આ અઠવાડિયે છે નવા વર્ષનું પહેલું ચંદ્ર ગ્રહણ, જેની અસર આ રાશિઓ માટે છે શુભ, જાણો તમારી રાશિ શું કહે છે?

0
671

મિથુન :

સપ્તાહની શરૂઆતમાં તમારામાં આત્મવિશ્વાસ રહેશે પરંતુ મધ્યમાં કેટલીક મુશ્કેલીઓ આવે અને ખુદને અસમર્થ અનુભવો. અંતિમચરણ આપની તરફેણમાં રહેશે. સપ્તાહના પૂર્વાર્ધમાં આપના ઉપરી અધિકારીઓ અથવા સાથી કર્મચારીઓ, ભાગીદારો, તમારે ક્યાં કામ કરતા લોકો સાથે કોઇપણ પ્રકારની બિનજરૂરી દલીલબાજી અથવા તણાવ ટાળજો અન્યથા માનસિક અસ્વસ્થતા વધી શકે છે. આ સમયમાં આપની કારકિર્દી અને આર્થિક બાબતો પર પૂરતું ધ્યાન આપવું પડે.

ઉત્તરાર્ધમાં તમે પ્રોફેશનલ મોરચે વધુ કેન્દ્રિત થશો પરંતુ સતર્કતા આવશ્કયક છે. વિદ્યાર્થીઓ માટે અભ્યાસમાં શરૂઆત સારી છે પરંતુ બીજા દિવસે મધ્યાહન પછી તમારું મન થોડુ ચંચળ થશે જેથી અભ્યાસમાં અવરોધ આવી શકે છે. આપને આ સમયમાં ઘર અને પ્રિયપાત્ર સાથે વધુ રહેવાની જરૂરીયાત લાગે. ઉત્તરાર્ધમાં આપના જીવનસાથી અથવા પ્રિયપાત્ર સાથે ગુણવત્તાસભર સમય વિતાવવાની તક પુરી પાડશે.

જો કે, આપની માનસિક અશાંતિ અર્થપૂર્ણ સંબંધોમા અડચણ બને. સપ્તાહના મધ્યમાં જો કે પગ અને ઘુંટણની ખાસ કાળજી રાખવી પડે. વધુ પડતી કસરત કરવાથી કોઇ ઇજા ના પહોંચે તેની ખાસ તકેદારી રાખશો. લાંબા અંતરની મુસાફરીમાં સ્વાસ્થ્યની કાળજી લેવાની સલાહ છે.

કન્યા :

સપ્તાહની શરૂઆતમાં સંતાનોની સમસ્‍યાથી ચિંતિત હશો. વ્યવસાયિક ક્ષેત્રે હરીફો અને પ્રતિસ્પર્ધીઓ માથું ઉંચકે. નકારાત્‍મક વિચારો મન પર હાવિ થાય. સરકાર તરફથી કોઇ પરેશાની ઊભી થઈ શકે છે. જોકે, બીજા દિવસથી તમારા વિચારોમાં નાવીન્ય આવશે. તમે નવા જુસ્સામાં જોવા મળશો. નવા કાર્યોનો આરંભ કરી શકશો. મહત્‍વના દસ્‍તાવેજો પર સહી-સિક્કા કરતાં ધ્‍યાન રાખવું.

સપ્તાહના મધ્યમાં ઘરમાં મિત્રો અને સગાં સ્‍નેહીઓની અવરજવરથી ખુશાલીનો માહોલ રહેશે. આપને આર્થિક લાભ મળવાની પણ શક્યતા પણ નકારી શકાય નહી. પ્રવાસની તૈયારી રાખજો. શુભ કે માંગલિક કાર્યોમાં હાજરી આપવાથી અથવા આવા કાર્યોનું ઘરમાં આયોજન થતા તમે બદલાયેલા માહોલમાં બહેતર અહેસાસ કરી શકશો.

