વાંધો નય હજી તો આયા કયાક અડખેપડખે જ હશે આઘડીયે પકડી ને લાવુ છુ ત્યા તો બધા ભાઇબંધો કહે ભૈંઇ હવે જાવા દિયો.

”અરે જાવા કયા થી દેય….! ખબર નય પડતી હોય કે આપણુ ગીર ના કાઠે ગામ છે તો એ ને જરાક આઘુ રે’વુ જોઇએ ને સાવ ગામ ની પડખે આવી જાય એટલે એ શુ સમજતો હશે એના મન મા.આ કાળુભાઇ ને એ ઓળખતો નહી હોય…?

”હવે જાવા દિયો ને કાળુભાઇ હવે ઇ કયારેય આવેતો કે’જો આજ ઇ તમારો પરચો ભાળી ગયો છે માંડ માંડ બચ્યો ઇ બીજીવાર આવે ખરો..?અને આ ગીર ના જંગલ મા કયાક કાટોબાટો બેહી જાહે તો લઇ ને પગ ખોટકાહે તો કયા ઉપાધી કરશુ હવે આવે એટલે પાડીદેજો આજ ભલે ગ્યો”

”(અને કાળુભાઇ ફુલાણા)હવે હુ બધા કહુ છુ કે કોઇ બીતા નય હા તમે હમણા જ જોયુ ને મે કેવા કેવા શબ્દો કહ્યા પણ મોઢા માથી એકેય વેણ કાઢી શક્યો…?કેવો લપાતો લપાતો મને ચેતરી ને વ્યોગયો”

”આમ વાત કરતા કરતા બધા ગમ મા આવ્યા હારે હતા એણે ગામ મા આવી ને બધા ને વાત કરી કે આજ તો કાળુભાઇએ પરાક્રમ કરી નાખ્યુ કાળુભાઇ એ સાવજ ની સામે બરબરીયા કરી લિધા ને સાવજ કાઇ પણ બોલ્યા વગર નો જંગલ મા વયોગ્યો બાકી કહેવુ પડે હો કાળુભાઇ તો મરદ નુ ફાડીયુ નક્ળયો વાહ મરદ આમ ચારેબાજુ વાતુ થવા મંડી ને કાળુભાઇ ના મગજ મા રાય ભરાઇ ગઇ ને મંડીયો ઉચો ઉચો હાલવા હવે તો ઉચુ પુછડુ રાખી ને જ હાલે..

કોઇ થી બોલાવ્યો થાઇ નહી વતાવ્યો થાય નહી કોઇ સામુ જુવેતોય ડાચી નાખે મુછે થી તા’ઉતરતો જ નથી બસ હવે તો હુ જ છુ મારા જેવો દુનિયા મા કોઇ મરદ જ નથી”મારા થી સાવજ ડરી ને ભાગે”હવે મારે કોની બિક..બસ હવે તો હાલતા ને ચાલતા બસ એક જ વાત કરે કે હવે આપણે કોઇનાથી ડરવા નુ નહી..કો’કેય કુતરૂ સામુ મળે એટલે કહી દેય કે કોઇ કોઇથી બિવા નુ નહી હા..હુ છુ ને પછી તમારે કોની બીક હવે કોઇ બિકણ થઇ ને જીવશો નહી મરદ થઇ ને જીવો..મરદ થઇ ને હા…અને ઓલ્યુ સાવજડુ કયાક મળે ને તોફાન બોફાન કરે તો મારૂ નામ દઇ દેજો એટલે ભોઠુપડીને ભાગી જાહે”

”કાળુભાઇ તો અભિમાન ના હિંડોળે બેસી ને મંડીયા જોર જોર થી હિચકા ખાવા એમા સમજુ કુતરા ઓ ને આ વાત ની ખબર પડી કે કાળીયો માળો મરવા નો થ્યો.આ કાળીયા ને કોણ સમજાવે એને ખબર નહી હોય કે સાવજ સમજુ પ્રાણી કેવાય ઇ આપણા જેવા ને ન મારે અને આપણે એનુ ખાધ કયા છીયે તે આપણ ને કારણ વિના મારે એટલે એ ભાગી ગયો હશે ઇ કાય આપણા થી થોડો બીવે એ સાવજ મા બાર ગોધા નુ બળ હોય છે.

