આ અઠવાડિયે સુખદ સમાચાર મળી શકે છે, ઘરમાં આનંદનું વાતાવરણ ઉભું થશે.

0
226

મેષ : મેષ રાશિના લોકો માટે આ અઠવાડિયે થોડી વ્યસ્તતા રહેશે. આ અઠવાડિયે કારકિર્દી, વેપારમાં પ્રગતિ થશે અને આવકની નવી તકો ઉભી થશે. કોર્ટ કચેરી સાથે જોડાયેલી બાબતોમાં નિર્ણય તમારા પક્ષમાં જશે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં લાગેલા વિદ્યાર્થીઓને અઠવાડિયાના અંત સુધી કોઈ સુખદ સમાચાર સાંભળવા મળી શકે છે.

અઠવાડિયાની મધ્યમાં કોઈ પ્રભાવી વ્યક્તિની મદદથી કોઈ મોટું કાર્ય પૂરું થશે. જેથી ઘરમાં આનંદનું વાતાવરણ ઉભું થશે. અઠવાડિયાના ઉત્તરાર્ધમાં મહિલા પ્રોફેશનલોને થોડી મુશ્કેલી આવી શકે છે. તે દરમિયાન સમય અને સંબંધ બંનેનું વિશેષ ધ્યાન રાખવું પડશે. પ્રેમ સંબંધ મજબુત બનશે અને લવ પાર્ટનર પાસેથી કોઈ સરપ્રાઈઝ ગીફ્ટ મળી શકે છે. દાંપત્ય જીવનમાં મધુરતા જળવાઈ રહેશે.

વૃષભ : વૃષભ રાશિના લોકોએ આ અઠવાડિયે પોતાની કારકિર્દી ને વેપારને લઈને ઘણા સજાગ રહેવું પડશે. તમારા વિરોધીઓ તમને નુકશાન પહોંચાડવાનો પ્રયત્ન કરી શકે છે. તે દરમિયાન કોઈની વાતોમાં આવવાને બદલે તમારી બુદ્ધીથી જ કોઈ મોટો નિર્ણય લો. અઠવાડિયાના ઉત્તરાર્ધમાં મહિલાઓને ઘરેલું ચિંતા સતાવશે. સંતાન પક્ષને લઈને મન ચિંતિત રહેશે. વિદ્યાર્થીનું મન અભ્યાસ માંથી ભટકી શકે છે. તે દરમિયાન તમારી વાણી અને વર્તન ઉપર સંયમ જાળવી રાખો અને લોકો સાથે સારું વર્તન કરો. પ્રેમ સબંધોને લઈને કોઈ પણ પ્રકારની ઉતાવળ કે દેખાડો તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. જીવનસાથીની લાગણીઓને ધ્યાનબહાર ન કરો.

મિથુન : મિથુન રાશિના લોકો માટે આ અઠવાડિયું મિશ્ર સાબિત થશે. અઠવાડિયાની શરુઆતમાં કુટુંબની થોડી સમસ્યાઓને લઈને મન વિચલિત રહેશે. કુટુંબ સાથે કોઈ વાતને લઈને માથાકૂટ થઇ શકે છે. જમીન મકાનની ખરીદી-વેચાણ કરવા સાથે જોડાયેલી બાબતોને હાલના સમય માટે ટાળી દો તો સારું રહેશે.

અઠવાડિયાની મધ્યમાં જાણે અજાણે લાંબા કે ટૂંકા અંતરનો પ્રવાસ કરવો પડશે. પ્રવાસ દરમિયાન તમારે આરોગ્ય અને સામાન બંનેની કાળજી રાખવી પડશે. મહિલાઓ માટે સમય મધ્યમ છે. જોબ વાળી મહિલાઓને ઘર અને ઓફીસ વચ્ચે તાલમેલ જાળવવા માટે થોડી મુશ્કેલીઓ આવશે. જાહેરાત અને માર્કેટિંગ સાથે જોડાયેલા લોકોને થોડી મુશ્કેલી રહેશે.

કર્ક : તમે પરિવારના સભ્યોની જરૂરિયાતોને પ્રાધાન્ય આપો. એક સાથે ઘણી બધી જવાબદારીઓ બોજારૂપ બનાવશે. સામાજિક અને વ્યવસાયિક વ્યસ્તતા વધશે. મકાનો જેવી સ્થાવર મિલકત વગેરે માંથી લાભ થઈ શકે છે. કોઈ મોટી સમસ્યા હલ થઈ શકે છે. સ્વભાવમાં ગુસ્સો અને આવેશ રહેશે. જેથી કોઈની સાથે ઉગ્ર બોલાચાલીની સ્થિતિ ઉભી કરી શકે છે. પ્રિયજન સાથે સારો સમય પસાર કરવાની તક મળશે. સંબંધો મજબુત બનશે. નવી વસ્તુ શીખવા અને સમજવાની તક મળશે. કારકિર્દીમાં આગળ વધવાની સંભાવના છે. પેટ અને પાચક તંત્રને લગતી સમસ્યાઓ હેરાન કરશે.