ક્યારેક ક્યારેક ટેન્શનના કારણે અનિદ્રાનો ભોગ બનો તેવી પણ શક્યતા છે. સપ્તાહના અંતમાં નાણાંકીય વ્યવસ્થા માટે શુભ સમય છે. લાંબાગાળાના રોકાણમાં તમે બીજાની વાતોમાં આંધળો વિશ્વાસ ના કરતા. વિદ્યાર્થી જાતકોને ખાસ કરીને મિત્રોની ખરાબ સોબતથી દૂર રહેવાની સલાહ છે.

ધનુ :

સપ્તાહના શરુઆતમાં પરિવાર, મિત્રો અને વ્યવસાયિક ક્ષેત્રે સારો સમય પસાર થતા આપના પરિવારનું વાતાવરણ ઉલ્‍લાસમય રહે. આપનામાં નવી ઉર્જાનો સંચાર થયો હોય તેમ લાગશે. વિવિધ લાભોથી આપના હર્ષોલ્‍લાસમાં બમણો વધારો થશે. શરીરમાં સ્‍ફૂર્તિનો અને મનમાં ઉત્‍સાહનો અભાવ વર્તાશે. લાંબા ગાળાનું રોકાણ કરવા માટે યોગ્ય સમય છે. પ્રેમસંબંધોમાં પણ આગળ વધી શકશો.

સપ્તાહના મધ્યમાં ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અભ્‍યાસ માટે સમય છે બહેતર છે માટે આયોજનપૂર્વક મહેનત કરશો તો ધાર્યુ પરિણામ લાવી શકો છો. સ્વાસ્થ્યમાં એકંદરે આખા સપ્તાહમાં ચડાવઉતારની સ્થિતિ રહેવાથી થોડુ સાચવજો. ધંધામાં સાનુકૂળ વાતવારણ રહે.

પોતાના પ્રશ્નોનું બરાબર વિશ્લેષણ કરો અને તેને અનુરૂપ વ્યવહારુ પગલાં ભરશો તો અચૂક મુશ્કેલીમાંથી બહાર આવી શકશો. સપ્તાહના અંતિમ ચરણમાં વધુ પડતો ખર્ચ થઈ જવાથી નાણાંભીડ અનુભવશો. કારકીર્દિ અંગે પણ થોડી ચિંતા રહેશે. કુટુંબીજનો અને ઓફિસમાં સહકર્મચારીઓ સાથે મનદુ:ખ કે વિવાદના પ્રસંગ બને નહીં તે માટે વાણી અને વર્તન સૌમ્ય રાખવાની સલાહ છે.

મીન :

સપ્તાહની શરૂઆતમાં આપને આનંદદાયક સમાચાર પ્રાપ્‍ત થાય. આપ વાણીના પ્રભાવથી અન્યોને પોતાની વાત મનાવી શકશો અને બીજા પાસેથી કામ કઢાવી શકશો. આર્થિક લાભની શક્યતા છે. કાર્યક્ષેત્રે પણ અધિકારીવર્ગનું ‍નકારાત્‍મક વલણ આપની અંદર થોડી હતાશા જન્‍માવશે પરંતુ વ્યૂહાત્મક રીતે આગળ વધશો તો અત્યારે તમને તેમની કાર્યશૈલી અને વિચારધારાથી કામકાજમાં સારો ફાયદો પણ થઇ શકે છે.

પ્રતિસ્‍પર્ધીઓ અને વિરોધીઓનું જોર વધે માટે કામમાં ચોકસાઈ રાખજો. તમને કામકાજમાં ફેરફાર કરવાના વિચારો પણ વારંવાર આવી શકે છે. સંબંધોની વાત કરીએ તો, પ્રિયપાત્ર, સ્નેહી સાથે આપ આનંદ પ્રમોદથી રહો તેમજ તેમના મનોરંજન પાછળ નાણાં ખર્ચશો.

પ્રેમની અભિવ્યક્તિ કલાત્મક અંદાજમાં કરી શકશો. અવિવાહિતોને યોગ્ય પાત્ર મળી શકે છે. અભ્યાસમાં અત્યારે ખાસ કરીને ઇતરપ્રવૃત્તિઓમાં મન પરોવાયેલું ના રહે તેનું ધ્યાન રાખવું. આરોગ્‍ય અંગે અત્યારે ખાસ ચિંતાજનક સ્થિતિ જણાતી નથી. છતાં પણ કફ, છાતિમાં દુખાવો, શ્વાસની સમસ્યા હોય તેમણે સાવચેતી રાખવી.

