જાણીતી સિરિયલ સાથ નિભાના સાથિયાની અભિનેત્રીની હાલત થઇ ગઈ છે આવી, ફોટા જોઈને તમે ઓળખી નહિ શકો

0
3256

મિત્રો હમણાં એવી સ્થિતિ જોવા મળે છે કે ફિલ્મો કરતા ટીવી સીરીયલ વધારે લોકપ્રિય બનતી જઈ રહી છે. અને એ આપણા જીવનનો એક એવો ભાગ બનતી જઈ રહી છે, કે અમુક સિરીયલો પૂરી થયા પછી પણ આપણા દિલમાં ઘણા વર્ષો સુધી રાજ કરે છે. અને એવી જ એક સીરીયલ છે સાથ નિભાના સાથીયા, જો કે હવે નથી આવતી, પણ તેના કલાકારો આજે પણ આપણા દિલમાં રાજ કરે છે.

અને જે લોકોને આ સીરીયલ જોવાની પસંદ હતી એ લોકો એની સાથે જોડાયેલી દરેક નાની મોટી જાણકારી મેળવવા માંગે છે. એટલે આજે અમે તમારા માટે સાથ નિભાના સાથીયાની ચુલબુલી ભૂમિકા વાળા પાત્ર એક સાથે જોડાયેલી થોડી વિશેષ જાણકારીઓ લઈને આવ્યા છીએ. તો આવો જાણીએ કે અમારા આ લેખમાં શું વિશેષ છે?

ફિલ્મોની જેમ ટીવી ઇન્ડસ્ટ્રીમાં પણ ઘણી બધી એવી અભિનેત્રીઓ છે, જેમણે ખુબ ઓછા સમયમાં લોકોના દિલ ઉપર રાજ પણ કર્યુ છે. પણ એમાંથી અમુક સમય જતા આ ઇન્ડસ્ટ્રીથી દુર થઇ ગઈ છે. એમણે ખુબ જલ્દી લોકો સાથે સંબંધ તોડી લીધો, જેને કારણે જયારે તે ફરી વખત પાછા ફરે છે, તો લોકો તેને ઓળખી પણ શકતા નથી. સાથ નિભાના સાથીયા સીરીયલે પણ લાંબા સમય સુધી લોકોના દિલમાં રાજ કર્યુ છે. અને આજે અમે એ સીરીયલ માંની જ અભિનેત્રી વિષે તમને જણાવવાં જઈ રહ્યા છીએ.

તો મિત્રો તમને સાથ નિભાના સાથીયામાં આવતું રાસીનું પાત્ર તો યાદ જ હશે? એ રાસીનું પાત્ર નિભાવનારી રુચા હવે પડદાથી દુર થઇ ગઈ છે. અને એમના અભિનયને લોકો દ્વારા ઘણો પસંદ કરવામાં આવ્યો હતો, જેના કારણે આજે પણ લોકો તેને યાદ કરે છે. તે સીરીયલમાં ગોપીને ખુબહેરાન કરતી હતી, જેને કારણે તે નફરતનો પણ ભોગ બની હતી. પણ જયારે સીરીયલ પૂરી થઇ રહી હતી તો તેના સ્વભાવમાં ઘણો ફેરફાર કરી નાખ્યો હતો, જેના કારણે જતા જતા તેમણે પણ લોકોના દિલમાં સ્થાન મેળવી લીધું હતું.

જાણકારી માટે જણાવી દઈએ કે, રુચાએ વર્ષ ૨૦૧૫ માં પોતાના બાળપણના મિત્ર રાહુલ સાથે લગ્ન કર્યા છે. અને ત્યારબાદ તે પોતાના લગ્ન જીવનમાં ઘણી જ વ્યસ્ત થઇ ગઈ છે. મળેલી જાણકારી અનુસાર રાહુલ અને રુચા પહેલા મિત્ર હતા. અને પછી એમની મિત્રતા પ્રેમમાં પરિવર્તિત થઈ અને એમણે લગ્ન કરવાનો નિર્ણય કર્યો. આજે બંને જણા પોતાના લગ્ન જીવનનો આનંદ લઇ રહ્યા છે.

પણ રુચાના ચાહકો આજે પણ તેને પડદા ઉપર જોવા માટે તડપી રહ્યા છે. અને એમના ચાહકો માટે દુઃખની વાત એ છે કે. તે ફરી પડદા પર આવવાની નથી. આમ તો કોઈ પણ વ્યક્તિના લગ્ન પછી એમના જીવનમાં ઘણું બધું બદલાઈ જાય છે. એવું જ કાંઈક રુચા સાથે પણ થયું. રુચાએ લગ્ન પછી અભિનય છોડી દીધો. પણ એમણે પોતાની મરજીથી અભિનય છોડયો છે કે, કુટુંબનું દબાણ હતું તે કહી નથી શકાતું.

પણ રુચા તેના વિષે સ્પષ્ટતા કરી ચુકી છે કે, તે હવે અભિનયની દુનિયા સાથે જોડાવા નથી માંગતી. તેવામાં રુચાના એ ખુલાસાએ તેના ચાહકોને ઘણા નિરાશ કરી દીધા છે. કારણ કે તેના ચાહકો તો એવું ઈચ્છતા હતા કે તે જલ્દી પાછી ફરે. રુચાના લગ્નના ત્રણ વર્ષથી વધુ સમય થઇ ગયો, તેવામાં હવે રુચાનો પડદા ઉપર પાછા ફરવાનો કોઈ મુડ નથી જોવા મળતો. આમ તો સોશિયલ મીડિયા ઉપર એક્ટીવ રહે છે.