વટસાવિત્રી વ્રતવાળા આ શુભ અઠવાડિયામાં આ રાશિઓ પર રહેશે માતાની કૃપા, વાંચો સાપ્તાહિક રાશિફળ.

0
231

મેષ : આ અઠવાડિયે મેષ રાશીના લોકોના મનની મૂંઝવણ ઘટશે અને મનની સંકલ્પ શક્તિ વધશે. આસપાસના પ્રવાસના યોગ ઉભા થશે. બહુલક્ષી કાર્ય-યોજનાનો વિસ્તાર થશે. વિદ્યાર્થીઓ, વિદ્વાનો, અધ્યાપકો અને સલાહકારો માટે સમય અનુકુળ છે. નોકરીધંધા વાળા લોકોનો સમય મધ્યમ રહેશે. અઠવાડિયાના ઉત્તરાર્ધમાં કોઈ કાર્યમાં ઉતાવળ ન કરશો. મહિલાઓનો મોટાભાગનો સમય ધર્મ આધ્યાત્મ સાથે જોડાયેલા કાર્યોમાં પસાર થશે. કુટુંબીજનોનો પુરતો સહકાર મળશે. પ્રેમ સંબંધોમાં મજબુતી આવશે. આરોગ્ય સામાન્ય રહેશે.

વૃષભ : આ અઠવાડિયે ઘરની સમસ્યાઓ હોવા છતાં પણ તમારું મન શાંત રહેશે અને તમે તમારી સમસ્યાઓનો ઉકેલ શોધવામાં સફળ રહેશો. અઠવાડિયાના મધ્ય સુધી પરિસ્થિતિઓ અનુકુળ થઇ જશે. કમીશન સાથે જોડાયેલા કાર્ય કરવા વાળા માટે સમય પડકારપૂર્ણ છે. ભાગીદારીમાં કામ કરતી વખતે સ્પષ્ટતા કરીને ચાલવું સારું રહેશે. અઠવાડિયાના ઉત્તરાર્ધમાં સંતાન પક્ષ તરફથી કોઈ સુખદ સમાચાર મળી શકે છે. તે સમય દરમિયાન કોઈ જુના પરિચિત વ્યક્તિ સાથે મુલાકાત થઇ શકે છે. નવા સંબંધ બનાવતી વખતે જુના સંબંધોની ઉપેક્ષા ન કરો. પ્રેમ સંબંધોમાં સમજી વિચારીને આગળ વધશો, કોઈ પણ પ્રકારની ઉતાવળ ન કરશો. સામાજિક પ્રતિષ્ઠા માટે સચેત રહો.

મિથુન : શનીની સાડાસાતીને કારણે આ અઠવાડિયે તમારે માનસિક અને આર્થીક તકલીફ વેઠવી પડશે. તમારા આરોગ્યનું પણ ખાસ ધ્યાન રાખો. પેટ સંબંધી તકલીફ થઇ શકે છે. આવકની સરખામણીમાં ખર્ચમાં વધારો થશે. પ્રોપર્ટી અને બાંધકામના કાર્ય કરવા વાળાએ થોડા પડકારનો સામનો કરવો પડશે. જીવનસાથી સાથે કોઈ વાતને લઈને મતભેદ થઇ શકે છે. પ્રેમ સંબંધમાં કોઈ ત્રીજા વ્યક્તિ વાત બગાડવાનું કામ કરી શકે છે. ગુસ્સા ઉપર નિયંત્રણ રાખો અને વાતને વિવાદથી નહિ પણ ચર્ચાથી ઉકેલવાનો પ્રયત્ન કરો.

કર્ક : કર્ક રાશીના લોકોએ આ અઠવાડિયે તેમના મહત્વપૂર્ણ કાર્યોની પ્રાથમિકતા નક્કી કરવી પડશે, નહિ તો મોડેથી પગલું ભરવાને કારણે છેલ્લા સમયમાં સફળતા તમારા હાથ માંથી છટકી શકે છે. કાર્યક્ષેત્રમાં વિરોધીઓથી સાવચેત રહો. અઠવાડિયાની શરુઆતમાં સુખ સુવિધાઓ સાથે જોડાયેલી બાબતો ઉપર વધુ ખર્ચ થઇ શકે છે. વેપારમાં ધન રોકાણ કરતી વખતે શુભચિંતકોની સલાહ લેવાનું ન ભૂલશો. કાર્યક્ષેત્રમાં પરિશ્રમ કરવા છતાં અપેક્ષા મુજબ ફળ પ્રાપ્ત નહી થાય. પ્રેમ સંબંધ સામાન્ય રહેશે. મુશ્કેલ સમયમાં જીવનસાથીનો પુરતો સહકાર મળશે. મનને શાંત રાખવા માટે ધ્યાન અને યોગ કરો.