મેષ :

સપ્તાહની શરૂઆતમાં વ્યક્તિગત જીવનમાં આપનો જુસ્સો, આત્મવિશ્વાસ અને આશાવાદ આપની ક્ષિતિજોને વધુ વિસ્તારશે. શંકાશીલ ભુતકાળ ધરાવતા લોકો સાથે સંબંધો રાખવાનું ના થાય તેની તકેદારી રાખવી. સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં સક્રિય થઇને આપ પ્રોફેશનલ મોરચે વધુ ખ્યાતિ મેળવી શકો છો. કાર્યક્ષેત્રે આપના શત્રઓનો પરાજય થાય તેમજ માનસિક શાંતિ અનુભવો.

સપ્તાહના અંતમાં આપનો ઉત્સાહ એક નવી જ ઊંચાઇએ જોવા મળે અને ભુતકાળની મુંઝવણ કે વિઘ્નોથી મુક્ત થશો. આપના પગારમાં વધારો થાય પણ મુસાફરી મારફતે ખર્ચો પણ થશે. ધાર્મિક યાત્રા અને ક્રિયાથી શુભ ખર્ચો થાય. વિદ્યાર્થીઓ શરૂઆતથી અભ્યાસમાં મન લગાવી શકશે પરંતુ ઉચ્ચ અભ્યાસમાં અત્યારે ઘણો ગડમથલનો તબક્કો ચાલી રહ્યો છે માટે ગાફેલ રહેવું નહીં અન્યથા ટાર્ગેટ હાંસલ કરવામાં ફાંફા પડશે.

પરિવારજનો તેમજ પ્રિયપાત્ર સાથે શરૂઆતથી સંબંધો સારા રહે. જોકે, મિત્રો સાથે મુલાકાતમાં અડચણો આવી શકે છે. સપ્તાહના મધ્યમાં તમે પ્રેમની અભિવ્યક્તિ સારી રીતે કરી શકો. સપ્તાહના મધ્યમાં આપ સમતોલ આહાર અને લાગણીશીલ સમતોલપણું જાળવી શકશો. આપ ખૂબ જ ઉત્સાહી હશો અને ભુતકાળના દરેક અવરોધોથી છૂટકારો મળે. સાંધાની બીમારી અને સ્નાયુઓને લગતી સમસ્યા હોય તેવા જાતકોએ અત્યારે થોડુ સાચવવું પડશે.

કર્ક :

સપ્તાહની શરૂઆતમાં પારિવારિક પ્રવૃત્તિઓમાં તમારે સમયની સાથોસાથ વધુ શક્તિ પણ ખર્ચવી પડશે. તમે પ્રોફેશનલ બાબતોમાં વધુ ધ્યાન આપશો. જોકે, તેનાથી ફાયદો પણ થશે પરંતુ નોકરિયાતોને સ્થિતિ અને સંજોગો જોઇને આગળ વધવાની સલાહ છે. કામકાજમાં તમે થોડા બેચેન, મૂડી બનશો. સપ્તાહના મધ્યમાં પરિવારમાં ઘર્ષણની સ્થિતિ સર્જાય જેને કારણે પરિવારજનો સાથે દલીલબાજી થવાની શક્યતા રહેશે.

પ્રયણસંબંધમાં તમે ભાવનાત્મક રીતે વધુ સંવેદનશીલ બનાશો તથા ખાસ કરીને છેલ્લા દિવસે પ્રિયપાત્ર અથવા જીવનસાથી જોડે ઉત્તમ સમય વિતાવી શકશો. સપ્તાહની મધ્યમાં તમે પોતાના વ્યસ્ત શિડ્યુલમાં પણ શક્ય હોય ત્યાં સુધી આરામ માટે સમય કાઢજો જેથી ઉત્સાહ અને તમારી ગતિ બંને જળવાઈ રહે.

