સામાન્ય માણસ કાજુની કિંમત સાંભળીને ડરી જાય છે, પરંતુ ભારતના આ શહેરમાં કાંદા-બટાકા કરતા સસ્તા છે કાજુ.

0
1800

દરેક લોકોને સૂકા મેવા ખાવાનો શોખ તો હોય જ છે. અને પૈસાદાર માણસોને ત્યાં દાણા ચણાની જેમ સુકા મેવા વપરાતા હોય છે, તો મધ્યમવર્ગ અને ગરીબ લોકોના ઘરે કોઈ ખાસ અવસર પર સુકા મેવા ખવાતા હોય છે. કારણ કે એની કિંમત સાંભળીને સામાન્ય માણસ એને ખરીદવાથી દૂર રહે છે, અથવા તો ખુબ જ ઓછી માત્રામાં ખરીદી પોતાની જરૂરિયાત પુરી કરે છે. અને સૂકા મેવામાં હંમેશા કાજુ ઘણા મોંઘા સાબિત થાય છે. એવામાં કોઈ કહે કે કાજુની કિંમત કાંદા-બટાકા કરતા પણ ઓછી છે તો કદાચ જ કોઈ વિશ્વાસ કરે.

મળેલી માહિતી અનુસાર દિલ્લીમાં લોકો 800 થી 1000 રૂપિયા કિલોના હિસાબે કાજુ ખરીદે છે. પણ દિલ્લીથી 1200 કિલોમીટર દૂર ઝારખંડમાં કાજુ ઘણા સસ્તા મળે છે. તમને વિશ્વાસ નહિ થાય પણ ઝારખંડના જામતાડા જિલ્લામાં કાજુ 10 થી 12 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાય છે.

જામતાડાના નાલા વિસ્તારમાં લગભગ 49 એકર જમીન પર કાજુના પ્લાન્ટેશન છે. પ્લાન્ટેશનમાં કામ કરવાવાળા બાળકો અને મહિલાઓ કાજુને એકદમ સસ્તા ભાવે વેચી દે છે. જણાવી દઈએ કે પ્લાન્ટેશન જામતાડા બ્લોક મુખ્યાલયથી 4 કિલોમીટર દૂર છે.

મિત્રો અહીં કાજુની ખેતીની શરૂઆત થવાની વાર્તા પણ ઘણી રસપ્રદ છે. તમને એના વિષે જાણકારી આપી દઈએ. જામતાડામાં કાજુનું આટલું મોટું ઉત્પાદન થોડા જ વર્ષોની મહેનત પછી શરુ થયું છે. આ વિસ્તારના લોકો જણાવે છે કે, જામતાડાના પૂર્વ નાયબ કમિશનર કૃપાનંદ ઝાને કાજુ ખાવા ઘણા પસંદ હતા.

એ કારણથી તેઓ ઈચ્છતા હતા કે જામતાડામાં કાજુના પ્લાન્ટેશન નાખવામાં આવે, તો તે તાજા અને સસ્તા કાજુ ખાઈ શકશે. આથી કૃપાનંદ ઝાએ ઓડિશામાં કાજુની ખેતી કરવાવાળા લોકો સાથે મુલાકાત કરી. ત્યારબાદ તેમણે કૃષિ વૈજ્ઞાનિકો પાસે જામતાડાની ભૌગોલિક સ્થિતિની તાપસ પણ કરાવડાવી. અને પછી અહીંયા કાજુની ખેતી શરુ કરવામાં આવી. અને જોત-જોતામાં તો થોડા વર્ષોમાં જ કાજુની મોટા પાયે ખેતી થવા લાગી.

ત્યારબાદ કૃપાનંદ ઝાના અહીંથી ગયા પછી નિમાઈ ચંદ્ર ઘોષ એન્ડ કંપનીને ફક્ત ત્રણ લાખ રૂપિયાની ચુકવણી પર ત્રણ વર્ષ માટે પ્લાન્ટેશનની દેખરેખ કરવાની જવાબદારી સોંપવામાં આવી. જણાવી દઈએ કે, એક અનુમાન પ્રમાણે પ્લાન્ટેશનમાં દર વર્ષે હજારો કવીન્ટલ કાજુની ખેતી થાય છે. પણ દેખરેખનાં અભાવે અહીંથી પસાર થતા લોકો અને સ્થાનિક લોકો કાજુ તોડીને લઈ જાય છે.

તેમજ કાજુના પ્લાન્ટેશન સાથે જોડાયેલા લોકોએ ઘણી વાર રાજ્ય સરકારને એમના પાકની સુરક્ષા માટે વાત કરી, પણ એ બાબતે કોઈ ખાસ ધ્યાન આપવામાં આવ્યું નથી. ગયા વર્ષે સરકારે નાલા વિસ્તારમાં 100 હેકટર જમીન પર કાજુના છોડ લગાવવાની વાત કરી હતી. પ્લાન્ટેશનની બધી તૈયારી વિભાગે પુરી કરી લીધી છે. નેશનલ પ્લાન્ટેશન મિશન હેઠળ કાજુના છોડ રોપવાની જવાબદારી જીલ્લા કૃષિ વિભાગને આપવામાં આવી, પરંતુ હજુ સુધી એની પર કામ શરુ થયું નથી.

સરકાર આ વિસ્તારના ખેડૂતોની હાલત સુધારવા માટે અહીં કાજુના પ્લાન્ટેશનને વધારવા અને વ્યવસ્થિત ભાવ અપાવવા વચન આપી રહી છે. પણ થતું કંઈ નથી.