આ નમાલો કાળીયો કેય કે એ મારા થી ડરી ને ભાગી ગ્યો પણ એકલાબેકલા થી તો કાળુભાઇ ને સિખામણ દેવાય એમ હતુ નહી એટલે”એક દિ ગામ આખા ના કુતરા ઓ ભેળા થ્યા કાળીયા.ધોળીયા.રાતડા.ને કરકાબરા.બધી જાત્ય ના કુતરાં ભેળા થ્યા ને નાત્ય ના પ્રમુખ નેય બોલાવ્યા કે આ કાળીયા નુ હવે શુ કરવુ બધા આવી ગયા પછી કાળીયા ને બોલાવા બે કુતરા ને મોકલ્યા..કાળુભાઇ પગમાથે પગ ચડાવી ને કોઇ મહારાજ બેઠા હોય એમ ટેચ થી બેઠો છે.

ઓલ્યા એ જઇ ને બિતા બિતા હળવેક થી કિધુ કે કાળુભાઇ તમને બધા ભાઇ ઓ ભેળા થ્યા છે તેં તમવે બોલાવ્યા છે”ત્યા તો કાળુ મુછે હાથ નાખી ને કિધુ કેમ મારા વિના નુ ન હાલ્યુ એમ ને હવે થી મારા વિના નો કોઇ પણ નિર્ણય લેવો એટલે મોત ને નોતરુ દેવા બરાબર છે આતો હુ અત્યાર સુધી કાઇ બોલતો નો’તો તેં બધા ચડી ગયા હતા હવે બધા ને ખબર પડી કે કાળુભાઇ વગર કોઇ નિર્ણય લેતા પેલા સો વાર વિચાર કર્યા જેવુ છે એટલે તો તમને મને બોલાવ્વા મોક્લ્યા જાવ ત્યા હુ આવુ છુ.

પેલા કુતરાં ચાલ્યા ગયા ને કાળુ ના ઘરના પાણી ની હેલ ભરી ને આવ્યા એટલે કાળુભાઇ એ મુછે હાથ નાખી ને કહ્યુ કે એલ્લા સાંભળું હુ હમણા આવુ છુ નાત્ય ના બધા મળવા આવ્યા છે મને એવુ લાગે છે મે સાવજ સામે બરબરીયા કર્યા ની વાત બધે પહોચી ગઇ લાગે છે એટલે મને મળ્વા આવ્યા લાગે છે લે હુ હમણા આવુ છુ ને તુ ઘરને વાળીછોળી ને સારૂ રાખજે વખત છે કોઇ મેમાન મારી હારે આવે ને ઘર ગોબરૂ જોઇ જાય તો એમા મારી કિમત શુ…?અને ગલુડીયા ના મોઢાબોઢા વિસળી નાખજે..

ભળામણ કરી ને કાળુભાઇ ઉચા ઉચા હાલતા બધા ભેળા થયા હતા ત્યા આવીને બધા ને રામ રામ કર્યા ને પ્રસંસા ની રાહ જોઇ ને બેઠો..વાત થાતી થાતી ધિમે ધિમે કાળયા ઉપર આવી ને ઉભી રહી નાત્યના પ્રમુખે જ આંગળી ચિંધી ને કહ્યુ કે જુવો ને આપણા આ કાળુ એ કેવુ ઉજળુ કામ કર્યુ મે’તો કાલે જ વાત સાંભળી કે કાળુ સાવજ ની સામો થયો ને સાવજ ભાગી ગયો મારી તો છાતી માળી ફુલાઇ ને ફુગ્ગા જેવી થઇ ગઇ.

