સૌથી વધારે પગાર મેળવવા વાળા દુનિયાના 20 પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ, એકને મળે છે 11 કરોડ રૂપિયા

0
710

દરેક દેશના પોતાના પ્રમુખ નેતા હોય છે, જેની છબી દુનિયામાં એમના દેશને પ્રદર્શિત કરે છે. જો આપણે વાત કરીએ શક્તિઓના આધાર પર તો તે કોઈ દેશના રાષ્ટ્રપતિ હોઈ શકે છે, અથવા કોઈ પ્રધાનમંત્રી. દરેક દેશની સરકાર પોતાના રાષ્ટ્ર પ્રમુખને પગાર, ભથ્થું પણ આપે છે. શું તમે અંદાજો લગાવી શકો છો કે, રાષ્ટ્ર પ્રમુખોને કેટલો પગાર મળે છે? આજે અમે તમને દુનિયાના ૨૦ મોટા નેતાઓના પગાર વિષે જણાવીશું. આવો જોઈએ દુનિયાના ટોપ ૨૦ રાષ્ટ્રપતિ/પ્રધાનમંત્રીના પગાર.

20. એદુઆઈ ફિલિપ :

પદ – પ્રધાનમંત્રી, ફ્રાંસ

વાર્ષિક પગાર – 2,20,505 અમેરિકી ડોલર (લગભગ 1.57 કરોડ રૂપિયા)

દેશના પ્રતિ વ્યક્તિ જીડીપી – 40,145.94 અમેરિકી ડોલર (લગભગ 28.75 લાખ રૂપિયા)

ફ્રાંસમાં રાષ્ટ્રપતિ ઈમૈનુઅલ મૈક્રો રાષ્ટ્ર પ્રમુખ છે. એમની પાસે પ્રધાનમંત્રી ફિલિપ કરતા વધારે અધિકાર છે. પણ બંનેનો પગાર લગભગ બરાબર છે.

19. જિમ્મી મોરલ્સ :

પદ – રાષ્ટ્રપતિ, ગૌતમાલા.

વાર્ષિક પગાર – 2,27,099 અમેરિકી ડોલર (લગભગ 1.62 કરોડ રૂપિયા)

દેશના પ્રતિ વ્યક્તિ જીડીપી – 7,421.29 અમેરિકી ડોલર (લગભગ 5.31 લાખ રૂપિયા)

18. લિઓ વરાડકર :

પદ – પ્રધાનમંત્રી, આયરલેન્ડ.

વાર્ષિક પગાર – 2,34,447 અમેરિકી ડોલર (લગભગ 1.67 કરોડ રૂપિયા)

દેશની પ્રતિ વ્યક્તિ જીડીપી – 66,548.10 અમેરિકી ડોલર (લગભગ 47.65 લાખ રૂપિયા)

17. કૈટરીન જૈકોબ્સ્દોતિર :

પદ – પ્રધાનમંત્રી, આઇસલેન્ડ.

વાર્ષિક પગાર – 2,42,619 અમેરિકી ડોલર (લગભગ 1.73 કરોડ રૂપિયા)

દેશના પ્રતિ વ્યક્તિ જીડીપી – 49,704.76 અમેરિકી ડોલર (લગભગ 35.64 લાખ રૂપિયા)

આઇસલેન્ડમાં રાષ્ટ્રપતિનો મૂળ પગાર પ્રધાનમંત્રીથી વધારે છે. પણ અધિકાર પ્રધાનમંત્રી પાસે વધારે છે. રાજનીતિમાં આવવા પહેલા કૈટરીનનું કરિયર મીડિયા અને શૈક્ષણિક ક્ષેત્રમાં રહી ચૂક્યું છે.

16. સ્ટીફન લોફેન :

પદ – પ્રધાનમંત્રી, સ્વીડન.

વાર્ષિક પગાર – 2,44,615 અમેરિકી ડોલર (લગભગ 1.75 કરોડ રૂપિયા)

દેશના પ્રતિ વ્યક્તિ જીડીપી – 46,519.75 અમેરિકી ડોલર (લગભગ 33.35 લાખ રૂપિયા)

સ્ટીફને પોતાનું કરિયર એક વેલ્ડરના રૂપમાં શરુ કર્યું હતું. પણ જલ્દી જ ટ્રેડ યુનિયનના પ્રતિનિધિના રૂપમાં ઓળખ બનાવી લીધી અને રાજનીતિમાં આવી ગયા.