છેલ્લા દિવસે આપના પ્રોફેશનલ સંપર્કોનું વર્તુળ વિસ્તરશે. વિદ્યાર્થી જાતકો મોટાભાગના સમયમાં અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરી શકે પરંતુ ખાસ કરીને ઉત્તરાર્ધની શરૂઆત નબળી રહેશે. સ્વાસ્થ્ય બાબતે પણ સાચવવું પડશે. અત્યારે ખાસ કરીને શરીરની ગરમીને લગતી ફરિયાદો વધી શકે છે.

તુલા :

સપ્તાહની શરૂઆતમાં પ્રિયપાત્ર સાથે હરવા ફરવામાં સમય પસાર થાય. પ્રેમસંબંધોમાં આગળના તબક્કે જવા માટે વિકએન્ડમાં પણ ઉત્તમ તકો મળી શકે છે. પરિવાર પર તમે વધુ ધ્યાન આપો જેથી પરિવારજનો સાથે તમારી આત્મીયતા વધશે. પ્રોફેશનલ મોરચે બીજાના સહાકરથી આગળ વધી શકો તેમજ ભાગીદારી કે ટીમવર્કના કાર્યોમાં પણ સફળતાની આશા રાખી શકો છો.

બીજા દિવસે મધ્યાહન પછી તમારે સાચવવું પડશે. માનસિક બેચેની વધી શકે છે. રાગદ્વેષથી દૂર રહેવું તથા હિતશત્રુઓથી સંભાળવું. તંદુરસ્તીની વિશેષ કાળજી લેવી, આધ્યાત્મિક સિદ્ધિ મેળવવા માટે સારો સમય છે. આની પાછળ ધનખર્ચ પણ થશે. સપ્તાહના છેલ્લા ચરણમાં અપરીણિતો માટે લગ્‍ન યોગ છે.

ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને થોડા અવરોધો આવે પરંતુ જન્મભૂમિથી દૂર અભ્યાસ માટે જવાનું હોય તો તેને લગતા કાર્યોમાં સફળતા મળી શકે છે. જમીન, મકાન અથવા સ્થાવર મિલકત સંબંધિત સોદા માટે વાટાઘાટો થઇ શકે છે. અત્યારે મિત્રો સાથેના સંબંધોમાં થોડી પ્રતિકૂળતા રહેવાની શક્યતા છે. વાણી કઠોર ના રહે તેનું ખાસ ધ્યાન રાખવું.

મકર :

આ સપ્તાહમાં મિલકત સંબંધિત સમસ્યાઓ ઊભી થઈ શકે છે અથવા જો અગાઉથી કોઇ પ્રશ્નો ચાલતા હોય તો અત્યારે તેને છંછેડવા નહીં. પૈતૃક મિલકતોથી મળતા લાભોમાં અત્યારે થોડી નિરાશા સાંપડે. સરકારી અથવા કાયદાકીય બાબતોમાં ખર્ચ થઇ શકે છે. આવા કોઇ લાભની આશામાં હોવ તો તેમાં પણ થોડા વિલંબનો સામનો કરવાની તૈયારી રાખજો.

જો કે ધીમે ધીમે બધું જ પાર પડવાથી આપ માનસિક રીતે થોડીક રાહત અનુભવશો. નોકરીમાં સહકર્મીઓ અને ઉપરીઓનો આપના પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલાવા લાગશે. શરૂઆતમાં થોડા સંઘર્ષપૂર્ણ તબક્કા બાદ અંતિમ ચરણમાં તમે પદોન્‍નતિનો માર્ગ ઘડવામાં સફળ થશો. કાર્યસ્થળે આપનું વર્ચસ્‍વ વધે. પ્રતિષ્ઠા ખંડિત થાય અથવા કાયદા વિરોધી હોય તેવા કાર્યોથી દૂર રહેવું.

આ સપ્તાહે તમારામાં વિજાતીય આકર્ષણ સારું રહે અને તેમાં પણ ખાસ કરીને સપ્તાહના પૂર્વાર્ધમાં તમારી વચ્ચે મુલાકાતો અથવા એકબીજાના સંગાથમાં રહેવાની સંખ્યાબંધ તકો મેળવી શકો. ઉચ્ચ શિક્ષણ માટે તમે પ્રયાસ કરી શકો છો પરંતુ કોઇપણ વિષયમાં ઉંડા અભ્યાસ માટે મહેનત વધારવી જરૂરી છે. સંપૂર્ણ રીતે સ્વસ્થ થવા માટે તમારે ખાનપાનમાં સંયમ અને કસરત પર ભાર મૂકવો પડશે.

