ખુબ ધૂમધામથી ઉજવ્યો સાનિયા મિર્ઝાએ દીકરા ઈજહાનનો પહેલો જન્મદિવસ, વાયરલ થયા ફોટા, જુઓ

0
453

ભારતમાં અનેક પ્રકારની રમતો રમવામાં આવે છે, જેમાં ક્રિકેટ સિવાય પણ ઘણી એવી રમતો છે, જે લોકપ્રિય છે. આવી જ એક રમતની ખેલાડી વિષે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ. એ ખેલાડી છે સાનિયા મિર્ઝા.

સાનિયા મિર્ઝા ભારતની એક સ્ટાર પ્લેયર છે. તેનું નામ આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર પણ ઘણું ઊંચું છે. સાનિયા એક સારી ખેલાડી હોવાની સાથે સાથે ઘણી સુંદર મહિલા પણ છે. તે પોતાની રમત અને સ્ટાઈલિશ લુક માટે ઓળખાય છે. સાનિયાનો જન્મ ૧૫ નવેમ્બર ૧૯૮૬ ના રોજ મુંબઈમાં થયો હતો. તે ટેનીસ ખેલાડી હોવાની સાથે સાથે તેલંગાના રાજ્યની બ્રાંડ એમ્બેસડર પણ છે. સાનિયા મિર્ઝાનું નામ ભારતના એ ખલાડીઓમાં જોડાયેલું છે, જે સ્ટાઈલિશ હોવાની સાથે સાથે ઘણી સુંદર અને ફેમસ પણ છે. સાનિયાએ પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક સાથે લગ્ન કર્યા છે.

સાનિયાએ ઉજવ્યો દીકરા ઈજહાનનો પહેલો જન્મ દિવસ :

લગ્ન પછી સાનિયા અને શોએબને ગયા વર્ષે એક દીકરો થયો, જેનું નામ તેમણે ઈજહાન મલિક રાખ્યું. જન્મ પછી જ સાનિયાનો દીકરો સમાચારોમાં છવાયેલો છે. ગયા વર્ષે જન્મેલો ઈજહાન ઈન્ટરનેટ સેંસેશન બની ચુક્યો છે. તેનો માસુમ ચહેરો અને ચમકતી આંખોના લોકો દીવાના બની ગયા છે. સાનિયા અવાર નવાર પોતાના દીકરાના ફોટા શેયર કરતી રહે છે.

તેવામાં તેમણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર દીકરાના પહેલા જન્મ દિવસના થોડા ફોટા શેયર કર્યા છે, જેને ફેંસ ઘણા પસંદ કરી રહ્યા છે. ૩૦ ઓક્ટોમ્બરના રોજ સાનિયા મિર્ઝાના દીકરો ઈજહાન એક વર્ષનો થયો. અને આ ખાસ દિવસને સાનિયા અને શોએબે ઘણી ધામધૂમથી ઉજવ્યો.

વાયરલ થયા ફોટા :

હવે સેલીબ્રેશનના થોડા ફોટા અને વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઇ રહ્યા છે, જેમાં સાનિયા અને શોએબ ઈજહાનને કેક ખવરાવતા જોવા મળી રહ્યા છે. આ આનંદની ઘડીમાં સાનિયાના નજીકના મિત્રો અને સંબંધિઓ હાજર રહ્યા. એક ફોટામાં તમે જોઈ શકો છો કે, ઈજહાન પોતાની માસી અનમ મિર્ઝા સાથે જોવા મળ્યો. તો બીજ ફોટામાં ઈજહાન પોતાના મિત્રો સાથે મસ્તી કરતો જોવા મળ્યો.

ટોકિયો ઓલમ્પિક ૨૦૨૦થી પાછી ફરશે :

પ્રોફેશનલ ફ્રન્ટ ઉપર વાત કરીએ તો સાનિયા ૨૦૨૦માં યોજાનારા ઓલમ્પિકમાં પાછી ફરશે. એક ઈન્ટરવ્યુંમાં સાનિયાએ જણાવ્યું હતું કે, તે બીજી મહિલાઓ માટે એક ઉદાહરણ પૂરું પાડવા માગે છે, કે માતા બન્યા પછી પણ તે પોતાના સપના પુરા કરી શકે છે. પ્રેગનેન્સી, માતા બનવું અને બાળક સંભાળવું કાંઈ એવું ન હોવું જોઈએ જે તમને તમારા સપના પુરા કરવાથી અટકાવે.

સેરેના વિલિયમ્સ, કીમ ક્લીસ્ટર્સ કાંઈક એવી જાણીતી ટેનીસ ખેલાડી છે, જે માતા બન્યા પછી કોર્ટમાં ફરી પાછી આવી છે. સરેના વિલિયમ્સે તો પ્રેન્ગેન્સી દરમિયાન જ ૨૦૧૭ માં ઓસ્ટ્રેલીયા ઓપન જીત્યું હતું. તેવામાં હવે લોકો ટેનીસ કોર્ટમાં સોનિયાની પણ આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.

વિડિયો :