સાપની જીભ કેમ બે ટુકડામાં હોય છે? જાણતા ના હોય તો જાણી લો આ ઊંડું રહસ્ય.

0
2177

સાંપોને જોતા જ હંમેશા લોકોની બોલતી બંધ થઇ જાય છે. તમે પણ તમારા જીવનમાં ઘણા સાંપ જોયા હશે અને એટલું તો જરૂર જાણતા હશો કે સાંપોની જીભ આગળથી બે ભાગમાં વહેચાયેલી હોય છે પરંતુ શું તમે જાણો છો કે એવું કેમ હોય છે?

સાંપોની જીભ બે ભાગમાં વહેચાયેલી હોવા પાછળ એક ઊંડું રહસ્ય છુપાયેલું છે, જેનો ઉલ્લેખ મહાભારતમાં જોવા મળે છે. મહર્ષિ વૈદવ્યાસ દ્વારા લખવામાં આવેલી મહાભારતમાં સાંપોની જીભ સાથે જોડાયેલી એક ઘણી જ રહસ્યમય વાર્તા છે.

મહાભારતમાં જણાવ્યા મુજબ, મહર્ષિ કશ્યપને ૧૩ પત્નીઓ હતી. તેમાંથી કદ્રૂ પણ એક હતી. તમામ નાગ કદ્રૂના જ સંતાન છે. મહર્ષિ કશ્યપની એક બીજી પત્નીનું નામ વિનતા હતું, જેના પુત્ર પક્ષીરાજ ગરુડ છે. એક વખત મહર્ષિ કશ્યપની બન્ને પત્નીઓ કદ્રૂ અને વિનતાએ એક સફેદ ઘોડો જોયો. તે જોઇને કદ્રૂએ કહ્યું કે આ ઘોડાની પૂંછડી કાળી છે અને વિનતાએ કહ્યું કે નહિ સફેદ છે. તે વાત ઉપર બન્નેની શરત લાગી ગઈ.

ત્યારે કદ્રૂએ પોતાના નાગ પુત્રને કહ્યું કે તે પોતાનું કદ નાનું કરીને ઘોડાની પૂંછડી સાથે લપેટાઈ જાય, જેથી ઘોડાની પૂંછડી કાળી દેખાય અને તે શરત જીતી જાય. તે સમયે અમુક નાગપુત્રોએ એમ કરવા માટે ના પાડી દીધી. ત્યારે કદ્રૂએ પોતાના પુત્રોને શ્રાપ આપી દીધો કે તમે રાજા જનમેંજયના યજ્ઞમાં ભસ્મ થઇ જશો. શ્રાપની વાત સાંભળતા જ તમામ નાગપુત્રો પોતાની માતાના કહેવા મુજબ તે સફેદ ઘોડાની પૂંછડી સાથે વીંટળાઈ ગયા, જેથી તે ઘોડાની પૂંછડી કાળી દેખાવા લાગી.

શરત હારવાને કારણે વિનતા કદ્રૂની દાસી બની ગઈ. જયારે વિનતાના પુત્ર ગરુડને એ વાતની ખબર પડી કે તેની માતા દાસી બની ગઈ છે, તો તેણે કદ્રૂ અને તેના નાગપુત્રોને પૂછ્યું કે તમે એવી કઈ વસ્તુ લાવીને આપું, જેનાથી મારી માતા તમારા દાસીપણામાંથી થઇ જાય. ત્યારે નાગપુત્રોએ કહ્યું કે તમે અમને સ્વર્ગમાંથી અમૃત લાવીને આપો તો તમારી માતા અમારી માતાના દાસીપણામાંથી મુક્ત થઇ જશે.

નાગપુત્રોના કહેવા મુજબ ગરુડ સ્વર્ગમાંથી અમૃત કળશ લઇ આવ્યા અને તેને કુશા (એક પ્રકારનું ધાર વાળું ઘાંસ જેને ગુજરાતીમાં ધરો કહે છે) ઉપર મૂકી દીધું. આ રીતે તેમની માતા દાસી મુક્ત થઇ ગઈ. તેમણે તમામ નાગોને કહ્યું કે અમૃત પીતા પહેલા તમામ સ્નાન કરીને આવે. ગરુડના કહેવા મુજબ તમામ નાગ સ્નાન કરવા જતા રહ્યા, પરંતુ તે અંગે દેવરાજ ઇન્દ્ર ત્યાં આવી ગયા અને અમૃત કળશ લઈને પાછા સ્વર્ગ લઇ ગયા.

હવે તમામ નાગ સ્નાન કરીને આવ્યા તો તેમણે જોયું કે કુશા ઉપર અમૃત કળશ ન હતો. ત્યાર પછી સાંપોએ આ ઘાસને જ ચાટવાનું શરુ કરી દીધું, જેની ઉપર અમૃત કળશ રાખવામાં આવ્યો હતો. તેમને લાગ્યું કે આ જગ્યા ઉપર અમૃતના થોડા અંશ જરૂર પડ્યા હશે. એમ કરવાથી તેને અમૃત તો પ્રાપ્ત ન થયું, પરંતુ ઘાંસને કારણે તેમની જીભના બે ટુકડા થઇ ગયા.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.