વૃષભ :

સપ્તાહની શરૂઆતમાં કોઇપણ વર્તનમાં ઉગ્ર ના બનવાની સલાહ છે. નોકરિયાતોને ઉપરીઓ અને સહકર્મચારીઓ સાથેના સંબંધો સામાન્ય રહે. આપના વિરોધીઓને મ્હાત કરો. ફાયદાકારક સોદો પાર પાડવા માટે સારી તક મળે. શરૂઆતના બે દિવસને બાદ કરતા મોટા ભાગનો સમય સારો છે. આર્થિક બાબતોમાં અત્યારે સાચવવું જરૂરી છે કારણ કે શરૂઆત ખર્ચ સાથે થશે.

તેમાં પણ પૈતૃક મિલકતો અથવા પિતા, સરકાર વગેરે તરફથી મળતા લાભોમાં પણ અત્યારે નિરાશા સાંપડી શકે છે. વિદ્યાર્થી જાતકોને કોઇપણ ઊંડા અભ્યાસ, રિસર્ચ વગેરેમાં મુશ્કેલીનો સામનો કરવો પડે. ખાસ કરીને તમારી યાદશક્તિ સાથ ના આપતી હોય તેવું લાગે. આ સપ્તાહે તમે પરિવારના નિયમો અનુસરો તેમજ અન્ય લોકો સાથેના સંબંધોમાં પ્રામાણિક અને પારદર્શક બનવાના માર્ગ પર ચાલવુ પડશે.

આપ જીવનસાથીના વિચારો પર વર્ચસ્વ જમાવવાનો પ્રયત્ન કરશો તો બન્ને વચ્ચે દલીલબાજી અથવા વિવાદ થવાની શક્યતા રહેલી છે. શરૂઆતમાં સ્વાસ્થ્યની થોડી તકલીફો થાય જેમાં સૌથી વધારે થાક અને આળસ જવાબદાર હશે. સપ્તાહના મધ્યમાં તમે આત્મનિખાર પર ધ્યાન આપશો. તમારામાં સ્ફુર્તિનું પ્રમાણ પણ વધે.

સિંહ :

સપ્તાહની શરૂઆતમાં આ સમયમાં આપના સંતાનો સાથે પ્રતિકૂળતા સર્જાય તેવી સંભાવના છે. તમે મિત્રતા અને અન્ય પ્રવૃત્તિઓ પાછળ વધુ સમય અને ઉર્જા ખર્ચશો જેને કારણે પરિવારમાં કોઇ પડકારો આવવાની શક્યતા વધે. સપ્તાહના મધ્યમાં જ્યારે પણ તમારા પર કામનું ભારણ વધારે હોય, તમે થાકેલા હોવ અથવા જ્યારે પણ તમે વધુ પડતા લાગણીઓમાં તણાવ અથવા જીવન શુષ્ક લાગે ત્યારે શાંત ચિત્તે ઇશ્વરને યાદ કરજો.

જુની બાબતોમાંથી બોધપાઠ લેવાથી તમે કોઇક માર્ગ મેળવશો. ભોજનની નિયમિતતા પર પુરતું ધ્યાન આપજો. તમારી કાર્યસૂઝ અને કામ પ્રત્યે કટીબદ્ધતાની પ્રસંશા થશે. સપ્તાહના અંતમાં વ્યવસાયને અનુલક્ષીને તેમજ આર્થિક બાબતોમાં સકારાત્મક અને સંતોષકારક સ્થિતિ સાથે શરૂ થશે. સખત પરિશ્રમ અને બુદ્ધિ ચાતુર્યના કારણે નિયમિત કામકાજોમાં નિયમિત ધોરણે નફો મળતો રહેશે. વિદ્યાર્થીઓને અત્યારે અભ્યાસમાં વધુ એકચિત્ત થવાની જરૂર પડશે.

