સાવધાન : બજારમાં આવી ગઈ છે 200 ની નકલી નોટ, આવી રીતે ઓળખો અસલી નકલીનો તફાવત, જાણો વધુ વિગત.

0
1763

દેશની અર્થવ્યવસ્થાને ઉધઈની જેમ કોરી ખાતી આ નકલી નોટોના ધંધાવાળા ફરી સક્રિય થઇ ગયા છે. ૨૦૦ રૂપિયાની નકલી નોટોનો મોટો જથ્થો ૧૫ દિવસ પહેલા જ કાનપુરમાં ઉતારવામાં આવ્યો છે. તપાસ સાથે જોડાયેલા સુત્રો તેની પુષ્ટિ કરી રહ્યા છે. જેવી રીતે બજારમાં નકલી નોટ ભળી રહી છે, તેનાથી બગડી રહેલી અર્થવ્યવસ્થા સામે એક બીજું સંકટ ઉભું થઇ શકે છે.

કેન્દ્ર સરકારે નોટબંધીનો નિર્ણય લેવા પાછળ મુખ્ય કારણોમાં નકલી નોટોને પણ ગણાવ્યું હતું. સરકાર હજુ સુધી પાંચસો, સો, બસો, પચાસ, વીસ અને દસ રૂપિયાની નવી નોટ બહાર પાડી ચુકી છે. પરંતુ, દગાખોરોએ આબેહુબ નકલ કરી નકલી નોટ બજારમાં ઉતારી દીધી છે.

સુત્રોના જણાવ્યા મુજબ કાનપુરમાં ૧૫ દિવસ પહેલા લગભગ એક કરોડ રૂપિયાની ૨૦૦ રૂપિયાની નકલી નોટ આવી છે. શહેરમાં તે મળી આવવાની પુષ્ટિ દસ દિવસથી થઇ રહી છે. આમ તો જેને નકલી નોટ મળી રહી છે, તે ડરને કારણે ખુલીને નથી બોલી રહ્યા.

સર્વોદય નગરમાં પાનની દુકાન ચલાવવા વાળા દુકાનદારને છ દિવસ પહેલા ત્રણ વખત નકલી નોટ હાથમાં આવવાની જાણ કરી. એક નોટ તો હજુ સુધી તેની પાસે છે. એવી રીતે નરેન્દ્ર મોહન સેતુ પાસે એલએલઆર હોસ્પિટલ જતા રોડ ઉપર આવેલા પેટ્રોલ પંપ ઉપર નકલી નોટ મળવાની પહેલી ઘટના દસ દિવસ જૂની છે.

બધાને ૨૦૦ રૂપિયાની નકલી નોટ મળી રહી છે. ખાનગી સૂત્ર પણ જણાવે છે કે હાલમાં ૨૦૦ રૂપિયાની નકલી નોટ બજારમાં પધરાવવામાં આવી રહી છે. એવી રીતે વેપારીઓને ત્યાં પણ નકલી નોટ ચલાવવાનો પ્રયાસ થઇ રહ્યો છે.

આબેહુબ અસલી જેવી, આવી રીતે પકડો

જે નકલી નોટ બજારમાં આવી છે, તે આબેહુબ અસલી જેવી જ છે. પહેલી નજરમાં કોઈ પણ છેતરાઈ શકે છે, પરંતુ તેને પકડવી ઘણી સરળ છે. અસલી નોટની વચોવચ વાદળી રંગનો સુરક્ષા દોરો છે, જેની ઉપર ભારત અને આરબીઆઈ લખેલું છે. વાદળી રંગનો આ સુરક્ષા દોરો નોટને ત્રાંસી કરવાથી વાદળી રંગમાં ચમકે છે. નકલી નોટમાં ફરક માત્ર એટલો છે કે સુરક્ષા દોરો ટુકડા ટુકડામાં દેખાય છે, જયારે અસલી નોટમાં આખો દોરો એક સાથે જોવા મળે છે. તે ઉપરાંત નકલી નોટ પાણીમાં પડવાથી રંગ પણ ગુમાવી રહી છે.

