સફળતાનો મંત્ર : સંત જયારે પણ પૂજામાં જોડાવા માટે પોતાના શિષ્ય સાથે નીકળતા ત્યારે જોરદાર વરસાદ પડતો

0
498

સફળતાનો મંત્ર : તકલીફો આવે ત્યારે તેના દુર થવાની રાહ જોવાને બદલે જીવનમાં આગળ વધો.

ઘણી વખત આપણા લોકોના જીવનમાં કાંઈક એવી તકલીફો આવી જાય છે, જેનો સામનો કરવાની હિંમત આપણા લોકોમાં નથી હોતી. અને આ તકલીફોને કારણે જ આપણે જીવનમાં પ્રયાસ કરવાનું છોડી દઈએ છીએ. હંમેશા એવા લોકો પણ હોય છે, જે તકલીફો જોઈને તેનો ઉકેલ શોધવાને બદલે નસીબના ભરોસે બેસી જાય છે, અને જીવનમાં આગળ વધવાનો વિચાર પણ ગુમાવી દે છે.

એક લોક કથા મુજબ એક વ્યક્તિના જીવનમાં પણ એક વખત કાંઈક આવી જ તકલીફ આવી ગઈ હતી. જેને કારણે જ તે વ્યક્તિ ઉદાસ થઈ ગયો હતો, અને તેણે બધું જ ભાગ્ય ઉપર છોડી દીધું. એક દિવસ આ વ્યક્તિ ઘણો જ ઉદાસ દેખાઈ રહ્યો હતો, ત્યારે તેના મિત્રએ તેની ઉદાસીનું કારણ પૂછ્યું. તો તેણે જણાવ્યું કે, તે પોતાના જીવનની તકલીફોને કારણે ઉદાસ છે અને તે સમયની રાહ જોઈ રહ્યો છે જયારે આ તકલીફો દુર થઈ જશે.

તે વ્યક્તિની વાત સાંભળીને તેના મિત્રએ તેને કહ્યું કે, તું મારી સાથે એક સંતના આશ્રમમાં ચાલ. આ સંત પાસે દરેક તકલીફોનો ઉકેલ હોય છે, અને તે તારા જીવની તકલીફ પણ દુર કરી દેશે. બીજા દિવસે તે વ્યક્તિ પોતાના મિત્ર સાથે સંત પાસે જાય છે. સંત તેની વાત સાંભળીને તેને પોતાનો શિષ્ય બનવાનું કહે છે. તે વ્યક્તિ સંતનો શિષ્ય બનવા માટે તૈયાર થઇ જાય છે, અને તેની સાથે આશ્રમમાં રહેવાનું શરુ કરી દે છે.

એક દિવસ એક ગામમાં પૂજા માટે સંતને બોલાવવામાં આવે છે, અને તે સંત પોતાના શિષ્ય સાથે પૂજામાં સામેલ થવા માટે જેવા આશ્રમમાંથી નીકળે છે, તો જોરદાર વરસાદ શરુ થઈ જાય છે. વરસાદને કારણે સંત એક ઝાડની નીચે ઉભા રહી જાય છે. બે કલાક સુધી ઝાડની નીચે ઉભા રહ્યા પછી પણ વરસાદ બંધ થતો નથી. ત્યારે શિષ્ય સંતને કહે છે કે, ગુરુજી જો આપણે આ રીતે વરસાદના બંધ થવાની રાહ જોઇશું તો પૂજા માટે મોડું થઈ જશે.

તે સાંભળ્યા પછી સંત શિષ્યને કહે છે કે, આપણે વરસાદ બંધ થવાની રાહ જોવી જોઈએ. અને થોડી વાર રાહ જોયા પછી વરસાદ બંધ થતો નથી. શિષ્ય ફરી વખત સંતને કહે છે, આપણે વરસાદને બંધ થવાના કારણને બદલે આગળ વધવું જોઈએ. શું ખબર આગળ આપણને વરસાદ જોવા ન મળે.

શિષ્યની વાત સાંભળીને સંત ઘણા ખુશ થાય છે અને તેને કહે છે, હું તને એ જ સમજાવા માંગતો હતો કે જીવનમાં સમસ્યા આવવાથી આપણે તેનું દુઃખ લઈને બેસી રહેવાને, અને તેના જવાની રાહ જોવાને બદલે જીવનમાં આગળ વધવું જોઈએ. કેમ કે આગળ વધવાથી જ આપણને તકલીફોનો ઉકેલ મળી શકે છે, અને આપણે જીવનમાં સરળ થઈ શકીએ છીએ.

જીવનની તકલીફો પણ આ વરસાદ જેવી હોય છે, જો કે થોડા સમય સુધી જ રહે છે. ગુરુની આ વાત સાંભળીને શિષ્યને સમજાઈ ગયું કે, તે પોતાની તકલીફો સાથે દુઃખી રહેવાને બદલે જીવનમાં આગળ વધવા તરફ વધુ ધ્યાન આપે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.