હૈદરાબાદના મહારાજાની પૌત્રી સાથે સંજય દત્તે કર્યા હતા બીજા લગ્ન, જેલમાં શરુ થયો હતો રોમાંસ

0
912

29 જુલાઈ એટલે સંજય દત્તનો જન્મ દિવસ, જે એમના ફેન માટે પણ ખાસ દિવસ હોય છે. હાલમાં એમની ઉંમર 60 વર્ષ થઈ ગઈ છે. આજે અમે તમને સંજય દત્તની બીજી પત્ની વિષે જણાવવાના છીએ, જેના વિષે ઘણા ઓછા લોકો જાણતા હશે. મિત્રો સંજય દત્તના પહેલા લગ્ન હિરોઈન રીચા શર્મા સાથે ૧૯૮૭માં થયા હતા. રીચાએ લગ્ન પછી બોલીવુડ ઇન્ડસ્ટ્રી છોડી દીધી હતી. અને રીચા અને સંજયની એક દીકરી પણ છે, જેનું નામ ત્રિશાલા છે. તે યુએસમાં રહે છે. રીચાને કેન્સર હતું જેથી ૧૯૯૬માં તેનું અવસાન થઇ ગયું હતું.

રીચાના અવસાન પછી સંજયના જીવનમાં મોડલ અને સમાજસેવી રિયા પિલ્લઈ આવી. સંજય દત્ત અને રિયા પહેલાથી જ સારા દોસ્ત હતા. તેમનો પ્રેમ ત્યારે સામે આવ્યો જયારે મુંબઈ બ્લાસ્ટ કેસમાં સંજયને જેલ જવું પડ્યું હતું. તે સમયે એક રિયા જ હતી જે દરેક વખતે સંજય સાથે ઉભી રહી.

જણાવી દઈએ કે, રિયા હૈદ્રાબાદના મહારાજા નરસિંહગીર ધનરાજગીર જ્ઞાન બહાદુરની પૌત્રી છે. રિયાની નાની જુબેદા પોતે એક ફિલ્મ એક્ટ્રેસ હતી. રિયાના પિતાનું નામ રેમંડ પિલ્લઈ અને માતાનું નામ દુર્રેશ્વર ધનરાજગીર છે. સંજયના જેલમાં રહેવા દરમિયાન તેમનો સંબંધ ગાઢ બન્યો. રિયા જેલમાં તેને મળવા જતી હતી. સંજયે પોતાના એક ઈન્ટરવ્યુંમાં જણાવ્યું હતું કે, મને રિયા સાથે ત્યારે પ્રેમ થયો જયારે હું જેલમાં હતો.

જેલમાંથી બહાર આવ્યા પછી વેલેન્ટાઇન ડે ની પાર્ટીમાં સંજયે રિયાને લગ્ન માટે પ્રપોઝ કર્યું. ત્યાર પછી બંને સાંઈ બાબાના મંદિરે ગયા અને ત્યાં પુજારીએ તેમના લગ્ન કરાવી દીધા. લગ્ન પછી સંજય દત્તે ૭ ફિલ્મો સાઈન કરી અને પોતાના શુટિંગમાં વ્યસ્ત થઇ ગયો. તેને લઈને રિયાને સમય આપી શકતો ન હતો.

એક ઈન્ટરવ્યુંમાં સંજય દત્તે પોતે એ વાત સ્વીકારી હતી કે, શુટિંગને લઈને તેનું અંગત જીવન દુર થઇ ગયું છે. પરંતુ સત્ય કાંઈ બીજું જ હતું. સંજય તે સમયે માન્યતાની નજીક આવી ગયો હતો અને રિયા ટેનીસ ખેલાડી લીએંડર પેસને ડેટ કરવા લાગી હતી. રિયા એક મોડલ હોવાની સાથે સાથે આર્ટ ઓફ લીવીંગની ઈસ્ટ્રકટર પણ હતી. લગ્નના એક વર્ષ પછી જ બંને વચ્ચે ઝગડા થવા લાગ્યા હતા. બંને અલગ રહેતા હતા. અને છૂટાછેડાનો કેસ પણ દાખલ થઇ ગયો હતો.

રિયા લીએંડરને ડેટ કરી રહી હતી. પરંતુ પોતાના લગ્ન તુટવાની જવાબદારી સંજય ઉપર નાખવામાં આવી. સંજય લોકોની નજરમાં વિલન બની ગયો હતો. છૂટાછેડા પછી સંજયે માન્યતા સાથે લગ્ન કરી લીધા અને રિયા લીએંડર પેસ સાથે રહેવા લાગી. વર્ષ ૨૦૦૮માં રિયા અને સંજય દત્તના છૂટાછેડા થઇ ગયા હતા.

રીયાએ પોતાના લગ્ન વિષે કોઈને કશું જ જણાવ્યું નહિ, અને એની એક દીકરી અયાના પણ થઇ ગઈ. થોડા સમય પછી રિયાએ લીએંડર ઉપર મારઝૂડનો કેસ દાખલ કરાવ્યો. ત્યારે લીએંડરે કોર્ટમાં જણાવ્યું હતું કે તેના અને રિયાના ક્યારેય લગ્ન થયા નથી. તે રિયા સાથે લીવ ઇન રીલેશનશીપમાં રહેતા હતા. અને રિયાનું કહેવું હતું કે, લીએંડર તેને પહેલા દિવસથી જ દગો આપી રહ્યો હતો. હાલમાં લીએંડર અને રિયા અલગ થઇ ગયા છે.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.