અમે 600 રન બનાવીને બાંગ્લાદેશને 50 પર ઓલઆઉટ કરવા પ્રયત્ન કરશું : સરફરાઝ અહમદ

0
1799

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. મિત્રો ક્રિકેટ વર્લ્ડ કપ પૂર જોશમાં ચાલી રહ્યો છે. અને આ વર્ષે ઓસ્ટ્રેલીયા અને ભારત વર્લ્ડ કપની ફાઇનલ મેચ માટે ફેવરેટ ટીમ છે. આ બંને ટીમ સેમિફાઇનલમાં તો પહોંચી ગઈ છે. પણ પાકિસ્તાનની ટીમ પણ સેમિફાઇનલમાં આવવા માંગે છે. જે અશક્ય છે.

જી હા, પાકિસ્તાન માટે સેમિફાઇનલમાં પહોંચવું અશક્ય જેવું છે. ૫ જુલાઈએ પાકિસ્તાન અને બાંગ્લાદેશ વર્લ્ડ કપમાં છેલ્લા ગ્રૂપની મેચ રમવાના છે. જો પાકિસ્તાનની ટીમ આ મેચમાં બાંગ્લાદેશને ૩૧૬ કે તેનાથી વધારે રનથી હરાવી દે તો સેમિફાઇનલમાં પહોંચી શકે છે. જોકે હાલમાં જેવી રીતે બાંગ્લાદેશ રમી રહ્યું છે, એમાં ૩૧૬ તો શું કોઈ પણ ટિમ હમણાં એમ પણ કહીના શકે કે તે બાંગ્લાદેશને હરાવી દેશે.

પાકિસ્તાન અને બાંગ્લાદેશની મેચ પહેલા પાકિસ્તાન કેપ્ટન સરફરાઝ અહમદે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે, ૩૧૬ રનનો માર્જિન ઘણો વધારે છે. જો તમે પહેલા બેટિંગ કરીને ૫૦૦-૬૦૦ રન બનાવો દો ત્યારે જ આ શક્ય થઈ શકે છે. અમે જરૂર ઇચ્છીએ છીએ કે સામે વાળી ટીમ ૫૦ રન પર ઓલ આઉટ થઈ જાય. પ્રયત્ન જરૂર કરશુ. હાલમાં કઇ પણ અમારા હાથમાં નથી.

અમે આશા રાખી શકીએ કે, માર્જિન થોડું ઓછું થાય. અમારા હાથમાં જે છે તે અમે કરીશું. બાંગ્લાદેશ સામેની મેચમાં અમે પુરી તૈયારી સાથે ઉતરીશુ અને પ્રયત્ન કરીશુ કે મોટા માર્જીન સાથે મેચ જીતિએ. અમે ૫૦૦ રન બનાવવા સંપૂર્ણ પ્રયત્ન કરીશુ.

લેખના અંતમાં રહેલા વીડિયોમાં જુવો સરફરાઝે શું કહ્યું.

મિત્રો, જો પાકિસ્તાન બાંગ્લાદેશને હરાવી દેશે તો તેના ૧૧ પોઇન્ટ થશે. ન્યુઝીલેન્ડના ૧૧ પોઈન્ટ પહેલાથી છે જ. એટલેકે વાત આવશે નેટ રન રેટ પર. ન્યુઝીલેન્ડનો નેટ રન રેટ છે +૦.૧૭૫ જયારે પાકિસ્તાનનો છે -૦.૭૯૨ એનો અર્થ એ છે કે, પાકિસ્તાને બાંગ્લાદેશને ૩૧૬ રનના અંતર સાથે હરાવવું પડશે.

ઓસ્ટ્રેલિયા, ભારત અને ઇંગ્લેન્ડની ટિમ સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે. ન્યુઝીલેન્ડનું પણ સેમિફાઇનલમાં પહોંચવું લગભગ નક્કી જેવું જ છે. આ વર્લ્ડકપમાં પાકિસ્તાનનો સૌથી વધારે સ્કોર ૩૪૮ રનનો છે. જે તેને ઇંગ્લેન્ડ વિરુદ્ધ મેચમાં બનાવ્યો હતો અને મેચને ૧૪ રનથી જીતી હતી.

જુઓ વિડીયો :

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી લલ્લન ટોપ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.