સાપને જ સાપ ગળી રહ્યો હતો, ટુરિસ્ટના કેમેરામાં દેખાયો દુર્લભ નજારો

0
600

વિદેશોમાં તો સાંપને સાંપ દ્વારા ખાવાના ઘણા વિડીયો મળી જાય છે, પણ ભારતમાં આ પ્રકારની ઘટના રેકોર્ડ થવી દુર્લભ છે. ઉત્તરપ્રદેશના દુધવા નેશનલ પાર્કમાં એક એવો જ નજારો જોવા મળયો, જયારે એક ટુરિસ્ટે સાંપોની લડાઈ જોઈ અને વિડીયો બનાવવા લાગ્યો. થોડા સમય પછી એના હોશ ઉડી ગયા જયારે એણે જોયું કે, એક સાંપ બીજા સાંપને ગળી રહ્યો હતો.

લખીમપુર ખીરી જીલ્લામાં દુધવા ટાઈગર રિઝર્વના જંગલમાં ફરવા આવેલા પર્યટકના કેમેરામાં એકે દુર્લભ ફોટો કેદ થઈ ગયો. જેમાં એક બૈન્ડિત કરૈત સાંપ બીજા સાંપને ગળી રહ્યો હોય તેવો જનારો કેમેરામાં કેદ થઈ ગયો.

દુધવા ટાઇગર રિઝર્વના સઠિયાના રેંજના જંગલમાં બહરાઇચથી દુધવા ફરવા આવેલા પર્યટક પ્રતીક કશ્યપ પોતાના પરિવાર સાથે જંગલમાં ફરી રહ્યો હતો, ત્યારે એણે એક ઝેરીલા બૈન્ડિત કરૈત સાંપ અને એક બીજા સાંપ વચ્ચે લડાઈ થતી દેખાઈ.

આ જોઈને જયારે એમણે પોતાના કેમેરાથી વિડીયો બનાવવાનો શરૂ કર્યો, તો એ સમયે ઝેરીલો બૈન્ડિત કરૈત સાંપ, એક બીજા સાંપને ગળવા લાગ્યો, જેનો દુર્લભ ફોટો કેમેરામાં કેદ થઈ ગયો.

દુધવા ટાઇગર રિઝર્વના ફિલ્ડ ડાયરેક્ટર સંજય પાઠકે જણાવ્યું કે હંમેશા એક ઝેરીલો સાંપ ઝેર વગરના સાંપને ગળી જાય છે. તે દુધવા ટાઇગર રિઝર્વમાં થવા વાળી એક સામાન્ય ઘટના છે, પણ એને કેમેરામાં કેદ કરવી એક ખાસ વાત છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.