સરકાર જલ્દી જ લોન્ચ કરશે ‘વન નેશન-વન રાશનકાર્ડ સ્કીમ, જાણો કયા લોકોને, કયો થશે ફાયદો

0
911

વન નેશન વન ટેક્સ એટલે જીએસટી હેઠળ હવે કેન્દ્ર સરકાર વન નેશન વન રેશનકાર્ડ બહાર પાડવાની તૈયારી કરી રહી છે. વન નેશન વન રેશનકાર્ડ હોય તો કોઈપણ રેશનકાર્ડ વાળા દેશમાં કોઈપણ પબ્લિક ડીસ્ટ્રીબ્યુશન સીસ્ટમ (પીડીએસ) દુકાનમાંથી રાશન ખરીદી શકશે. આ યોજનાનો તે લોકોને સૌથી વધુ ફાયદો મળશે. જે બીજા રાજ્યોમાં નોકરી કરે છે. આ યોજનાને લાગુ કરવા માટે વપરાશકર્તા બાબતના કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાને ગુરુવારે ખાદ્ય સચિવ અને રાજ્ય સરકારોના પ્રતિનિધિઓ સાથે બેઠક કરી. એક વર્ષમાં લાગુ પડી જશે નવી વ્યવસ્થા. બેઠક પછી સંવાદદાતાઓ સાથે વાતચીતમાં કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાને જણાવ્યું કે આ યોજનાને ૧ વર્ષની અંદર લાગુ કરવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે.

તેમણે જણાવ્યું કે યોજનાને સ્વરૂપ આપવા માટે પીડીએસ દુકાનો ઉપર પોઈન્ટ ઓફ સેલ (પીઓએસ) મશીનો પુરા પાડવા જરૂરી છે. હાલમાં આંધ્ર પ્રદેશ, હરીયાણા સહીત ઘણા રાજ્યોમાં સો ટકા દુકાનો ઉપર પીઓએસ મશીનો ઉપલબ્ધ થઇ ગયા છે. યોજનાને લાગુ કરવા માટે ૧૦૦ ટકા પીડીએસ દુકાનો ઉપર પીઓએસની ઉપલબ્ધતા જરૂરી છે.

કોઈપણ દુકાન સાથે બંધાયેલા નહિ રહે લાભાર્થી :-

પાસવાને જણાવ્યું કે આ યોજનાનો હેતુ લાભાર્થીઓને સ્વત્રંતતા આપવાનું છે, જેથી તે કોઈ પીડીએસ દુકાન સાથે બંધાયેલા ન રહે. તેનાથી દુકાન માલિકો ઉપર આધારિત રહેવાનું ઘટશે અને ભ્રષ્ટાચારમાં ઘટાડો આવશે. તેમણે કહ્યું કે આ યોજનાથી તે લોકોને સૌથી વધુ ફાયદો થશે. જે નોકરીની ઉતમ તકો માટે બીજા રાજ્યોમાં પ્રવાસ કરે છે. વપરાશકર્તા બાબતની કચેરી તરફથી જાહેર નિવેદન મુજબ ઈંટીગ્રેટીડ મેનેજમેન્ટ ઓફ પીડીએસ (આઈએમપીડીએસ) હેઠળ ઘણા રાજ્યોમાં ખાદ્ય અને સાર્વજનિક વિતરણ હેઠળ લાભાર્થી કોઈપણ જીલ્લામાંથી રાશન ખરીદી શકે છે.

આ રાજ્યોમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, ઝારખંડ, કર્નાટક, કેરલ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, તેલંગાના અને ત્રિપુરા રહેલા છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બીજા રાજ્યોમાં પણ વહેલામાં વહેલી તકે આઈએમપીડીએસ વ્યવસ્થા લાગુ કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. બેઠકમાં પાસવાને કહ્યું કે ખાદ્ય અને સાર્વજનિક વિતરણ ૮૧ કરોડ લાભાર્થીઓની જીવાદોરી છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી મનીભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.