તેમનું એવું કહેવું છે

હાલમાં એ પ્રકારની માહિતી નથી મળી. જો એવું કાંઈ છે તો બેંકોને સુચના આપીને તેને જાણ કરવામાં આવશે, જેથી તે સામાન્ય લોકોને પણ જાગૃત કરે.

એ.કે.વર્મા, અગ્રણી બેંક પ્રબંધક

પોલીસ પાસે હજુ સુધી તેના કોઈ ઈનપુટ નથી. જો એવું છે તો પોલીસની સ્પેશ્યલ ટીમ તેના માટે રીયર કરવામાં આવશે જેથી નકલી નોટોનો ધંધો કરવા વાળાને પકડી શકાય.

૨૦૦ રૂપિયાની નોટ ઓળખવા માટે ૧૧ રીત

૧. નોટમાં સામેની તરફ ૨૦૦ રૂપિયાનો આંકડો તે સ્થાન ઉપર પણ છે, જે ત્યારે દેખાશે જયારે તમે નોટને પ્રકાશ તરફ કરીને જોશો. તે સ્થાન ઉપર મહાત્મા ગાંધીની તસ્વીર પણ દેખાશે.

૨. સામે વાળા ભાગમાં દેવનગરી લીપીમાં બસો લખેલું છે, તેવી રીતે પાછળના ભાગમાં પણ દેવનાગરીમાં બસો લખેલું છે.

૩. સામેની તરફ નોટની વચ્ચે મહાત્મા ગાંધીની તસ્વીર છપાયેલી છે અને ૨૦૦ રૂપિયાનો વોટરમાર્ક પણ છે.

૪. વાદળી રંગનો સુરક્ષા દોરો, જેની ઉપર ભારત અને આરબીઆઈ લખેલું છે. વાદળી રંગનો આ સુરક્ષા દોરો નોટને ત્રાંસી કરવાથી વાદળી રંગમાં ચમકે છે.

૫. મહાત્મા ગાંધીની તસ્વીરની બાજુમાં ગારંટી ક્લોઝ, ભારતીય રીઝર્વ બેંકના ગવર્નરના હસ્તાક્ષર, વચનના ક્લોઝ અને ભારતીય રીઝર્વ બેંકનું શીલ છે.

૬. સામેની તરફ જમણી તરફ નીચેની તરફ ૨૦૦ રૂપિયા લખ્યું છે, જેનો રંગ નોટને ત્રાંસી કરવાથી વાદળી રંગમાં દેખાવા લાગે છે.

૭. સામેની તરફ જમણી તરફ અશોક સ્તંભનું ચિન્હ છે.

૮. નોટનું છાપવાનું વર્ષ પાછળની તરફ ડાબી તરફ લખેલું છે. છાપકામ વર્ષની નીચે જ હિન્દીમાં બસો રૂપિયા લખ્યું છે.

૯. પાછળની તરફ અને ડાબી તરફ નીચેની તરફ સ્વચ્છ ભારતના લોકો એટલે ગાંધીજીના ચશ્માં બનેલા છે, જેમાં સ્વચ્છ ભારત લખેલું છે. તેની નીચે સ્વચ્છ ભારતના સુત્રો ‘એક કદમ સ્વચ્છતા કી ઓર’ લખેલું છે, જેની નીચે ભારતીય રીઝર્વ બેંક લખ્યું છે.

૧૦. ભાષાઓનું એક લીસ્ટ પણ આપવામાં આવ્યું છે, જે નોટની પાછળ વાળા ભાગમાં છે. અહિયાં ૧૫ ભાષાઓમાં બસો રૂપિયા લખ્યું છે, જેમાં હિન્દી નથી. એવી રીતે નોટ ઉપર કુલ ૧૬ ભાષાઓમાં બસો રૂપિયા લખ્યું છે.

૧૧. પાછળની તરફ સાંચી સ્તૂપની આકૃતિ બનેલી છે.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.