સંજીવ કુમારના પ્રેમમાં ભાન ભૂલી ગઈ હતી આ અભિનેત્રી, તેમની સાથે લગ્ન ન થયા તો ગાંડી થઈ ગઈ.

0
252

આ અભિનેત્રી કરવા માંગતી હતી સંજીવ કુમાર સાથે લગ્ન, પોતાનું સપનું પૂરું ન થતા ગુમાવ્યું માનસિક સંતુલન, હવે આવી થઈ ગઈ છે હાલત.

સંજીવ કુમાર બોલીવુડના મોટા એક્ટરોમાંથી એક હતા અને તેમનું ઘણું મોટું નામ હતું. તે 6 નવેમ્બર 1985 ના રોજ 47 વર્ષની ઉંમરે દુનિયા છોડી જતા રહ્યા હતા. સંજીવ કુમાર આજે આ દુનિયામાં નથી રહ્યા, પણ તેમને ગાંડાની જેમ પ્રેમ કરવા વાળી એક અભિનેત્રી આજે પણ તેમની યાદોમાં પાગલો જેવું જીવન જીવી રહી છે. આ અભિનત્રી બીજી કોઈ નથી પણ સુલક્ષણા પંડિત છે.

સુલક્ષણા સંજીવ કુમારને એટલી હદે પ્રેમ કરતી હતી કે તેમના માટે તેણીએ પોતાના કરિયરને પણ દાવ પર લગાવી દીધું હતું. તેમને સંજીવ સિવાય બીજું કાંઈ સમજાતું નહતું. સંજીવના જવાના સમાચાર સાંભળીને સુલક્ષણા પોતાનું માનસિક સંતુલન ખોઈ બેઠી હતી, અને આજે એક જીવિત લા શની જેમ પોતાનું જીવન ગુજારી રહી છે.

સુલક્ષણા, સંજીવ કુમારને એક તરફી પ્રેમ કરતી હતી. સંજીવે સુલક્ષણા સમક્ષ ક્યારેય પણ પ્રેમનો પ્રસ્તાવ મુક્યો નહતો. સંજીવને સુલક્ષણાએ ખુબ સમજાવ્યા કે તે તેમને પ્રેમ કરે છે અને તેમની સાથે લગ્ન કરવા માંગે છે. પરંતુ સંજીવ ક્યારેય માન્યા નહિ. સંજીવ કુમારે લગ્ન માટે ના પાડ્યા પછી સુલક્ષણા ખુબ તણાવમાં જતી રહી.

આ અભિનેતા સાથે એક તરફી પ્રેમ એક્ટ્રેસ માટે ઘાતક સાબિત થઇ ગયો અને આ દીવાનગી તેમના માનસિક રોગનું એક મોટું કારણ બની ગઈ. આજથી ઘણા વર્ષો પહેલા સુલક્ષણા પંડિતની બહેન વિજ્યેતા પંડિતે એક ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે, સંજીવ કુમારે તેમની બહેનને દગો આપ્યો હતો.

તમને જણાવી દઈએ કે, સુલક્ષણાની સ્થિતિ એટલી ખરાબ થઇ ગઈ હતી કે તે પોતાના ઘર પરિવાર વાળાઓને પણ ઓળખી શકતી નહતી. તેમની બહેન વિજ્યેતાએ એક વખત જણાવ્યું હતું કે, તે પોતાની બહેનને 2006 માં પોતાના ઘરે લઇ ગઈ હતી. તે કોઈની સાથે મળતી પણ નહોતી. એક વખત બાથરૂમમાં પડી જવાના કારણે તેમની હિપ બો ન તૂટી ગઈ હતી. જેના કારણે તેમની ચાર વખત સર્જરી થઇ હતી. આથી તે યોગ્ય રીતે ચાલી પણ શકતી નથી.

સંજીવે ના પાડ્યા પછી સુલક્ષણાનું જીવન સંપૂર્ણ રીતે બરબાદ થઇ ગયું હતું. તેમણે ફિલ્મોમાં કામ કરવાનું બંધ કરી દીધું હતું. તે મુંબઈના એક ફ્લેટમાં પોતાની માં સાથે રહેતી હતી. જણાવી દઈએ કે, સુલક્ષણા 70-80 ના દશકની પ્રખ્યાત ગાયિકા અને એક્ટ્રેસ હતી. સુલક્ષણા પંડિતનો જન્મ 12 જુલાઈ 1948 છત્તીસગઢના રાયપુરમાં થયો હતો. સુલક્ષણા સંગીત પરિવારમાંથી આવે છે.

સુલક્ષણાએ 6 વર્ષની ઉંમરમાં જ ગીત ગાવાનું શરુ કરી દીધું હતું. સુલક્ષણાની બહેન વિજ્યેતા પંડિત પણ તેમની જેમ પ્રખ્યાત એક્ટ્રેસ રહી ચુકી છે. સુલક્ષણા ફિલ્મોમાં કરિયર બનાવવા માટે ઘરેથી દૂર આવી હતી. સુલક્ષણા પંડિતે તે સમયના પ્રખ્યાત એક્ટર જીતેન્દ્ર, રાજ બબ્બર, રાજેશ ખન્ના, ઋષિ કપૂર અને સંજીવ કુમાર સાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું. તેમની ફિલ્મો હિટ પણ થતી હતી અને સાથે જ તે પોતાની ફિલ્મોમાં પોતે જ ગીત ગાયા કરતી હતી.

વર્ષ 1975 માં આવેલી ફિલ્મ ‘ઉલઝન’ માં તેમણે સંજીવ કુમાર સાથે કામ કર્યું હતું અને ત્યારથી જ તે તેમના પ્રેમમાં પડી ગઈ હતી. એક્ટ્રેસ સુલક્ષણાએ કિશોર કુમારની ફિલ્મ ‘દૂર કા રાહી’ માં ‘બેકરાર દિલ, તું ગાયે જા’ ગીત ગાયુ હતું. તે જ સમયથી દરેક તેમના અવાજના દીવાના થઇ ગયા.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.