સૌરાષ્ટ્રમાં થતું આ શાક નથી ખાધું, તો કાંઈ નથી ખાધું, જાણો આ ગુણાકારી શાક વિષે.

0
699

જે લોકો સૌરાષ્ટ્રમાં રહેતા હોય, કાઠિયાવાડી હોય અને ગામડામાં રહેલ હોય એમણે કદાચ ડાંભાનું શાક ખાધું ના હોય ના બને. આમ તો આ અમીર ને ગરીબ લોકો માટે ફળિયામાં ને વાડી ને શેઢે ઉગતુ કુદરતી છોડ છે. (મોટે ભાગે ગામડે ગરીબ માનવને માટે મફત કે સસ્તું મળતું શાકભાજી.)

ડાંભાના પાંદડાંની ભાજી થાય ને એની ડાળખીને ઉપરની જો કડક હોય તો છાલ થોડી છોલીને કુણી ડાળખી હોય તો નાના નાના ટુકડા કરી, જેમ સરગવાની શીંગનું શાક કરીએ એવી રીતે ચણાના લોટની આંટી દઈને ખૂબ સ્વાદિષ્ટ શાક બને. તેને બાજરાના રોટલા સાથે ગામડે જમતા હતા.

છાશની જે કઢી બનાવે એમાં પણ ડાંભાના ટુકડાનાંખી ડાંભા કઢી પણ બહુ મજા આવે છે. આવી જાણકારી આપવાનો હેતું નવી પેઢીને કદાચ ફાસ્ટફુડના જમાનામાં આપણી જુની પેઢી જે ઔષધીય ગુણોવાળી શાકભાજી ખાતા, એ ખ્યાલ આવે ને જીવનમાં મોકો મળે તો ગામડે જાય ત્યારે આ સ્વાદનો અનુભવ લઈ શકે.

– ગોરધનભાઇ સેંજલીયા.

મિત્રો, જણાવી દઈએ કે ડાંભા મહુવા, રાજુલા બાજુ થાય છે. તંદુરસ્ત છોડ ચાર-પાંચ ફૂટ ઊંચા થાય. પાનની ભાજીને ડાન્ડલીનું ચણાનો લોટ, છાશ નાખીને શાક બને. આ છોડ રાજગરાની જાત છે. દેખાવ પણ એવો જ.