સાઉથની આ હિરોઈને પ્રેમના મેદાન પર બુમરાહને કર્યો ક્લીન બોલ્ડ.

0
2496

બોલીવુડ અને ક્રિકેટનો પહેલાથી જ ગાઢ સંબંધ રહેલો છે, પહેલા પણ ઘણા ક્રિકેટ ખેલાડીઓ અને બોલીવુડની હિરોઈનો વચ્ચે સંબંધો જોવા મળ્યા છે, જેમાં અમુક સંબંધ તો ઘણા સારા જોવા મળ્યા છે અને અને લોકો આજે પણ તેમના નામના ઉદાહરણ આપે છે. અને અમુક સંબંધ થોડા સમય માટે જ ચાલ્યા હતા.

હાલમાં જ એક એવા ક્રિકેટ ખેલાડીના સમાચારો મીડિયા ઉપર ખુબ જ ધૂમ મચાવી રહ્યા છે, તે ખેલાડી છે જસપ્રીત બુમરાહ જેનું નામ સાઉથની એક હિરોઈન સાથે ચર્ચામાં રહેલું છે, તો આજે અમે તમને તે ખેલાડી અને તે હિરોઈનની રીલેશનશીપ વિષે વિગતવાર જણાવવા જઈ રહ્યા છીએ.

જસપ્રીત બુમરાહ વિષે વાત કરીએ તો તે ભારતની ક્રિકેટ ટીમમાં ફાસ્ટ બોલર તરીકે હાલમા એક આધારભૂત બોલર માનવામાં આવે છે. અને તેની બોલિંગ પણ એટલી જ અસરકારક છે. હાલના સમયમાં ફાસ્ટ બોલરની યાદીમાં તેમનું નામ ઘણું આગળ છે.

સાઉથની એક હિરોઈને ટીમ ઇન્ડિયાના ઝડપી બોલર જસપ્રીત બુમ્રાહને પ્રેમની પીચ ઉપર બોલ્ડ કરી દીધો છે. મીડિયામાં ચાલી રહેલા સમાચારો મુજબ બુમરાહનું નામ સાઉથની હિરોઈન અનુપમા પરમેસવરન સાથે જોડવામાં આવી રહ્યું છે.

અહેવાલ મુજબ જસપ્રીત બુમરાહ અને અનુપમા પરમેસવરન બન્ને એક બીજાને ડેટ કરી રહ્યા છે. બન્નેના સંબંધની જાણ ત્યારે થઇ ગઈ છે, જયારથી જસપ્રીત બુમરાહે અનુપમા પરમેસવરનને ટ્વીટર ઉપર ફોલો કરવાનું શરુ કર્યું છે.

અનુપમા પરમેસવરને ૨૦૧૫માં મલયાલમ ફિલ્મ પ્રેમમથી પ્રવેશ કર્યો ત્યાર પછી અનુપમાએ ૨૦૧૬માં તેલુગુ ફિલ્મમાં પ્રવેશ કર્યો. તે દિવસે તે આસીસ્ટેન્ડ ડાયરેક્ટર તરીકે એક પ્રોડક્શન હાઉસ સાથે કામ કરી રહી છે.

તે પહેલા પણ જસપ્રીત બુમરાહનું નામ રાશી ખન્ના સાથે જોડવામાં આવ્યું હતું. બન્નેની રીલેશનશીપમાં હોવાના સમાચારો આવ્યા હતા. પરંતુ તેના વિષે રાશીએ કહ્યું હતું કે હું બસ એટલું સમજુ છું કે બુમરાહ ઘણો સારો ખેલાડી છે. તેનાથી વધુ હું તેને નથી ઓળખતી.

જસપ્રીત બુમરહ વિશ્વ કપ ૨૦૧૯માં અત્યાર સુધી બોલીંગના સારો દેખાવ કરી રહ્યા છે. ઓસ્ટ્રેલીયા વિરુદ્ધ તેમણે સુંદર બોલિંગ કરીને ત્રણ વિકેટ લીધી હતી.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે અમે હ્રદયપૂર્વક તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુમાં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે, અને પુણ્ય સમાન છે. કેમ કે તમારા શેરથી જો જોઈ એક પણ વ્યક્તિના જીવનમાં ઉપયોગમાં આવી જાય છે તો પણ ઘણું મોટું પુણ્યનું કામ કર્યા સમાન ગણાશે. તો તમે હ્રદયપૂર્વક શક્ય હોય એટલા વધુમાં વધુ લોકોને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.