સિંહ : સિંહ રાશિના લોકોને અઠવાડિયાની શરુઆતમાં જ કોઈ મોટી સફળતા મળવાથી મન પ્રફુલ્લિત રહેશે. તે દરમિયાન તમારા યશ અને સન્માન વધશે. કોઈ વડીલ વ્યક્તિ સાથે મુલાકાત થશે, જેની મદદથી ભવિષ્યમાં લાભની યોજનાઓ ઉપર કામ કરવાની તક મળશે. આરોગ્યની દ્રષ્ટિએ આ અઠવાડિયું સારું રહેશે.

અઠવાડિયાના ઉત્તરાર્ધમાં સુખ સુવિધા સાથે જોડાયેલી બાબતો ઉપર ધન ખર્ચ કરવાના યોગ ઉભા થશે. તે દરમિયાન આવકની નવી તકો ઉભી થશે અને બજારમાં ફસાયેલા પૈસા પણ અચાનક પાછા આવશે. નોકરીધંધા વાળા લોકોને બઢતીના યોગ ઉભા થશે. પ્રેમ સંબંધોમાં મજબુતી આવશે. લવ પાર્ટનર સાથે ઉત્તમ સમય પસાર કરવાની તક મળશે. લવ પાર્ટનર પાસેથી કોઈ મોટી સરપ્રાઈઝ મળી શકે છે.

કન્યા : કન્યા રાશિના લોકોએ આ અઠવાડિયે ધીરજ સાથે આગળ વધવાનું રહેશે. તમારી કાર્ય યોજનાઓમાં ભલે થોડું મોડું થઇ જાય પણ તમારા વિચારેલા કાર્ય જરૂર પુરા થશે. કાર્યોમાં આવી રહેલી અડચણો દુર કરવા મિત્રોનો પુરતો સહકાર મળશે. જો પહેલા તમે કોઈ લોન લઇ રાખી છે તો આ અઠવાડિયે ચુકવવાના યોગ ઉભા થશે.

અઠવાડિયાના ઉત્તરાર્ધમાં જીવનસાથી સાથે જોડાયેલી કોઈ સમસ્યા દુર થવાથી મનને શાંતિ મળશે. પ્રેમ સબંધોમાં ઉભી થયેલી ગેરસમજણો દુર કરવામાં કોઈ મહિલા મિત્રની ભૂમિકા મહત્વની સાબિત થઇ શકે છે. જીવનના મુશ્કેલ સમયમાં જીવનસાથીનો પુરતો સહકાર મળશે.

તુલા : તુલા રાશિના લોકોને આ અઠવાડિયે મિત્રો અને કુટુંબીજનોનો દરેક સમયે સહકાર મળશે. સ્વજનોની મદદથી તમારી કોઈ મોટી ચિંતા દુર થશે. નોકરી ધંધા વાળા લોકોનો સમય ગયા અઠવાડિયાની સરખામણીમાં સારો છે. કાર્યક્ષેત્રમાં સિનિયર્સનો પૂરો સહકાર મળશે. છૂટક વેપારીઓને લાભ થશે. અઠવાડિયાના ઉત્તરાર્ધમાં કોઈ સરકારી નિર્ણયથી તમને મોટા પ્રમાણમાં લાભ મળી શકે છે. સંતાન પક્ષ તરફથી કોઈ સુખદ સમાચાર મળવાથી ઘરમાં આનંદનું વાતાવરણ ઉભું થશે. જો તમે કોઈને પ્રપોઝ કરવાનું વિચારી રહ્યા છો તો આ અઠવાડિયામાં વાત નક્કી થવાની સંભાવના છે. દાંપત્ય જીવનમાં મધુરતા જળવાઈ રહેશે.

વૃશ્ચિક : વૃશ્ચિક રાશિના લોકોને આ અઠવાડિયાની શરુઆતમાં કોઈ મોટો કોન્ટ્રેકટ કે લાભ સાથે જોડાયેલા કરાર મળી શકે છે. ઉચ્ચ શિક્ષણને લઈને મહેનત કરવા વાળા વિદ્યાર્થીઓની મનોકામના પૂરી થશે. વિદ્યાર્થીઓ અને યુવાનોને પ્રગતિની નવી દિશા મળશે. ભવિષ્યની યોજનાઓ માટે સમય અનુકુળ છે. સારવાર જગત સાથે જોડાયેલા લોકોનો સમય સારો છે. અઠવાડિયાના ઉત્તરાર્ધમાં સંતાન પક્ષ તરફથી કોઈ સુખદ સમાચારની પ્રાપ્તિ થશે. જેથી ઘરમાં આનંદનું વાતાવરણ જળવાઈ રહેશે અને તમારી સામાજિક પ્રતિષ્ઠા વધશે. પ્રેમ સંબંધો મજબુત બનશે. કુટુંબીજનો તમારા પ્રેમ સંબંધનો સ્વીકાર કરી શકે છે.