ત્યા તો કાળુભાઇ ફુલાણા ને ટટ્ટાર થઇ ને બેઠો ને મંડ્યો ખોખારા ખાવા ને મોટી મોટી વાતુ કરવા મંડીયો..એમા પ્રમુખ સા’બ એવુ થયુ ને કે એ સાવજડુ માળુ સવાર ના પો’ર મોઢુ ધોયા વગર નુ ગામના પાધર મા આવી ને હુંકવા મંડીયુ.ને મને કોઇ દિ નહી ને તે’દી રિહ ચડી ને મે નક્કી જ કરી લિધુ કે જે થવા નુ હોય તે ભલે થઇ જાય આજ તો કાં ઇ સાવજ નહી ને કાકા હુ નહી અને મે એની સામે દોટ કાઢી પણ મને મરણીયો થયેલો જોઇ ને એ ઉભી પુંછડીયે એ કાઇ ભાગ્યો છે.

મારૂ ન માનતા હોવ તો રાતડા ને પુછો ઇ કેમ ભાગ્યો મને તો એ સાવજ ની દયા આવી ગય બોલો.વાત ને આગળ ચલાવતા કહ્યુ કે હુ માનુ છુ કે મારી જેમ બધા હિમતવાન હોય તો ઇ બિચારૂ સાવજડુ શુ કરે…?પણ આ બધા બિકણા છે (બધા સામે આંગળી ચિંધી ને કહ્યુ)નહીતર સાવજ શુ કરે બિચારો પણ આ બધા ને જીવ બહુ વહાલો છે.સાવજ ને ડરાવ્વો હોય તો મુઠ્ઠી મા મોત લઇ ને ખંભે ખાપણ લઇ ને ફરવુ પડે ઘરબાર ની ચિંતા પણ ન કરવી જોઇએ પણ એના માટે આ કાળીયા જેવુ થવુ પડે…હા

નાત્ય ના પ્રમુખ બધુ પામી ગયા કે કાળુભાઇ નુ શુ કહેવુ છે માળો આ કાળયો અભિમાન નુ ઘુંચળુ થઇ ગયો હવે આ નુ ઘુંચળુ કેમ કરી ને ઉખેળવુ એટલે નાત્ય ના પ્રમુખે એકદમ નમ્રભાવે કહ્યુ કે કાળુ તારી બહાદુરી માટે તને હુ અને આખી નાત્ય તને સાબાશી આપીયે છીયે પણ (પણ શબ્દ કાળીયા થી જીરવાણો નહી ઉતાવળો થઇ ને કહેવા લાગ્યો)કે પણ એટલે તમારૂ કહેવુ શુ છે…?

ઝટ કહો મારા થી રહેવાતુ નથી..કાળીયા ધિરજ રાખ્ય હુ તને સમજાવુ છુ ને હુ તને સમજાવ્વા જ આવ્યો છુ.જો ભાઇ કોઇ ને સાચુ કહેવુ એ મારો નાત્ય ના પ્રમુખ હોવા ના નાતે મારી ફરજ બને છે કે નાત્ય નો ભાઇ દિકરો અવળે માર્ગે જતો હોય તો તેને સવળા માર્ગે ચડાવ્વો એ મારી ફરજ છે અને મને મારો ધર્મ કહે છે કે કોઇ ની ખુશામત ન કરવી એટલે કે ખોટે ખોટી વાહવાહી કરી ને અભિમાની બનાવ્વા મા મદદ ન કરવી જોઇએ.

કોઇ ને સાચી સલાહ આપવી એ મારી ફરજ છે અને એ ફરજ હુ નહી ચુકુ પછી ભલે તને ગમે કે ન ગમે પણ હુ તને સાચે સાચુ કહીશ કે તુ સાવજ સામે થયો તેના માટે હુ તારી પ્રસંસા કરુ છુ પણ તુ એમ કહે કે સાવજ મારા થી ડરી ને ઉભી પુછડીયે ભાગ્યો એ વાત મા હુ તારી સાથે ન રહી શકુ વિચાર કરી લે કે જે સાવજ મા બાર ગોધા નુ એટલે કે બાર બળદ નુ બળ હોય તે કાઇ આપણા થી ભાગેજ નહી એ સમજ્યા જેવી વાત છે કે નહી એ ભાગ્યો એ તારી વાત સાચી હશે પણ એ આપણ માસ ખાય નહી એટલે એ તારા પર દયા ખાઇ નેજ ભાગ્યા હશે તારા થી એ સાવજ ને બીકણ ન કહેવાય તારે એનો આભાર માનવો જોઇએ કે સાવજે મારા પર દયા કરી ને મને જીવતદાન આપ્યુ એમા તારી મહાનતા છે જયારે તુ’તો ઉલ્ટા નો ખોટો અભિમાની થઇ ગયો ને આખી નાત્ય નુ અપમાન કરી રહ્યો છો એ તારી ભુલ છે કાળુ..

