યુદ્ધમાં ખાલી થઇ ગઈ હતી સતપાલ સિંહની બંદૂકની ગોળીઓ, 4 પાકિસ્તાનીઓને લાત-મુક્કાથી મારી પછાડ્યા

0
568

હાલમાં જ કારગિલ વિજયને 20 વર્ષ થયા છે. 8 મે થી 26 જુલાઈ સુધી ચાલેલા કારગિલ યુદ્ધમાં 7 જુલાઈનો દિવસ ભારતીય શોર્ય ગાથામાં જરૂર લખવામાં આવશે. પંજાબના એક વીર સૈનિકે આ દિવસે પોતાના અદ્દભુત સાહસનો પરિચય આપતા માં ભારતીને ગૌરવ અપાવ્યું હતું.

કિસ્તાન તરફથી કરવામાં આવેલા હુમલાનો જવાબ આપતા સમયે સતપાલ સિંહની એલએમજીની ગોળીઓ પુરી થઈ ગઈ હતી. ત્યારે બંદૂકને એક તરફ મૂકીને સતપાલ સિંહ પાકિસ્તાનીઓ સાથે લડ્યા અને લાત-મુક્કાથી મારીને 4 હુમલાખોરોને જમીનદોસ્ત કરી દીધા. એમના આ પરાક્રમ માટે એમને વીર ચક્રથી સમ્માનિત કરવામાં આવ્યા હતા.

સતપાલ સિંહના જણાવ્યા અનુસાર યુદ્ધ દરમ્યાન જયારે 19 ગ્રેનેડિયર્સની ટુકડી ટાઇગર હિલ પર તિરંગો ફરકાવવાની તૈયારીમાં હતી, તો 8 સીખ રેજિમેન્ટની એક ટુકડીને મદદ માટે જવાનો આદેશ મળ્યો. આ ખાસ ટુકડીમાં સતપાલ સિંહ હતા. 2 ઓફિસર, 4 જેસીઓ અને 46 બીજા રેન્કના જવાનોની ટુકડી 5 જુલાઈની સાંજે ટાઇગર હિલ તરફ રવાના થઇ. 7 જુલાઈના રોજ ભારતીય ટુકડીને પાછળ હટાવવા માટે પાકિસ્તાન તરફથી કાઉન્ટર અટેક કરવામાં આવ્યો.

એક પછી એકને હરાવીને નિશાનો અમારા પર હતો. ઘણા ઓફિસરો અને જેસીઓ સહીત 8 લોકોના શહીદ થયા પછી અને માથામાં ગોળી લાગી હોવા છતાં સુબેદાર નિર્મલ સિંહે કમાન્ડ પોતાના હાથમાં લીધો. ‘બોલે સો નિહાલ-સત શ્રી અકાલ’ નો નારો બોલતા અમે આગળ વધવા લાગ્યા.

સતપાલની એલએમજી(લાઈટ મશીન ગન) માં ફક્ત ચાર ગોળીઓ બચી હતી. અને પાકિસ્તાન તરફથી લાંબો અને કદ-કાઠી વાળો એક ઓફિસર ફાયરિંગ સાથે કવરિંગ મેથડની સાથે તાબડતોડ હુમલો કરી રહ્યો હતો. વાત બંને તરફથી ગાળો અને મારા મારી પર આવી ગઈ. સતપાલે એ ઓફિસરને દબોચીને જમીન પર પછાડ્યો. ત્યારબાદ એના બીજા ત્રણ સાથીઓએ એમની પર હુમલો કર્યો. એમણે એ ત્રણેયને પણ જમીન પર પછાડ્યા. ચારેય જણાને બેલ્ટ તેમજ લાતો અને મુક્કાથી ખરાબ રીતે માર્યા.