15. મેટ્ટે ફ્રેડેરિક્સેન :

પદ – પ્રધાનમંત્રી, ડેનમાર્ક.

વાર્ષિક પગાર – 2,49,774 અમેરિકી ડોલર (લગભગ 1.79 કરોડ રૂપિયા)

દેશની પ્રતિ વ્યક્તિ જીડીપી – 46,329.81 અમેરિકી ડોલર (લગભગ 33.22 લાખ રૂપિયા)

જોકે ડેનમાર્કની રાણી માર્ગ્રેથ 2 ને લગભગ 1.35 કરોડ અમેરિકી ડોલર (લગભગ 96.88 કરોડ રૂપિયા) પગાર મળે છે, પણ એમની પાસે કોઈ રાજનૈતિક પદ નથી. રાજનૈતિક રૂપમાં હાલમાં મેટ્ટે ડેનમાર્કના પ્રમુખ છે.

14. એડ્રિયન હસ્લર

પદ – પ્રધાનમંત્રી, લિસ્ટેંસ્ટીન (યુરોપિયન દેશ)

વાર્ષિક પગાર – 2,54,660 અમેરિકી ડોલર (લગભગ 1.82 કરોડ રૂપિયા)

એડ્રિયન રાજનીતિમાં આવવા પહેલા બેંકર હતા.

13. સોફી વિલ્મ્સ :

પદ – પ્રધાનમંત્રી, બેલ્જીયમ

વાર્ષિક પગાર – 2,62,964 અમેરિકી ડોલર (લગભગ 1.88 કરોડ રૂપિયા)

દેશની પ્રતિ વ્યક્તિ જીડીપી – 42,497.40 અમેરિકી ડોલર (લગભગ 30.47 લાખ રૂપિયા)

બેલ્જીયમ લોકો પર દુનિયામાં સૌથી વધારે ટેક્સ લગાવવા વાળો દેશ છે.

12. જસ્ટિન ટ્રુડો :

પદ – પ્રધાનમંત્રી, કેનેડા

વાર્ષિક પગાર – 2,67,041 અમેરિકી ડોલર (લગભગ 1.91 કરોડ રૂપિયા)

દેશની પ્રતિ વ્યક્તિ જીડીપી – 44,134.80 અમેરિકી ડોલર (લગભગ 31.64 લાખ રૂપિયા)

11. સિરિલ રામાફોસા :

પદ – રાષ્ટ્રપતિ, દક્ષિણ આફ્રિકા

વાર્ષિક પગાર – 2,73,470 અમેરિકી ડોલર (લગભગ 1.96 કરોડ રૂપિયા)

દેશની પ્રતિ વ્યક્તિ જીડીપી – 12,317.97 અમેરિકી ડોલર (લગભગ 8.83 લાખ રૂપિયા)

10. જેવિયર બેટલ :

પદ – પ્રધાનમંત્રી, લગ્ઝમબર્ગ

વાર્ષિક પગાર – 2,78,035 અમેરિકી ડોલર, લગભગ 1.99 કરોડ રૂપિયા

દેશની પ્રતિ વ્યક્તિ જીડીપી – 93,891.49 અમેરિકી ડોલર, લગભગ 67.32 લાખ રૂપિયા

પોતાના નેતા પ્રમુખને સૌથી વધારે પગાર આપવા વાળા ટોપ 10 દેશોમાં આ સૌથી નાનો દેશ છે. અહીના દરેક નાગરિક પાસે સારી એવી સંપત્તિ છે.

9. બ્રિગિટ બિયર્લીન :

પદ – ચાંસલર, ઓસ્ટ્રિયા

વાર્ષિક પગાર – 3,28,584 અમેરિકી ડોલર, લગભગ 2.35 કરોડ રૂપિયા

દેશની પ્રતિ વ્યક્તિ જીડીપી – 45,478.96 અમેરિકી ડોલર, લગભગ 32.61 લાખ રૂપિયા

8. મોહમમદ ઔલદ ગજૌની

પદ – રાષ્ટ્રપતિ, મોરિટાનિયા (આફ્રિકન દેશ)

વાર્ષિક પગાર – 3,30,000 અમેરિકન ડોલર (લગભગ 2.36 કરોડ રૂપિયા)

