પીરિયડ્સ દરમ્યાન સેનેટરી પેડ નહીં આ વસ્તુ છે સૌથી વધારે સુરક્ષિત, જાણવા માટે ક્લિક કરો.

0
1695

પીરીયડસ કે માહવારી દરેક સ્ત્રીને કિશોરાવસ્થાથી શરુ થઈ જાય છે. જેના શરીરમાં કોઈ સમસ્યા હોય એના સિવાય લગભગ દરેક સ્ત્રીને નિયમિત રીતે પીરીયડસ આવતા રહે છે. અને આ એક એવી વસ્તુ છે જેના વિષે લોકો ખુલીને વાત કરવામાં અચકાય છે. અને જો ભૂલથી આ બાબત પર ઘરવાળાની વચ્ચે વાત નીકળી જાય, તો લોકો તરત જ વાત બદલી નાખતા હોય છે.

તેમજ થોડા ઓછું ભણેલા લોકો આને મહિલાઓને થતી અસાધ્ય બીમારી સમજી બેસે છે. પણ અમે તમને જણાવી દઈએ કે, આ કોઈ બીમારી નથી પણ મહિલાઓના શરીરમાં થતી સામાન્ય પ્રક્રિયાનો એક ભાગ છે. પહેલા ભારતની ઘણી સ્ત્રીઓ પીરીયડસ દરમ્યાન એના માટે મળતા સેનેટરી પેડ વાપરવાની જગ્યાએ સાદા કપડાનો ઉપયોગ કરતી હતી.

પણ હવે ભારત દિવસે ને દિવસે આધુનિક થયા લાગ્યો છે, તો ઘણી મહિલાઓ સેનેટરી પેડનો ઉપયોગ કરવાં લાગી છે. આ સેનેટરી પેડ કપડાની સરખામણીએ ઘણા સુરક્ષિત હોય છે. આમ તો તેમાં પણ થોડી ખામીઓ જરૂર છે. દાખલા તરીકે દરેક સ્ત્રીઓ એને ખરીદી નથી શકતી. ઉપરથી હાલમાં જ તેની ઉપર ૧૨% GST લાગુ પડવાથી તે એથી પણ મોંધુ થઇ ગયું છે.

અને ઉંચી કિંમત ઉપરાંત ઉપયોગ પછી ફેંકવામાં આવેલા સેનેટરી પેડ પર્યાવરણને પણ ઘણું નુકશાન પહોંચાડે છે. અમુક મહિલાઓને તે પહેરવાથી રેસીસ (લીટા વાળા નિશાન) ની સમસ્યા થઈ જાય છે. ઘણી વખત તે પહેરી રાખવા છતાં પણ કપડા ખરાબ થવાનો ડર સતાવતો રહે છે. તેવામાં આ સેનેટરી પેડનો એક બીજો સસ્તો અને સારો વિકલ્પ પણ હાજર છે જેના વિષે ખુબ ઓછા લોકોને ખબર હશે. આજે અમે તમને આ વિકલ્પ વિષે જણાવીશું.

Menstrual Cup(મુનકપ) છે સેનેટરી પેડનો ઉત્તમ વિકલ્પ :

સેનેટરી પેડ કરતા સુરક્ષિત વિકલ્પ છે Menstrual Cup. એને મુનકપ કે માસિકધર્મ કપ પણ કહેવામાં આવે છે. જણાવી દઈએ કે, તે એક રીતે લચીલો કપ હોય છે, જે પીરીયડસ દરમિયાન ઉપયોગમાં લેવામાં આવે છે. તે દેખાવમાં એક ઘંટડીના આકારનો હોય છે, જે મેડીકલ ગ્રેડ સીલીકોન માંથી બનાવવામાં આવે છે.

તેમજ એ પણ જણાવી દઈએ કે, આ કપને પીરીયડસના દિવસોમાં બેજાઈનમાં એટલે કે યૌનીની અંદર પહેરવામાં આવે છે. આ કપ સેનેટરી પેડથી સસ્તા છે અને ક્યાય પણ લઇ જવામાં સરળ હોય છે. અને તેની સૌથી ખાસ વાત એ છે કે, આ કપને તમે ઘણા વર્ષો સુધી ઉપયોગ કરી શકો છો. એટલે કે તે દર મહીને સેનેટરી પેડ ખરીદવાના ખર્ચથી બચાવી શકે છે.

માસિકધર્મ કપ ઉપયોગ કરવાના ફાયદા :

૧. આ કપ તમને દર મહિનાના સેનેટરી પેડના ખર્ચ માંથી મુક્તિ અપાવે છે.

૨. એનો ઉપયોગ તમને કોઇપણ પોઝીશનમાં સુવાની આઝાદી આપે છે.

૩. તમને વારંવાર પેડ બદલવાનું ટેન્શન રહેતું નથી. અને કપડામાં ડાઘ પડવાનું પણ ટેન્શન રહેતું નથી.

મળેલી જાણકારી અનુસાર આ કપ બનાવવામાં સેનેટરી પેડની સરખામણીએ ઓછા કેમિકલ્સનો ઉપયોગ થાય છે. તેથી તેના ઉપયોગથી કોઈ બીમારી થવાનો ડર નથી રહેતો.

કેવી રીતે ઉપયોગ કરવો ?

હવે એનો ઉપયોગ કેવી રીતે કરવો એના વિષે પણ જણાવી દઈએ. તો એનો ઉપયોગ કરવાં માટે તમે કપને C આકારમાં વાળીને તમારા બેજાઈન (યૌની) માં નાખી દો. જણાવી દઈએ કે, તે ઘણું સુંવાળું હોય છે તેથી તે તમારી યૌનીમાં સરળતાથી પ્રવેશ કરી જશે.

આ કપ કઈ રીતે કામ કરે છે એના વિષે પણ જણાવી દઈએ. તો તે પીરીયડમાં નીકળતા લોહીને પોતાની અંદર જ સંગ્રહ કરીને રાખે છે. જેને તમે થોડા કલાક પછી તમારી અનુકુળતા મુજબ બહાર કાઢીને ખાલી કરી શકો છો. પછી તેને તમે ધોઈ લો અને તે ફરી વખત ઉપયોગ માટે તૈયાર હોય છે.

આના વિષે વધુ માહિતી માટે તમે વિડીયો પણ જોઈ શકો છો.

શરૂઆતમાં તેનો ઉપયોગ કરવો તમને અટપટું લાગી શકે છે પણ ધીમે ધીમે તમને તેની ટેવ પડી જશે.

નોંધ : આ કપના ઉપયોગથી Hymen layer (હાયમન લેયર) તૂટી શકે છે.