સસરા અને વહુએ એકબીજા સાથે રોમાન્ટિક અંદાજમાં કર્યો ડાંસ, તો લોકો બોલ્યા આ શું ધતિંગ છે?

0
208

અનુપમાની કીંજલ વહુએ સસરા સાથે લગાવ્યા ઠુમકા, બંનેનો રોમાન્ટિક અંદાજ જોઈ લોકો બોલ્યા શરમ કરો…

એક સસરા અને વહુ વચ્ચેનો સંબંધ બાપ દીકરી જેવો હોય છે. બંને એક બીજા પ્રત્યે માન સન્માન અને મર્યાદાની ભાવના રાખે છે. એવું ઘણું ઓછું બને છે જ્યારે વહુ પોતાના સસરા સાથે ડાંસ કરે છે. અને તે પણ નોર્મલ ડાંસ નહિ પણ રોમાન્ટિક ડાંસ. આ દ્રશ્ય તમે ક્યારેય જોયું નહિ હોય. પણ આજે અમે તમને એક એવી વહુનો પરિચય કરાવવા જઈ રહ્યા છીએ જેણે પોતાના સસરા સાથે રોમાન્ટિક અંદાજમાં ઠુમકા લગાવે છે. આ ડાંસનો વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર ઘણો શેર થઇ રહ્યો છે.

ખાસ કરીને અહિયાં જે વહુની વાત કરી રહ્યા છીએ તે કોઈ બીજી નહિ પણ ફેમસ ટીવી શો અનુપમાની કિંજલ ઉર્ફ નિધિ શાહ છે. નિધિનો આ વિડીયો હાલના દિવસોમાં સોશિયલ મીડિયા ઉપર છવાયેલો છે. આ વિડીયોમાં તે પોતાના ઓન સ્ક્રીન સસરા વનરાજ સાથે રોમાન્ટિક સ્ટાઈલમાં ડાંસ કરતી દેખાઈ રહી છે.

ટીવી શો અનુપમા દર્શકો વચ્ચે ઘણો પોપ્યુલર છે. આ શો લગભગ દર અઠવાડિયે ટીઆરપીની યાદીમાં ટોપ 10 માં રહે છે. આ શો જોવાનું દર્શક ખુબ પસંદ કરે છે. એ કારણ છે કે શો માં તમામ કલાકારો પણ હંમેશા સમાચારોમાં છવાયેલા રહે છે. દર્શકો શો માં કામ કરવા વાળા દરેક કલાકારોના અંગત જીવનમાં પણ રસ ધરાવે છે. હાલના દિવસોમાં શો માં કીંજલનું પાત્ર ભજવનારી અભિનેત્રી નિધિ શાહનો એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર છવાયેલો છે. નિધિ આ વિડીયોમાં પોતાના ઓનસ્ક્રીન સસરાજી વનરાજ સાથે જોરદાર અંદાજમાં નાચવાને કારણે ચર્ચાનો વિષય બનેલી છે.

ઓનસ્ક્રીન સસરા સાથે ડાંસનો આ વિડીયો નિધિ શાહે પોતાના ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર શેર કર્યો છે. આ વિડીયોમાં અનુપમા શો માં સસરાનું પાત્ર ભજવવા વાળા કલાકાર સુધાંશુ પાંડે પોતાની ઓનસ્ક્રીન વહુ કિંજલ ઉર્ફ નિધિ શાહ સાથે રોમાન્ટિક અંદાજમાં નાચતા દેખાઈ રહ્યા છે. સુધાંશુ અને નિધિને સાથે નાચતા જોઈ એવું નથી લાગતું કે, તે બંને ઓનસ્ક્રીન સસરા વહુ છે. તેમની જોડીને જોઈને લોકોને એવું લાગે છે કે સમજો કે તે બંને કપલ છે.

બંનેનો આ ડાંસ વિડીયો સોશિયલ મીડિયા ઉપર ધૂમ મચાવી રહ્યો છે. જેમાં કેટલાક લોકોને આ વિડીયો ઘણો પસંદ આવી રહ્યો છે અને કેટલાક ટ્રોલિંગ કરવાથી પાછા નથી પડતા. તે લોકોને એ વાત પચી રહી નથી કે નિધિએ પોતાના ઓનસ્ક્રીન સસરા સાથે આવો રોમાંટિક ડાંસ ખરેખર કેવી રીતે કરી લીધો. એટલે એક યુઝરે લખ્યું કે, ભાઈ તારા દીકરાની વહુ છે, થોડી તો શરમ કર. અને અન્ય એક યુઝરે લખ્યું, લાગે છે હવે કાવ્યાને જણાવવું પડશે. પછી એક યુઝર લખે છે, ક્યારેક ક્યારેક કલાકારો માટે તેમના પાત્રોને ભૂલીને થોડી મસ્તી કરવી પણ જરૂરી હોય છે.

ઓનસ્ક્રીન સસરા વહુના આ વિડીયોને અત્યાર સુધી બે લાખથી વધુ લાઈક્સ મળી છે. ફેન્સ આ વિડીયો ઉપર સતત કમેન્ટ કરી રહ્યા છે. તમારા હિસાબે ઓનસ્ક્રીન વહુ સસરાનો આ રીતે ડાંસ કરવો યોગ્ય છે કે ખોટું? તે અમને કમેન્ટ કરી જરૂર જણાવજો.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.