સરકારનો નવો પ્લાન 2 કરોડ પરિવારને મળશે ઘર જાણો આખી વિગત.

0
2108

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ૨૦૨૨ સુધી દેશને વિકાસની નવી ઉંચાઈએ લઇ જવા અને લોકોનું જીવ સ્તરમાં સુધારો કરવાની ગણતરીએ બે કરોડથી વધુ ગરીબ અને નિરાધાર કુટુંબો માટે મકાન બનાવવા જેવા મહત્વના લક્ષ્ય સિદ્ધ કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ૨૦૨૨ સુધી દેશને વિકાસની નવી ઉંચાઈએ લઇ જવા અને લોકોનું જીવ સ્તરમાં સુધારો કરવાની ગણતરીએ આધુનિક સુવિધાઓ વાળા વેલનેસ સેન્ટર સાથે આરોગ્ય કેન્દ્ર બનાવવા, દર ત્રણ લોકસભા વચ્ચે મેડીકલ કોલેજ બનાવવા અને બે કરોડથી વધુ ગરીબ અને નિરાધાર કુટુંબો માટે મકાન બનાવવા જેવા મહત્વના લક્ષ્ય સિદ્ધ કરશે. સ્વતંત્રતા દિવસ સમારંભ વખતે લાલ કિલ્લા ઉપરથી રાષ્ટ્રને સંબોધિત કરતા દરમિયાન મોદીએ કહ્યું કે આવનારા દિવસોમાં ગામોમાં દોઢ લાખ વેલનેસ સેન્ટર અને આરોગ્ય કેન્દ્ર, દર ત્રણ લોક્સભા વચ્ચે એક મેડીકલ કોલેજ, બે કરોડથી વધુ ગરીબ લોકો માટે ઘર બનાવવાના છે. સાથે જ અમારે ૧૫ કરોડ ઘરોમાં પીવાનું પાણી પહોચાડવાનું છે.

૫૯ હજારથી વધુ નવા સ્ટાર્ટઅપ તૈયાર થશે

બીજા લક્ષ્યોનું વર્ણન કરતા તેમણે જણાવ્યું કે સવા લાખ કી.મી. ગ્રામીણ રોડ બનાવવા છે, દરેક ગામમાં બ્રોડબેંડ કનેક્ટીવીટી, આપ્ટકિલ ફાઈબર નેટવર્ક સાથે જોડવું છે, ૫૦ હજારથી વધુ નવા સ્ટાર્ટઅપની જાળ પાથરવાની છે. તેના માટે આઝાદીના ૭૫ વર્ષ ઘણી મોટી પ્રેરણા છે.

આ છે મોદીનો વિકાસ પ્લાન?

લોકોના જીવનને સરળ બનાવવા ઉપર ભાર આપતા તેમણે એ પણ કહ્યું કે અમારે એવો પરિવેશ બનાવવો પડશે, જેમાં રોજીંદા જીવનમાં સરકારોને સામાન્ય નાગરીકોના જીવનમાં દખલ ઓછી રહે અને લોકો માટે પોતાના જીવનનો નિર્ણય કરવા અને આગળ વધવા માટે તમામ રસ્તા ખુલ્લા હોય. તેની ઉપર સરકારનું દબાણ ન હોય પરંતુ મુશ્કેલીમાં સરકારનો અભાવ પણ ન જોવા મળે. વિકાસનો પોતાનો દ્રષ્ટિકોણ સ્પષ્ટ કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે દેશ હવે વિકાસ માટે વધુ રાહ નથી જોઈ શકતો, અમારે પ્રગતી જોઈએ પરંતુ તે ધીમે ધીમે ન હોય. અમારે લાંબી છલાંગ લગાવવી પડશે. તેમણે જણાવ્યું કે ભારતને વેશ્વિક દરજ્જા સમાન લાવવા માટે આપણે આધુનિક બુનિયાદી પાયો તૈયાર કરવાનો રહેશે. તેના માટે આપણે ૧૦૦ લાખ કરોડ રૂપિયા રોકવા પડશે. તેનાથી રોજગારી વધશે અને જીવનમાં નવી વ્યવસ્થાઓનો વિકસ થશે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી ન્યુઝ 18 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.