સિંહ : સિંહ રાશીના લોકો માટે આ અઠવાડિયુ સામાન્ય શુભદાયક છે. મહત્વપૂર્ણ કાર્યો કરતી વખતે બીજાની ઉશ્કેરણીમાં ન આવો અને તમારી બુદ્ધી મુજબ નિર્ણય લો. કોર્ટ કચેરી સાથે જોડાયેલી બાબતોમાં નિર્ણય તમારા પક્ષમાં આવી શકે છે. માર્કેટમાં ફસાયેલા પૈસા પાછા આવવાથી વેપારમાં રાહત અનુભવશો. સત્તા પક્ષ સાથે જોડાયેલ કોઈ પ્રભાવી વ્યક્તિ સાથે મુલાકાત થશે અને ભવિષ્યમાં લાભની યોજના ઉપર કાર્ય કરવાની તક મળશે. નવી સંપત્તિ બનાવવાની દિશામાં કોઈ મોટું પગલું ભરી શકો છો. પ્રેમ સંબંધોમાં મજબુતી આવશે. કુટુંબીજનો સાથે આનંદમય સમય પસાર કરવાની તક પ્રાપ્ત થશે.

કન્યા : નવી યોજનાઓ તરફ દોડતી વખતે એ વાતને ધ્યાનમાં રાખો કે ક્યાંક તમારું કામ ન પ્રભાવિત થઇ જાય, નહિ તો પાછળથી પસ્તાવું પડશે. કાર્યક્ષેત્રમાં બેદરકારીને લઈને બોસનો ઠપકો સાંભળવો પડશે. અઠવાડિયાના ઉત્તરાર્ધમાં પિતૃક સંપત્તિને લઈને કુટુંબીજનો સાથે વાદ વિવાદ થઇ શકે છે. કુટુંબની જરૂરિયાતો અને અપેક્ષાઓથી દુર ભાગવાનો પ્રયત્ન ન કરો નહિ તો સમસ્યાઓ ઘટવાને બદલે વધી જશે. પ્રેમ સંબંધોમાં વફાદાર રહો. જીવનસાથીની ભાવનાઓની ઉપેક્ષા ન કરો.

તુલા : આ અઠવાડિયે લાંબા સમયથી અટકેલા કાર્યોમાં વેગ જોવા મળશે. કાર્યક્ષેત્રમાં લોકો તમારા કાર્યોની પ્રશંસા કરશે. ઇષ્ટ-મિત્રોનો પુરતો સહકાર મળશે. બેરોજગાર લોકોને રોજગારીની નવી તકો પ્રાપ્ત થશે. ઘરના કોઈ મોટા નિર્ણય લેતી વખતે ભાઈ બહેનનો પૂરો સહકાર મળશે. પ્રોફેશન મહિલાઓ માટે સમય અનુકુળ છે. પ્રેમ સંબંધ લગ્નમાં પરિવર્તિત થઇ શકે છે. કુટુંબીજનો તમારા પ્રેમ સંબંધને સ્વીકાર કરી શકે છે. અઠવાડિયાના ઉત્તરાર્ધમાં ફાઈનેન્સ, માર્કેટિંગ અને કમીશનના કાર્ય કરવા વાળાએ કેટલાક પડકારોનો સામનો કરવો પડશે. ઋતુની બીમારીથી સાવચેત રહો.

વૃશ્ચિક : વૃશ્ચિક રાશીના લોકો આ અઠવાડિયે પોતાના પરિશ્રમ અને અનુભવની મદદથી પોતાની વર્તમાન સ્થિતિને સુધારવામાં સફળ થઇ શકે છે. અઠવાડિયાની શરુઆતમાં ધાર્મિક સામાજિક કાર્યોમાં વ્યસ્તતા રહેશે. ઘરમાં કોઈ પ્રિયજનના આવવાથી આનંદનું વાતાવરણ જળવાઈ રહેશે. ધંધાકીય અને આર્થિક સ્થિતિમાં પણ સુધારો જોવા મળશે. પરિચિતો અને સમાજમાં તમારું માન સન્માન વધશે. લોકો તમારા વ્યવહારથી પ્રભાવિત થશે અને તમારા નિર્ણયની પ્રશંસા કરશે. લવ પાર્ટનર સાથે ઉત્તમ સમય પસાર કરવાની તક મળશે. દાંપત્ય જીવનમાં મધુરતા જળવાઈ રહેશે.

