સંતાનોનો કરશો આ રીતે ઉછેર તો તેઓ મોટા થાય ત્યારે તેમને ‘વડિલોને સાચવો’ એમ કહેવું નહિ પડે.

0
226

તમારા બાળકોના બાળપણમાં એમના બાળપણને ખિલવાની જગા આપશો તો યુવાનીમાં એમને “વડિલોને સાચવો” એમ કહેવુ નહી પડે.

માર્કંડેય ઋષિનું નામ ખુબ જ જાણીતું છે. તેઓ અલ્પાયુ હોવા છતાં ભગવાન શિવની કૃપાથી તેઓ ચિરાયુ બન્યા હતા.

આ માર્કંડેય ઋષિ એ માર્કંડ ઋષિના પુત્ર હતા. માર્કંડ ઋષિ પોતે પણ અલ્પાયુ હતા તેથી જ માર્કંડ ઋષિના પિતાએ તેમના ઊપનયન સંસ્કાર પછી તેમને વડિલોને પગે લાગીને તેમના આશિર્વાદ લેવા માટેનું સુચન કર્યુ હતું. તેથી તેઓ હંમેશા નાના મોટા દરેક વ્યક્તિને પ્રણામ કરતાં.

એક વાર સપ્તર્ષિ તેમના પિતાના ઘરે આવ્યા. માર્કંડ ઋષિએ તેમની ટેવ પ્રમાણે સપ્તર્ષિને પ્રણામ કર્યા અને બદલામાં આશિષ મેળવ્યા. આશિષ હતા “દિર્ઘાયુષ્ય ભવ!” તેઓની જીંદગી ટૂંકી હોવાનું જાણતા તેઓ બંને બ્રહ્મા પાસે ગયા.

માર્કંડ ઋષિએ બ્રહ્માને પણ પ્રણામ કર્યા અને બ્રહ્માએ પણ “દિર્ઘાયુષ્ય ભવ!” ના જ આશિષ આપ્યા.

વાર્તામાંથી મળતો બોધ : પોતાના માતાપિતા અને વડિલોનો આદર કરવો એ ભારતીય પરંપરાનું મુળ છે. ભગવાન રામ અને કૃષ્ણ પણ દરેક વડિલોને આદર આપતા હતા અને પોતાનું મસ્તક નમાવતા હતા. (ભાગ્યશ્રી બ્લોગ પરથી)

આ તો થઇ બાળકોએ કરવાની આદત પણ એવી જ રીતે વડીલો કે માતા પિતાએ પણ બાળકોને કેમ મોટા કરવા એની સમજ એક ઉદાહરણ થકી જ જોઈએ ચાલો.

19 મી સદીનો વિખ્યાત અંગ્રેજ કવિ રોબર્ટ બ્રાઉનિંગ જ્યારે પાંચ વર્ષનો હતો ત્યારે એક દિવસ એના પિતા કાંઈક વાંચતા હતા.

‘શું વાંચો છો, ડેડી?’ નાના રોબર્ટે પૂછ્યું.

આ ‘ઈલિયડ’ પુસ્તકમાંથી ટ્રોયના ઘેરા વિશે વાંચું છું.’ પિતા બોલ્યા.

‘ટ્રોય શું છે?’ બાળકે ફરીથી પૂછ્યું.

બીજા કોઈ પિતાએ કહ્યું હોત કે ટ્રોય એક શહેરનું નામ છે અને પછી ઉમેર્યું હોત કે, ‘જા હવે બહાર રમવા જા અને મને વાંચવા દે !’

પણ રોબર્ટના પિતાએ તો ઉભા થઈને ત્યાં દીવાનખાનામાં જ ટેબલ-ખુરશીઓને ગોઠવીને જાણે કે નાનું સરખું શહેર બનાવ્યું અને એક મોટી ખુરશી પર એ નાના છોકરાને બેસાડ્યો.

‘જો, હવે આ બધું ટ્રોય નગર છે અને તું એનો રાજા પ્રાયમ છે. અને હા, આ રહી તારી સુંદર મજાની રાણી હેલન !’

એટલું બોલીને પિતાએ રોબર્ટની પાળેલી બિલાડીને ઊંચકી. ‘અને બહાર પેલા જંગલી કૂતરાઓ છે ને – જે હંમેશાં તારી બિલાડીની પાછળ પડે છે ને? તે જ રાજા એગ્મેન અને રાજા મેનેલેઅસ, જેમણે હેલનનું હરણ કરી જવા ટ્રોય ઉપર ચડાઈ કરેલી.’

આ પ્રમાણે પિતાએ નાના રોબર્ટને સરળ રીતે વાર્તા સમજાવી.

પછી જ્યારે એ સાત-આઠ વરસનો થયો ત્યારે પિતાએ એને ‘ઈલિયડ’ પુસ્તક વાંચવા આપ્યું. અને થોડાં વરસો પછી રોબર્ટને મૂળ ગ્રીક ભાષામાં ‘ઈલિયડ’ વાંચતાં શીખવ્યું.

માતા-પિતા તરીકે આપણે હંમેશા બાળકોને કાંઈ ને કાંઈ શીખવતા જ હોઈએ છીએ, પછી ભલે શીખવવાનો આપણો ઈરાદો ન પણ હોય.

આપણે આપણાં બાળકોને લાડ કરીએ કે મા-રી-એ, તેમની ચિંતા કરીએ કે ઉપેક્ષા કરીએ – દરેક વર્તન મારફત એમને કાંઈ ને કાંઈ શીખવીએ જ છીએ. એટલે હમેશા એવુ જ વર્તન કરવુ કે બાળક સારુ જ શીખે. (કૌમિલ શાહના બ્લોગ પરથી.)