સરકારી યોજના : સીનીયર સીટીઝનને મળશે દર મહિને 10,000 રૂપિયા, યોજનાનો લાભ આ રીતે લેવો

0
4090

સીનીયર સીટીઝનોને એમના જીવનમાં થોડી આર્થિક સહાય મળે એના માટે સરકાર નવી નવી સ્કીમો લાવતી રહે છે. એમાંની એક સ્કીમ છે “પ્રધાનમંત્રી વય વંદના યોજના.” આ યોજના ભારત સરકાર અને એલઆઈસી દ્વારા શરુ કરવામાં આવી છે. આ યોજના જૂની છે પણ આ યોજનાની સમય મર્યાદાને વધારવામાં આવી છે. જો તમે આ યોજનાનો લાભ લેવા માંગો છો તો આજે અમે તમને એના વિષે થોડી જાણકારી આપીશું.

જાણકારી માટે જણાવી દઈએ કે આમ તો આ યોજના 2017 માં શરુ થઇ હતી. અને તે 2018 માં પુરી થવાની હતી, પણ હવે એની સમય મર્યાદા વધારીને માર્ચ 2020 કરી દેવામાં આવી છે. આ યોજનાનો લાભ લેવા માટે તમારી ઉંમર 60 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ. 60 વર્ષ પછી ઉંમરની કોઈ મર્યાદા નથી. આ સ્કીમમાં રોકાણ 15 લાખ રૂપિયા સુધી કરી શકાય છે, જે પહેલા 7.5 લાખ રૂપિયા હતી. અને આ સ્કીમમાં તમને વધુમાં વધુ દર મહિને 10,000 રૂપિયા પેન્શન મળશે.

આ યોજનાનો લાભ 10 વર્ષ સુધી મળે છે. અને એનો લાભ લેવા માટે તમે LIC ની શાખા પર જઈને ફોર્મ ભરી શકો છો. અથવા તો તમે LIC ની વેબસાઈટ પર પણ ઓનલાઇન ફોર્મ ભરી શકો છો.

આ યોજનામાં તમને 8 થી 8.3 % વ્યાજ મળશે અને એ પણ 10 વર્ષ સુધી. એમાં તમને વધુમાં વધુ 10,000 રૂપિયા અને ઓછામાં ઓછું 1000 રૂપિયા પ્રતિ માસ પેંશન મળશે. આ પેંશન તમને મહિને, ત્રણ મહિને, છ મહિને કે એક વર્ષે એમ કોઈ પણ રીત નક્કી કરીને મેળવી શકો છો. અને મુદ્દત પુરી થયા પછી તમે રોકેલઈ રકમ પણ તમને પાછી મળી જશે.

ઓછામાં ઓછું 1000 રૂપિયા પ્રતિ માસ પેંશનના વિકલ્પ અનુસાર

1000 રૂપિયા પ્રતિ માસ

3,000 રૂપિયા પ્રતિ ત્રણ માસ

6,000 રૂપિયા પ્રતિ છ માસ

12,000 રૂપિયા પ્રતિ વર્ષ પેંશન મળે છે.

વધારેમાં વધારે 10,000 રૂપિયા પ્રતિ માસ પેંશનના વિકલ્પ અનુસાર

10,000 રૂપિયા પ્રતિ માસ

30,000 રૂપિયા પ્રતિ ત્રણ માસ

60,000 રૂપિયા પ્રતિ છ માસ

1,20,000 રૂપિયા પ્રતિ વર્ષ પેંશન મળે છે.

મેચ્યોટીરી બેનિફિટ :

10 વર્ષની પોલિસી ટર્મ સુધી પેંશનર જીવતા રહે તો જમા રકમની સાથે સાથે પેંશન પણ મળે છે.

પોલિસી ટર્મના 10 વર્ષની અંદર પેંશનરનું મૃત્યુ થઇ જવા પર પરિવારને જમા રકમ પાછી મળી જાય છે.

જો પેંશનર આત્મહત્યા કરી લે તો પણ જમા રકમ પરિવારને પાછી મળી જાય છે.

જો તમને વચ્ચે પૈસાની જરૂર પડે છે અને તમે જમા રકમ પાછી મેળવવા માંગો છો તો 98% રકમ તમને પાછી મળે છે.

એક ઉદાહરણ સાથે જણાવીએ તો કોઈ વ્યક્તિ એ 7.5 લાખ રૂપિયાથી આ યોજના લીધી છે. તો તેને દર મહિને 5000 રૂપિયા પેંશન મળશે. આ વ્યક્તિ આવુ પાંચ વર્ષ સુધી એકધારુ આવે છે. પરંતુ જ્યારે જમાં રકમની જરૂર પડે ત્યારે તમે યોજનાનો અંત કરી શકો છો. ત્યારે તમને 7.5 લાખને બદલે 7,35,000 રૂપિયા મળશે. આમ જોવા જઈએ તો આ 15,000 ની ખોટ લાગે છે. પરંતુ તેની સામે પાંચ વર્ષ સુધી 5000 રૂપિયા દર માસે પ્રાપ્ત થયા, એની ગણતરી કરવામાં આવે તો એને 3,00,000 રૂપિયા જેટલુ પેંશન મળી ગયું છે.