ધનુ : ધનુ રાશિના લોકો માટે આ અઠવાડિયું ઘણા ઉતાર ચડાવ વાળું સાબિત થઇ શકે છે. અઠવાડિયાની શરુઆતમાં જ કુટુંબના કોઈ પ્રિય સભ્યના આરોગ્યને લઈને મન ચિંતિત રહેશે. કામકાજની અતિ વ્યસ્તતાને કારણે શારીરિક થાક જળવાયેલો રહેશે. કાર્યોમાં સફળતા મેળવવા માટે સમયનું પ્રબંધન કરીને ચાલવું પડશે. કોઈ પણ પ્રકારની આળસ કે ઢીલી નીતિ તમારા સુધરેલા કામ બગાડી શકે છે.

સુખ સુવિધાઓ ઉપર સમજી વિચારીને ખર્ચ કરો અને ધનની વ્યવસ્થા કરીને ચાલો નહિ તો ઉધાર લેવાનો સમય આવી શકે છે. પ્રેમ સંબંધ હોય કે પછી દાંપત્ય જીવન, તેના પ્રત્યે સંપૂર્ણ રીતે ઈમાનદાર રહો. જો કે મુશ્કેલ સમયમાં તમારા લવ પાર્ટનર તમારી સાથે ઉભા રહેશે. જીવનસાથીના આરોગ્યને લઈને મન ચિંતિત રહેશે.

મકર : મકર રાશિના લોકોએ આ અઠવાડિયે ઘણું સંભાળીને ચાલવાની જરૂર છે. આ અઠવાડિયે રોગ અને દુશ્મન બંને તમારી ચિંતાનું મોટું કારણ બની શકે છે. કાર્યક્ષેત્રમાં કામનો બોજ વધી શકે છે. આર્થીક સમસ્યાનું નિવારણ ન થઇ શકવાને કારણે મન ઉદાસ રહેશે. કાર્યક્ષેત્રમાં તમારા કાર્ય ઉપર ફોકસ કરો અને બીજાની ઉશ્કેરણીમાં આવવાથી દુર રહો.

કોઈને ધન ઉધાર આપવાથી દુર રહો, નહી તો પૈસા ફસાઈ શકે છે. મહિલાઓને થોડી મુશ્કેલી રહેશે. વિદ્યાર્થીઓનું મન અભ્યાસ માંથી ભટકી શકે છે. આરોગ્યને લઇને કોઈ પણ પ્રકારની બેદરકારી ન રાખો. કોઈ જુના રોગ એક વખત ફરીથી ઉભરી શકે છે. પ્રેમ સંબંધોમાં સાવચેતી સાથે આગળ વધો.

કુંભ : કુંભ રાશિના લોકો માટે આ અઠવાડિયું મધ્યમ ફળ આપવા વાળું રહેશે. તેથી કોઈ પણ કાર્ય કરતી વખતે ખુબ સાવચેતી રાખો. ભાગ્યનો અપેક્ષા મુજબ સાથ ન મળવાથી કાર્યોમાં થોડી અડચણ આવી શકે છે. ઉતાવળમાં કે પછી ભાવનાઓમાં આવીને કોઈ મોટો નિર્ણય લેવાથી ચેતો.

કાર્યક્ષેત્રમાં સાથી કર્મચારીઓનો સહકાર ન મળવાથી તમે એકલા અનુભવી શકો છો. આ આખું અઠવાડિયું વાહન વગેરેને લઈને સાવચેત રહો. કામની બાબતમાં લાંબા અંતરનો પ્રવાસ કરવો પડશે. અઠવાડિયાના અંતમાં કોઈ કૌટુંબિક સમસ્યા ચિંતાનુ મોટું કારણ બની શકે છે. પ્રેમ સંબંધમાં સમજી વિચારીને આગળ વધો નહિ તો સુધરેલા સંબંધ બગડી શકે છે.

મીન : મીન રાશિ વાળા માટે આ અઠવાડિયું અત્યંત શુભ સાબિત થશે. વિચારેલા કામ સમયસર પુરા થવાથી મન પ્રફુલ્લિત રહેશે. મિત્રો અને કુટુંબીજનોનો પુરતો સહકાર મળશે. કાર્યક્ષેત્રમાં સિનિયર્સ તમારા કાર્યની પ્રશંસા કરશે. અઠવાડિયાની મધ્યમાં કોઈ પ્રભાવી વ્યક્તિ અથવા સત્તા પક્ષનો સહકાર મળવાથી લાભની કોઈ મોટી યોજનામાં આગળ વધશો. અધ્યયન અને લેખન કાર્યમાં રૂચી વધશે.

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં લાગેલા વિદ્યાર્થીઓને મહેનત કરવાથી સફળતાના પુરા યોગ ઉભા થશે. જોબ વાળી મહિલાઓ માટે સમય અનુકુળ છે. અઠવાડિયાના ઉત્તરાર્ધમાં કોઈ પ્રિય વ્યક્તિનું ઘરમાં આગમન થવાથી આનંદનું વાતાવરણ જળવાઈ રહેશે. પ્રેમ સંબંધોમાં મજબુતી આવશે.