સરથાણામાં થયેલી આગની દુર્ઘટનાને પાટીદારો સાથે જોડી ખોટા મેસેજ વાયરલ કરનાર રેડિયો જોકી ફસાયો

0
802

સુરતમાં સરથાણામાં થોડા દિવસ અગાઉ થયેલી આગની દુર્ઘટનામાં ૨૨ નિર્દોષ બાળકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. અને આ દુ:ખદ ઘટનાએ દેશના દરેક લોકોની આંખમાં આંસુ લાવી દીધા છે. સરકાર તરફથી મૃતક બાળકના પરિવારને આર્થિક મદદ પૂરી પાડવાની જાહેરાત કરવામાં આવી છે. પણ તંત્રની અને એ ટ્યુશન કલાસીસના માલિકોની બેદરકારીને કારણે આ બાળકોનો જીવ ગયો છે, એ તો ફરી નહિ આવે શકે.

આ દુર્ઘટના પછી ઘણા બધા લોકોએ એ બાળકોની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી છે. તેમજ ઘણા બધા લોકોએ સોશિયલ મીડિયાના માધ્મથી તંત્રની બેદરકારી પર આક્રોશ વ્યક્ત કર્યો છે. ઘણા લોકો જોયા વિચાર્યા વગર એવું પણ કહ્યું જે લોકો એમનો વિડીયો બનાવવામાં વ્યસ્ત હતા, અને ત્યાં ઉભેલા લોકોએ બાળકોને બચવવા માટે કાંઈ કર્યું નથી. પણ હકીકત એ છે કે ફાયર બ્રિગેડ વાળા આવે એ પહેલા અને પછી પણ ત્યાં રહેલા લોકોએ પોતાના તરફથી શક્ય મદદ કરી છે.

અને આ બધા વચ્ચે એક આરજે (રેડિયો જોકી) ખોટા મેસેજ વાયરલ કરીને ભેરવાયો છે. એણે પોતાના વિડીયોમાં પાટીદારોને આ ઘટના વિષે જવાબદાર ગણાવ્યા હતા. પણ એના વિરુદ્ધ કાર્યવાહી થતા એણે પોતાના આ પગલા વિરુદ્ધ માફી માંગવી પડી. મિત્રો સરથાણામાં થયેલી આગની દુર્ઘટનામાં ફાયરબ્રિગેડની હાઇડ્રોલિક ક્રેન બિલ્ડીંગના ચોથા માળ સુધી પહોંચી શકી ન હતી, અને બાળકોએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો. અને આ બાબતે ઘણા પ્રશ્નો ઉઠી રહ્યા છે.

પણ આ રેડિયો જોકીએ પ્રસિદ્ધી મેળવવા માટે એક વિડીયો બનાવીને વાયરલ કર્યો હતો, જેમાં એણે એવું કહ્યું કે વરાછામાં ૨૦૧૫ માં પાટીદાર આંદોલન દરમ્યાન પાટીદાર સમાજના લોકોએ ફાયરની ક્રેનને આગ લગાવી દીધી હતી. એટલે અહીંથી ક્રેન હટાવી દેવામાં આવી હતી. ત્યાબાદ એ રેડિયો જોકીએ કહ્યું કે, એ લોકોની ભૂલને કારણે આ નિર્દોષ બાળકોએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે.

અને એનો આવી ટીપ્પણી વાળો વિડીયો જોયા પછી વરાછા વિસ્તારના એક એનજીઓ કાર્યકરે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં એ આરજે વિરુદ્ધ વર્ગ વિગ્રહ ફેલાય એવા મેસેજ સોશિયલ મીડિયા પર વાયરલ કરવા બદલ એના પર યોગ્ય પગલા લેવા માટે લેખિત અરજી કરી હતી. અને ત્યારબાદ વર્ગ વિગ્રહ ફેલાય એવા વિડીયો વાયરલ કરનાર એ જોકી વિરુદ્ધ કાર્યકરે ઝુંબેશ ચલાવી હતી. ત્યારબાદ એનું ફેસબુક એકાઉન્ટ બ્લોક કરી દેવામાં આવ્યું.

આગ દુર્ઘટનામાં ૨૨ નિર્દોષ બાળકોએ પોતાનો જીવ ગુમાવ્યો, એને એક તક ગણીને પ્રસિદ્ધી મેળવવા માટે વાયરલ કરેલા વિડીયોને કારણે એ રેડિયો જોકી ઘણો ટ્રોલ થયો હતો. તે ફેસબુક પર તો ટ્રોલ થયો જ હતો સાથે જ નેશનલ યુવા સંગઠનના કાર્યકર મનીષ માંગુકીયાએ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં એ રેડિયો જોકી વિરુદ્ધ લેખિત અરજી કરી, અને વર્ગ વિગ્રહ ફેલાવવાનો પ્રયત્ન કરનાર એ જોકી વિરુદ્ધ સાત દિવસની અંદર ગુનો દાખલ કરવાની માંગણી કરી હતી.

તેમજ પોતાની વિરુદ્ધ અરજી કરાઈ હોવાની માહિતી મળતા જ એ રેડિયો જોકીની બધી હવા નીકળી ગઈ, અને તેણે પોતાના આ કામ બદલ માફી માંગતો વિડીયો પણ મનીષને મોકલાવ્યો હતો. મિત્રો, કોઈ પણ ઘટના કે બનાવ વિષે જો આપણને પુરતી અને સાચી માહિતી ન હોય, તો આપણે ક્યારેય એવી બાબતોને ફેલાવવી જોઈએ નહિ. આપણે એક સમજદાર નાગરિક તરીકે પોતાની ફરજ બજાવવી જોઈએ. ન કે ખોટી માહિતી અને અફવાઓને પ્રસરાવવી જોઈએ.