સરકાર કરી રહી છે હવે એવી તૈયારી, જૂની ગાડી લેવા કરતા નવી ગાડી ખરીદવી પડશે સસ્તી.

0
1953

સરકાર વાહનથી થતા પદુષણ વિષે ગંભીરતા પૂર્વક વિચારી રહી છે, અને હવે તેના માટે કડક વલણ પણ અપનાવી શકે છે. તે અંગે નવા નિયમો પણ દેશમાં લાવી શકે છે, અને જરૂરી પણ છે કેમ કે આવી રીતે આડેધડ પદુષણ થાય તે પૃથ્વી અને તેની ઉપર રહેલા સજીવો માટે પણ નુકશાનકારક છે.

વર્ષ ૨૦૦૦ની પહેલાના વાહનો ખરીદવા અને વેચવા મોંઘા પડી શકે છે. ખાસ કરીને કોમર્શીયલ વ્હીકલ ઉપર સૌથી વધુ મોંઘા પડી શકે છે. કેન્દ્ર સરકારના પ્રસ્તાવ મુજબ વાહનોનું ફરી વખત રજીસ્ટ્રેશન ઉપર વધુ ટેક્સ ભરવો પડશે. જે પહેલી રજીસ્ટ્રેશન ફી થી ૧૫ થી ૨૦ ગણી હોઈ શકે છે.

જુના વાહનો નાશ કરીને નવા ખરીદવા ઉપર સરકાર આપશે આર્થિક ફાયદો :-

ઘણા અભ્યાસ ઉપરથી જાણવા મળ્યું છે કે જુના વાહન, નવા વાહનની સરખામણીએ ૨૫ ગણું વધુ પદુષણ ફેલાવે છે. એટલે કેન્દ્ર સરકારે જુના વાહનીને રોડ ઉપરથી દુર કરવા માટે બ્લુપ્રિન્ટ ફાઈનલ કરી છે. આ પ્રસ્તાવને આવતા ત્રણથી ચાર મહિનામાં જાહેર કરવામાં આવી શકે છે.

આ પ્રસ્તાવ ઉપર સરકારના થીંકટેંક નીતિ આયોગ ઝડપથી કામ કરી રહી છે. આ પ્રસ્તાવ હેઠળ જુના વાહનોનો નાશ કરીને નવું વાહન ખરીદવા વાળાને સરકાર તરફથી થોડો આર્થિક ફાયદો આપવામાં આવી શકે છે. સાથે જ રજીસ્ટ્રેશન ફીમાં છૂટ મળી શકે છે.

સરકાર આ બાબતમાં વ્હીકલ મેન્યુફેકચર દ્વારા પણ જુના વાહનોનો નાશ કરીને નવું વાહન લેવા વાળાને ડિસ્કાઉન્ટ આપવામાટે વાતચીત કરશે. આ પ્રસ્તાવ ઉપર કેન્દ્ર સરકાર રાજ્યો સાથે પણ ચર્ચા વિચારના કરી રહી છે.

ફીટનેશ ટેસ્ટમાં થશે વધારો :-

સરકાર ૧૫ વર્ષ જુના વાહનો માટે વર્ષમાં બે વખત ફીટનેશ ટેસ્ટ ફરજીયાત કરી શકે છે, જો કે હાલમાં વર્ષમાં એક વખત છે. સાથે જ રજીસ્ટ્રેશન રીન્યુ કરાવવાની ફીમાં પણ વધારો કરવામાં આવી શકે છે. કાયદા મુજબ દરેક વાહનનું ૧ વર્ષ પછી ફરી વખત રજીસ્ટ્રેશન કરાવવાનું હોય છે. જયારે ફરી વખત રજીસ્ટ્રેશન માત્ર પાંચ વર્ષ માટે થાય છે.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે અમે હ્રદયપૂર્વક તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુમાં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે, અને પુણ્ય સમાન છે. કેમ કે તમારા શેરથી જો જોઈ એક પણ વ્યક્તિના જીવનમાં ઉપયોગમાં આવી જાય છે તો પણ ઘણું મોટું પુણ્યનું કામ કર્યા સમાન ગણાશે. તો તમે હ્રદયપૂર્વક શક્ય હોય એટલા વધુમાં વધુ લોકોને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.

આ માહિતી ઉન્નત ઉદ્યોગ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.