સરકારના આ ફેંસલાથી હવે 10 ગણો વધારે થશે દંડ, કાર માલિક સામે થશે કેસ.

0
2093

અહેવાલ અનુસાર પીએમ નરેન્દ્ર મોદીની સરકાર તરફથી મોટર વ્હીકલ્સના અમેંડેંટ ખરડો ટૂંક સમયમાં જ રાજ્યસભામાં રજુ કરવામાં આવી શકે છે. જો એમ થયું તો ટ્રાફીક નિયમમાં મોટો ફેરફાર થશે.

જો તમને અચાનક ખબર પડે કે હવે ટ્રાફીક નિયમોનું ઉલંઘન કરવા ઉપર ૧૦ ગણું વધુ ચલણ કાપવામાં આવશે, તો શું તમારા મગજમાં ક્યારે પણ ટ્રાફીક નિયમો તોડવાનો વિચાર પણ આવશે? જવાબ હશે નહિ? તો તમારો આ ડર ટૂંક સમયમાં જ હકીકતમાં ઉભો થવાનો છે. ખાસ કરીને અહેવાલમાં જણાવ્યા મુજબ રોડ પરિવહન અને હાઇવે મંત્રાલય તરફથી મોટર વ્હીકલ્સના અમેંડેંટ બીલને ટૂંક સમયમાં રાજ્યસભામાં રજુ કરવામાં આવી શકે છે. આ બીલ દ્વારા સરકાર રોડ અકસ્માત ઉપર નિયંત્રણ લગાવવાની તૈયારીમાં છે. એટલે કે જો આ ખરડો પાસ થાય છે, તો ચલણને લઈને જુના નિયમોમાં મોટા ફેરફાર જોવા મળશે.

ખાસ કરીને મોટર વ્હીકલ એક્ટ. ૧૯૮૮ના અમેંડ ખરડો સરકાર ટૂંક સમયમાં રાજ્યસભામાં રજુ કરી શકે છે. આ ખરડો પહેલા જ લોકસભામાં પાસ થઇ ગયો છે. આમ તો તેને રાજ્યસભામાં પાસ કરાવવાને લઈને સરકાર સામે ઘણા પડકારો છે, જેમાં સૌથી મોટો પડકાર ખરડો બહુમતી સાથે પાસ કરાવવાનો છે.

ઈટી ઓટોના અહેવાલ લોકસભામાં પાસ થયેલો ખરડો જ રાજ્યસભામાં લાવવામાં આવશે, જ્યાં લાયસન્સ અને રજીસ્ટ્રેશન સર્ટીફીકેટ માટે આધારને ફરજીયાત કરવામાં આવી શકે છે. તે ઉપરાંત અહેવાલ મુજબ આ બીલમાં પર્યાવરણ સાથે ટ્રાફીક વાહનોની ઓટોમેટીક ફીટનેશ ટેસ્ટીંગથી લઈને પણ ફેરફાર જોવા મળી શકે છે. ઈટીના અહેવાલ મુજબ જો આ બીલ પાસ થાય છે, તો દંડની મર્યાદા ૧ લાખ સુધી જઈ શકે છે, જેને રાજ્ય સરકારો તરફથી ૧૦ ગણા સુધી વધારી શકાય છે.

નવા ખરડામાં શું હશે પગલા? :-

ટ્રાફીક નિયમો તોડવા ઉપર વધુ દંડ ભરવાનો રહેશે.

જો અકસ્માતના નિયમોને કોઈ નાની ઉંમરના તોડશે, તો તે કાર માલિક ઉપર હત્યાનો કેસ કરવામાં આવી શકે છે.

કારના ખરાબ પાર્ટને ઠીક કરવા માટે કંપનીઓએ કાર પાછી લેવાની રહેશે અને ફરી પાછી આપવાની રહેશે.

ખરાબ ક્વોલેટી માટે કાર કંપનીઓ જવાબદાર રહેશે.

ખરડામાં શું છે વિશેષ? :-

સરકાર તરફથી ‘હીટ એંડ રન’ બાબતે પીડિત પરિવારને ૨૫,૦૦૦ રૂપિયાને બદલે ૨ લાખ રૂપિયા વળતર આપવાનું છે આયોજન.

જો નાની ઉંમરના પોતાના વાહનથી કોઈપણ ટ્રાફીક નિયમ તોડતા જોવા મળશે કે કોઈ અકસ્માતનું કારણ બનતા જોવા મળશે, તો તે કારના માલિક વિરુદ્ધ હત્યાનો કેસ ચલાવવાની જોગવાઈ છે. અથવા તો કાર માલિકને તે સમયે માફ કરવામાં આવી શકે છે, જો તે સાબિત કરી શકે કે તેની જાણકારી વગર તેના વાહનોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અને નાની ઉંમર ઉપર Juvenile Justice Act દરમિયાન કાર્યવાહી થશે. તેની સાથે જ વાહનનું રજીસ્ટ્રેશન રદ્દ કરવામાં આવશે.

દારૂ પીઈને ગાડી ચલાવવા ઉપર ૨,૦૦૦ રૂપિયાને બદલે ૧૦,૦૦૦ રૂપિયા દંડની જોગવાઈ છે.

રેશ ડ્રાઈવિંગ ઉપર ૧,૦૦૦ થી ૫,૦૦૦ રૂપિયાના ચલણની જોગવાઈ છે.

ડ્રાઈવિંગ લાયસન્સ વગર વાહન ચલાવવા ઉપર ૫૦૦ રૂપિયાને બદલે ૫,૦૦૦ રૂપિયાનું ચલણ કપાશે.

સ્પીડ લીમીટ પાર કરવા ઉપર ૪૦૦ રૂપિયાને બદલે ૧,૦૦૦ થી ૨,૦૦૦ રૂપિયાનું ચલણ કપાશે.

સીટ બેલ્ટ વગર ગાડી ચલાવવા ઉપર ૧૦૦ રૂપિયાને બદલે ૧૦૦૦ રૂપિયાનું ચલણ કપાશે.

લાયસન્સ અને રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ માટે આધારને ફરજીયાત કરવામાં આવશે.

જરૂરી સુવિધા પૂરી ન કરવા ઉપર કાર કંપનીઓને ૫૦૦ કરોડ રૂપિયા સુધીનો દંડ ભરવાનો રહેશે.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.