આ વાતની ખબર ફેલાતા પાકિસ્તાની ટુકડીની હિંમત તૂટી. પાછળથી એમને ખબર પડી કે મૃત્યુ પામેલા એક વ્યક્તિ શેર ખાંને પાકિસ્તાનના સર્વોચ્ચ સમ્માન નિશાન-એ-હૈદરથી સમ્માનિત કરવામાં આવ્યો હતો. તે ટુકડીનો કેપ્ટ્ન હતો. સતપાલ અનુસાર એમની બહાદુરીને જોતા 1999 માં જ રાષ્ટ્રપતિ કે આર નારાયણને એમને વીર ચક્રથી સમ્માનિત કર્યા હતા.

બ્રિગેડિયરે કરી હતી વીર ચક્ર માટે ભલામણ :

સતપાલ સિંહને વીર ચક્રથી સમ્માનિત કરવામાં આવ્યા હતા. એમને આ સમ્માન તત્કાલીન બ્રિગેડિયર એમપીએસ બાજવાની ભલામણ પર મળ્યું. પૂર્વ બ્રિગેડિયર બાજવા કહેતા હતા, ‘ટાઇગર હિલ પર સતપાલના અદ્દભુત સાહસ અને શૌર્યને જોતા મેં એમનું નામ વીર ચક્ર માટે માર્ક કર્યું હતું.’

ખાસ દિવસે મળ્યું ખાસ સમ્માન :

સતપાલ સિંહ અત્યારે સંગરુર જિલ્લાના ભવાનીગઢમાં ટ્રાફિક પોલીસમાં હેડ કોન્સ્ટેબલ છે. અહીં કારગિલ વિજય દિવસના અવસર પર એમને સમ્માન મળ્યું છે. ચંડીગઢમાં વાર મેમોરિયલ પર શહીદોને નમન કર્યા પછી મુખ્યમંત્રી કેપ્ટ્ન અમરિંદર સિંહે સતપાલને હેડ પ્રમોટ કરીને એએસઆઇ બનાવવાની જાહેરાત કરી છે. જો કે આ ખુશખબર સતપાલ સિંહને પટિયાલા ઈન્ટરનેટ કોલંગ મારફતે મળી.

સતપાલ સિંહ અને એમનો પરિવાર :

હાલના દિવસોમાં સંગરુર જિલ્લાના ભવાનીગઢમાં ચાર રસ્તા પર લોકોને ટ્રાફિક રૂલ્સ ફોલો કરાવવાની જવાબદારી સંભાળતા સતપાલ સિંહ કોઈ સામાન્ય પોલીસવાળા નથી. છાતી પર ચાર મેડલ છે. ઉપરની પટ્ટીનો રંગ અડધો વાદળી અને અડધો નારંગી છે, એટલે કે વીર ચક્ર. તે મૂળરૂપથી પટિયાલા જિલ્લાના ફતેહપુર ગામ સાથે સંબંધ રાખે છે.

સતપાલ સિંહની 70 વર્ષની માતા ગુરુદેવ કૌર, પત્ની હરવિંદર કોર અને ત્રણ બાળકો પટિયાલામાં રહે છે. ત્રણ બાળકોમાં સૌથી મોટો દીકરો મનિંદર સિંહ 25 વર્ષનો છે. બે દીકરીઓમાં મોટી દીકરી કોમલપ્રીત કૌર 22 વર્ષની છે, તો સૌથી નાની અર્શદીપ કૌર 19 વર્ષની છે.

પહેલા પિતા સેનામાં જવાન હતા પછી દીકરો :

સતપાલ સિંહ જણાવે છે કે, એમના પિતા અજાયબ સિંહે પણ 1961 થી 1981 સુધી સેનામાં રહીને ભારત માં ની સેવા કરી છે. 1965 અને 1971 ની બંને લડાઈમાં એમણે યોગદાન આપ્યું. એ પછી પિતાના પગલે ચાલીને 1992 માં તેઓ સેનામાં જોડાયા. 2009 માં સર્વિસ પુરી કર્યા પછી સેનાના સિપાઈના પદ પરથી રીટાયર થયેલા સતપાલ સિંહ 2010 માં એક્સ સર્વિસ કોટાથી પંજાબ પોલીસમાં જોડાયા. હાલના દિવસોમાં તે પંજાબ પોલીસની ટ્રાફિક વિંગમાં હેડ કોસ્ટેબલ છે.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.