ધનુ : આ અઠવાડિયે ધનુ રાશીના લોકોના કુટુંબના પ્રશ્નો ધીમે ધીમે ઓછા થતા જોવા મળશે. કોઈ વડીલની મદદથી જમીન મકાન સંબંધિત વિવાદ દુર થવાથી તમને રાહત થશે. કુટુંબમાં કોઈ સભ્યના આરોગ્યને લઈને મન ઉદાસ રહેશે. આર્થિક સંકટને લઈને ઘણી બધી બાબતો સાથે સમાધાન કરવું પડશે. કારકિર્દી-વેપારમાં થોડી અડચણો ઉભી થઇ શકે છે. બેરોજગાર લોકોએ રોજગારી માટે હજુ રાહ જોવી પડશે. પ્રેમ સંબંધોમાં સમજી વિચારીને આગળ વધશો નહી તો પોતાની સાથે કુટુંબીજનોના માન પ્રતિષ્ઠાને નુકશાન થઇ શકે છે. વાહન સાવચેતીપૂર્વક ચલાવો. ઈજા થવાની સંભાવના છે.

મકર : મકર રાશીના લોકોએ અઠવાડિયાની શરુઆતમાં કુટુંબના વિવાદ અને આર્થીક મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. કાર્યક્ષેત્રમાં તમારા વરિષ્ઠ અને ઘનિષ્ઠ બંનેને સાથે લઈને ચાલવાથી ફાયદો થશે. એ વાતનું પૂરું ધ્યાન રાખો કે તમારી વાતથી જ વાત બનશે અને તમારી વાતથી જ વાત બગડશે, એટલા માટે ભૂલથી પણ ગુસ્સો ન કરો અને પોતાની ભાષા ઉપર નિયંત્રણ રાખો. અઠવાડિયાની મધ્યમાં લાંબા અને ટુકા અંતરના પ્રવાસ થઇ શકે છે. પ્રવાસ દરમિયાન આરોગ્ય અને સામાન બંનેનું વિશેષ ધ્યાન રાખો. લવ પાર્ટનર હોય કે પછી જીવનસાથી તેની ભાવનાઓની ઉપેક્ષા ન કરશો.

કુંભ : કુંભ રાશીના લોકો માટે આ અઠવાડીયુ મિશ્ર ફળદાયક રહેશે. અઠવાડિયાની શરુઆતમાં કામની બાબતમાં લાંબા કે ટૂંકા અંતરના પ્રવાસ ઉપર જવું પડશે. ધાર્મિક સામાજિક કાર્યોમાં રુચિ વધશે. આ અઠવાડિયે આર્થિક લેવડ દેવડ કરવામાં ઘણી સાવચેતી રાખવાની જરૂર છે. કોઈને ધન ઉછીતું આપવાથી દુર રહો. કાર્ય યોજનાને પૂરી કરતા પહેલા તેને ગુપ્ત રાખો, નહિ તો વિરોધી તેમાં અડચણ ઉભી કરી શકે છે. સંતાનના ભવિષ્ય અને જીવનસાથીના આરોગ્યને લઈને મન ઉદાસ રહેશે. પરીક્ષા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં લાગેલા વિદ્યાર્થીઓનું મન ભટકી શકે છે. પ્રેમ સંબંધોમાં કોઈ પણ પ્રકારની ગેરસમજણ ઉભી ન થવા દો.

મીન : ગયા અઠવાડિયાની સરખામણીમાં આ અઠવાડિયું તમારા માટે વધુ આનંદ અને સફળતાની તકો લઈને આવે છે. અઠવાડિયાની શરુઆતમાં જ તમને કારકિર્દી વેપાર સાથે જોડાયેલા શુભ સમાચાર મળશે. પૈતૃક સંપત્તિની પ્રાપ્તિમાં આવી રહેલી અડચણો દુર થશે. સત્તા પક્ષથી લાભના યોગ ઉભા થશે. રાજકારણ સાથે જોડાયેલા લોકોને મહત્વની જવાબદારી મળી શકે છે. પ્રોફેશનલ મહિલાઓ માટે સમય અનુકુળ છે. અઠવાડિયાના ઉત્તરાર્ધમાં ધાર્મિક કાર્યો સાથે જોડાયેલી તકો પ્રાપ્ત થશે. લવ પાર્ટનર સાથે ક્વોલેટી ટાઈમ પસાર કરવાની તક મળશે. સંતાન તરફથી મોટી સિદ્ધી પ્રાત કરવાથી કુટુંબમાં આનંદનું વાતાવરણ રહેશે.