પણ ત્યા તો કાળયો ઉભો થઇ ગયો ને ચારેબાજુ જોઇ ને કહેવા મંડયો જુવો ભાઇઓ આ આપણો નાત્ય ના પ્રમુખ મને કેવી શિખામણ દેવા હાલી નિકળ્યા મે જે પરાક્રમ કર્યુ એનાપર પાણી ફેરવી રહ્યા છે આવા પ્રમુખ ને તો પ્રમુખ પદે થી રાજીનામુ આપી દેવુ જોઇએ આવા માયકાંગલા પ્રમુખ હોય એની નાત્યે તે માયકાંગલી જ હોય ને ત્યારેજ આપણ ને સાવજ ને દિપડા રંજાડે છે ને ત્યા તો નાત્ય ના બે ભાગ પડી ગયા.

અડધા પ્રમુખ બાજુ ને અડધા કાળીયા બાજુ સુત્રો ઉચ્ચાર કરવા લાગ્યા ને ડાયરો વિખાણો સૌ પોત પોતાની રીતે ચાલવા મંડીયા ને કાળીયો બહુ તાન કરવા મંડીયો સમજુ કુતરાં ઓ એ કાળીયા ને પકડી લિધો ને બિજા નાત્યના પ્રમુખ ને લઇ ને જતા રહ્યા કાળીયો તો જોર જોર થી પ્રમુખ ને કહેતો રહ્યો કે તારા જવા એજ આપણી નાત્ય ને આગળ નથી આવ્વા દિધી માળા માયકાંગલા તુ મને કયાય એકલો ભેળો થાતો નહી નકર હુ તારા ભુક્કાકાઢી નાખી.

ત્યા તો નાત્ય ના પ્રમુખેય થોભ્યા રહે નહી…સમજુ સમજુ કુતરા ઓ ને પ્રમુખ સાહેબ ને સમજાવ્યા કે ભૈંઇ કાળીયા ને ચડતુલોય છે તેં બોલે તમારે સમજવુ જોઇએ ઇતો ભૈઇહા કરે માંડ માં સમજાવી ને બન્ને ને નોખા નોખા લઇ ગયા ને કાળીયા નુ અભિમાન ડબલ થઇ ગયુ

પછી તો કાળીયો સાવ નાથ વગર નો થઇ ગયો હાલતો ચાલતો ગમે એને બટકા ભરતો જાય કોઇ ના ગલુડીયા ને સુથીનાખે કોઇ રોટલા ઘડતુ હોય તો રોટલા નો ખડકલો ઉપાડી જાય કાળીયા ની ટુક મા ચકલી ફુલેકે ચડી એવુ કહોતોય કહી શકાય”હવે તો કાળીયા એ ટોળકી બનાવી રોજ સિમ મા શિકાર કરવા જતા રહે સસલુ શિકારુ જે ઝપટે ચડે એને કાળીયા ની ટોળકી ટપકાવા મંડી.

કાળીયો તો હવે સીમ મા ઉચા ઢોરા પર જઇ ને એઇને મજાના છાયે બેસે ને બિજા કુતરા શિકાર કરી ને કાળીયા પાસે લાવે ને પછી બધા ભેળા થઇ ને ભોજન કરે આમ કરતા કરતા કાળીયો ફાટીને ધુવાડી ગ્યો કોઇ થી કાળીયા નુ નામ ન લેવાય ફરતા ગામડા મા બહાદુરી ની બાબત મા કાળીયા નુ નામ ગુંજવા મંડીયુ ને કાળીયો ઘમંડ ના વંડોળ મા ઉડવા મંડીયો.રાતે કાળીયો એકલો ગામ આખા મા આટા મારે કોની તાકાત છે.