દેશની પ્રતિ વ્યક્તિ જીડીપી – 3,655.37 અમેરિકી ડોલર (લગભગ 2.62 લાખ રૂપિયા)

મોરિટાનિયાના ચીન સાથે સારા સંબંધ છે. બંને દેશોનું નૈતૃત્વ પણ મજબુત છે. પણ જીડીપીની બાબતમાં ચીન મોરિટાનિયા કરતા લગભગ 2400 ગણુ આગળ છે. છતાં પણ ચીનના રાષ્ટ્રપતિ અને મોરિટાનિયાના રાષ્ટ્રપતિની કમાણીમાં વધારે અંતર નથી.

7. જેસિંડા અર્ડર્ન :

પદ – પ્રધાનમંત્રી, ન્યુઝીલેન્ડ

વાર્ષિક પગાર – 3,39,862 અમેરિકી ડોલર (લગભગ 2.43 કરોડ રૂપિયા)

દેશની પ્રતિ વ્યક્તિ જીડીપી – 35,244.99 અમેરિકી ડોલર (લગભગ 25.27 લાખ રૂપિયા)

6. એંજેલા મર્કેલ :

પદ – ચાંસલર, જર્મની

વાર્ષિક પગાર – 3,69,727 અમેરિકી ડોલર (લગભગ 2.65 કરોડ રૂપિયા)

દેશની પ્રતિ વ્યક્તિ જીડીપી – 46,719.29 અમેરિકી ડોલર (લગભગ 33.50 લાખ રૂપિયા)

5. સ્કોટ મોરિસન :

પદ – પ્રધાનમંત્રી, ઓસ્ટ્રેલિયા

વાર્ષિક પગાર – 3,78,415 અમેરિકી ડોલર (લગભગ 2.71 કરોડ રૂપિયા)

દેશની પ્રતિ વ્યક્તિ જીડીપી – 46,554.63 અમેરિકી ડોલર (લગભગ 33.38 લાખ રૂપિયા)

4. ડોનાલ્ડ ટ્રમ્પ :

પદ – રાષ્ટ્રપતિ, અમેરિકા

વાર્ષિક પગાર – 4,00,000 અમેરિકી ડોલર (લગભગ 2.86 કરોડ રૂપિયા)

દેશની પ્રતિ વ્યક્તિ જીડીપી – 54,440.90 અમેરિકી ડોલર (લગભગ 39.03 લાખ રૂપિયા)

3. ઉલી મૌરર :

પદ -રાષ્ટ્રપતિ, સ્વિટ્ઝરલેન્ડ

વાર્ષિક પગાર – 4,82,958 અમેરિકી ડોલર (લગભગ 3.46 કરોડ રૂપિયા)

દેશની પ્રતિ વ્યક્તિ જીડીપી – 56,473.64 અમેરિકી ડોલર (લગભગ 40.49 લાખ રૂપિયા)

2. કૈરી લૈમ :

પદ – ચીફ એક્ઝિક્યુટિવ, હોંગ કોંગ

વાર્ષિક પગાર – 5,68,400 અમેરિકી ડોલર (લગભગ 4.07 કરોડ રૂપિયા)

દેશની પ્રતિ વ્યક્તિ જીડીપી – 57,081.14 અમેરિકી ડોલર (લગભગ 40.93 લાખ રૂપિયા)

1. લી સિયન લુંગ :

પદ – પ્રધાનમંત્રી, સિંગાપુર

વાર્ષિક પગાર – 16,10,000 અમેરિકી ડોલર (લગભગ 11.54 કરોડ રૂપિયા)

દેશની પ્રતિ વ્યક્તિ જીડીપી – 57,081.14 અમેરિકી ડોલર (લગભગ 62.25 લાખ રૂપિયા)

ઉપર આપેલી સૂચિ સાઉદી અરબ, કુવૈત, યુએઈ સહીત અમુક દેશોને છોડીને તૈયાર કરવામાં આવી છે. આ આંકડા સંબંધિત દેશોની વેબસાઈટ અને આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ સહીત અન્ય સંસ્થાઓ દ્વારા જાહેર કરેલા આંકડાઓના આધાર પર કાઢવામાં આવ્યા છે. સમય અને અંતરાળ અનુસાર આ આંકડામાં પરિવર્તન સંભવ છે.

આ માહિતી ફીરકી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.