વૃશ્ચિક :

સપ્તાહની શરૂઆતમાં તબિયત સારી ન રહેતાં કામમાં એકાગ્રતા ઓછી રહે. આપ અજીર્ણ, ગેસ જેવી સમસ્યાથી પીડાશો. ભાઈ-બહેનો વચ્ચેના સંબંધો વધુ ઘનિષ્ઠ બનશે. વિવાહિત જાતકોને શ્વસુરપક્ષના લોકો સાથે મળવાનું થાય તેમ જ તેમના તરફથી લાભ થાય. દાંપત્યજીવન અથવા પ્રેમસંબંધોનું સુખ માણી શકો પરંતુ તમારા ગુસ્સાને થોડો અંકુશમાં રાખવાની ખાસ સલાહ છે.

સપ્તાહના મધ્યમાં માંદગી હશે તેઓને રાહત અનુભવાશે. ઓફિસમાં આપના કાર્યની પ્રશંસા થતા આપ આનંદ અનુભવશો. આપ દાંપત્‍યજીવનને વિશેષ માણશો અને તેનું સુખ ભોગવી શકશો. પરિવાર સાથે કોઇ સામાજિક મેળાવડામાં ફરવાના સ્‍થળે અથવા તો ટૂંકા પ્રવાસે જાઓ અને આનંદમાં સમય પસાર કરો. સપ્તાહના અંતિમ ચરણમાં તમારું મન ફરી થોડુ બેચેન રહે અને શરીરમાં થાક લાગે જેથી કામકાજમાં ઓછુ મન આપો.

તમે એકાંત પસંદ કરો પરંતુ છેલ્લા દિવસે તમારામાં ફરી એક વખત જુનો ઉત્સાહ અને જોશ આવી જશે. છેલ્લા દિવસે વેપારીઓ માટે કમાણીના દ્વાર ખુલશે તેમજ વ્યવસાયના વિસ્તરણ અંગેની વાતચીત કરી શકશો. વિદ્યાર્થીઓને સતત ચડાવઉતારની સ્થિતિ હોવાથી અભ્યાસમાં પ્લાનિંગથી આગળ વધવું પડશે.

કુંભ :

સપ્તાહના પહેલા બે દિવસ તમે મિત્રો અને ભાઇબહેનો અથવા પરિવાર સાથે સારી રીતે વિતાવી શકશો. તમે તેમના માટે ખર્ચ કરી શકો છો. આમ તો સપ્તાહના પૂર્વાર્ધમાં પરિવાર માટે પણ ખર્ચની તૈયારી રાખજો. અત્યારે તમે વેપાર કે ધંધાના વિસ્‍તરણની યોજના સાકાર કરી શકશો. રોકાણ અંગેનું આયોજન પણ થશે. પરંતુ ખાસ કરીને શેરબજાર, વાયદાબજાર, કોમોડિટી અથવા સટ્ટાકીય કાર્યોમાં જોડાયેલા હોય તેમના માટે સાવધાનીભર્યો તબક્કો છે.

હાલમાં કરેલા સોદા તમારા માટે મોટી ખોટનું કારણ બની શકે છે. આયાત-નિકાસનો વ્‍યવસાય કરનારાઓને ધીમી પરંતુ એકધારી ગતિએ કામકાજ ચાલશે. દલાલી, કમિશન, વ્‍યાજ વગેરેની આવકમાં વૃદ્ધિ થવાથી આપને નાણાંની છૂટ રહેશે.

પ્રિયજન સાથે વધુ પડતી લાગણીશીલતા કેટલાક પ્રશ્નોમાં આપને પક્ષપાતી બનાવી શકે છે માટે શક્ય હોય એટલો વ્યવહારુ અને તટસ્થ અભિગમ અપનાવજો. વિદ્યાર્થીઓ અભ્યાસમાં પ્રારંભિક અવરોધો બાદ એકાગ્રતા જાળવી શકશે. અત્યારે ત્વચા કે એલર્જીને લગતી ફરિયાદો થવાની શક્યતા છે.

રાશિ અને રાશિફળ સંબંધિત વધારે માહિતી માટે ganeshaspeaks ડોટ com ની મુલાકાત લો.