બાહાર થી કોઇ ગામ મા આવી શકે કાળીયા ના ભરોસે ગામ શાન્તિ થી સુઇ રહે છે પણ આ કાળીયા નુ રાજ આમ ને આમ કેટલા દિવસ હાલશે એ કોઇ જાણતુ નથી બાકી કાળીયા નુ ઉપડી ગયુ ઇ વાત સાચી.કાળીયો હવે તો જંગલ મા એકલો એકલોય આટો મારી આવે ને મન મા બબડતો જાય કે ઓલ્યુ સાવજડુ કયાક ઝપટે ચડી જાય તો જોઇ લેવુ ઇ પાક્કુ

પણ એક દિ એવુ બન્યુ કે બરાબર વાળુ કરવા નો સમય અહી કાળુ બરાબર વાળુ કરવા બેઠો છે પણ આમ કરીને આમ જયા બટકુ ભાગ્યુ ત્યા ગામ મા દેકેરો થયો કે દિપડો આવ્યો….દિપડો આવ્યો…કાળીયો તો સાંભળી ને રોટલા માથે થી ઉભો થઇ ગયો ત્યા કાળીયા ના ઘરવાળા કાળીયો ને સમજાવતા કહે છે કે ભલાથઇ ને નિરાતે જમી તો લો પછી તમતમારે જાવ.

અરે આઘી જા આઘી ગામ મા દેકેરો બોલે ને હુ બેઠો બેઠો જમતો રહુ મારા ગળા હેઠો રોટલો ઉતરતો હશે.અને હુ ખાવા ખોટી થાવ ને દિપડો કદાસ જતો રહે તો બધે વાતુ કરે ને કે હુ ગયો તો કાળીયા ના ગામ મા પણ મે કાળીયા ને કયાય ભાળ્યો નહી તો પછી મારી કિમત શુ.આમ કહી ને કાળીયો જોડા પેર્યા વગર દોટ કાઢી.

કુતરા ઓ બધા રાજી રાજી થઇ ગયા ને બધા કહેવા મંડીયા કે હવે વાંધો નહી કાળુભાઇ આવી ગયા.કાળીયો કહે કે કયા છે ઇ હરામી દિપડુ મને દેખાડો…દેખાડો આજ સુધી કેટલાય કુતરા ને એણે માર્યા છે આજ ઇ દિપડા ને મારી ને મારે વેરવાળવુ છે.ત્યા તો દિપડો વાડા માથી ધુરતો ધુરતો નિકળ્યો ત્યાતો અહી કાળીયો ત્યાર થઇ ને જ ઉભો હતો.

દિપડા ની સામી દોટ દિધી સામે થી દિપડા એ દોટ દિધી બરોબર બજાર ના ચોક મા ભેળા થયા ને ધિંગાણુ મંડાણુ ઘડીક કાળીયો દિપડા ને ફગાવે ને ઘડીક દિપડો કાળીયા ને ફગાવે આમ કરતા કરતા લાગ જોઇ ને દિપડા એ કાળીયા ની બોચી જાવી ને નાખી દિધો ખંભે ને ઉપડ્યો કાળીયા ને લઇ ને પણ આતો મરદ કાળીયો હતો જાતા જાત કહેતો ગયો કે કોઇ ગભરાશો નહી હુ જાવ છુ દિપડા ને એના ઘર જઇ ને મારીશ.આજ નો દિ ને કાલ ની ઘડી હજી કાળીયો આવ્યો નથી….

આપણે પણ કયારેક આવા જ અભિમાની બની જઇએ છીયે ને અભિમાન મા ઉડવા મંડીયે છીયે પણ આ આપણી દુનિયા એવી કામણગારી બનાવી છે કુદરતે કે અહી અભિમાન રાજા રાવણ નુય નથી હાલ્યુ. કદાચ કોઇ સાવજ જેવા સમજુ માણસે તમારા થોડા બરબરીયા સહન કરી લિધા તો પછી તમારે ઉચા ઉચા ન હાલવુ જોઇ એ કેમ કે બહુ અભિમાન કરશો તો કયારેક કોઇ દિપડુ મળી જશે તો પછી કયાય પત્તો નહી લાગે

લેખક :રામભાઇ આહીર