લગ્નના બંધનમાં બંધાયા સંગીતા ફોગાટ અને પહેલવાન બજરંગ પુનિયા, જુઓ પીઠીથી લઈને લગ્નના ફોટાઓ.

0
253

સંગીતા ફોગાટ અને પહેલવાન બજરંગ પુનિયાએ લગ્નમાં સાતની જગ્યાએ લીધા આઠ ફેરા, જાણો તેનું કારણ. ફિલ્મ ‘દંગલ’ ફેમ પહેલવાન સિસ્ટર્સ ગીતા અને બબીતા ફોગાટની નાની બહેન સંગીતા ફોગાટ 25 નવેમ્બર 2020 ના રોજ ભારતના નંબર વન પહેલવાન બજરંગ પુનીયા સાથે લગ્નના પવિત્ર બંધનમાં બંધાઈ ગઈ છે. આવો તમને તેના લગ્નના ફોટા દેખાડીએ.

તમને તેમના લગ્નના ફોટા દેખાડીએ, તે પહેલા મહેંદી અને પીઠીના થોડા ફોટા દેખાડી દઈએ. પીઠીમાં તેમની ફેમીલીના તમામ સભ્યો પીળા કપડામાં જોવા મળે છે. તે દરમિયાન સાદા પીળા કુર્તા સાથે ફ્લોરન જ્વેલરી પહેરેલી સંગીતા ઘણી સુંદર લાગી રહી છે.

ગીતાએ પીળા સુટ સાથે પીળા કલરનો કોન્ટ્રાસ્ટ દુપટ્ટો નાખેલો છે.તે દરમિયાન ગીતા સાથે તેના લીટલ ચેમ્પ પણ સ્વેટશર્ટ અને બ્લેક પેન્ટમાં ઘણા ક્યુટ દેખાઈ રહ્યા છે. તેમની સાથે જ સંગીતાની બહેન અને વહેલી તકે માતા બનનારી બબીતાને એક કંફર્ટેબલ સફેદ સૂટમાં જોઈ શકાય છે.

મહેંદીની વિધિમાં સંગીતા ફોગાટ ગ્રીન કલરના આઉટફીટમાં ઘણી સુંદર લાગી રહી છે. મહેંદી વિધિ દરમિયાન સંગીતાએ તેની સગાઈની વીંટીને પણ ફ્લોન્ટ કરી છે જેને આપણે ફોટામાં જોઈ શકીએ છીએ. હવે આવો તમને દેખાડીએ સંગીતા ફોગાટ અને બજરંગ પુનીયાના લગ્નના ફોટા. મીડિયા અહેવાલ મુજબ, સંગીતા અને બજરંગ હરિયાણાના ચરખી દાદરી જીલ્લાના બલાલી ગામમાં બંને જણાના કુટુંબની હાજરીમાં 25 નવેમ્બર 2020 ના રોજ લગ્નના પવિત્ર બંધનમાં બંધાયા.

પોતાની બહેન બબીતાની જેમ, સંગીતાએ પણ બજરંગ સાથે સાત ફેરાને બદલે આઠ ફેરા લીધા. આ આઠમો ફેરો તેમણે ‘દીકરી બચાવો, દીકરી ભણાવો’ અભિયાનના સંકલ્પ હેઠળ પૂરો કર્યો. કાર્યક્રમમાં કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને જરૂરી ગાઈડ લાઈન્સ હેઠળ 50-60 મહેમાન જ હાજર હતા.

આ દિવસે થયો હતો રોકા : ડીસેમ્બર 2019 માં બબીતા ફોગાટ અને વિવેક સુહાગ લગ્નના પવિત્ર બંધનમાં બંધાયા હતા, અને તે ગ્રાંડ સેરેમનીના થોડા દિવસો પહેલા તેની નાની બહેન સંગીતાના બજરંગ પુનીયા સાથે રોકા (સગાઇ પહેલાની એક રસમ) થયા હતા. પરિવારના નવા જમાઈ તરીકે બજરંગ પુનીયાનું ફેમીલીમાં વેલકમ કરતા ગીતાએ આ શુભ સમાચાર સોશિયલ મીડિયા ઉપર પોતાના ફેંસ સાથે શેયર કર્યા હતા.

સંગીતા અને બજરંગની રોકા સેરેમનીના સુંદર ફોટા ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર શેયર કરતા ગીતાએ લખ્યું હતું, ‘રોકા સેરેમનીના શુભ પ્રસંગે ફોગાટ કુટુંબનો ભાગ બનવા માટે બજરંગ પુનીયાને ખુબ ખુબ શુભકામનાઓ, અને સાથે જ અમારી નાની અને સૌની લાડકી બહેન સંગીતા ફોગાટને પણ ઘણી ઘણી શુભકામનાઓ અને આશીર્વાદ. ભગવાનના આશીર્વાદ તમારા બંને ઉપર જળવાઈ રહે.

બબીતાએ શેયર કર્યા હતા શુભ સમાચાર : ફોગાટ ફેમિલીમાં હાલના દિવસોમાં ખુશીઓની લહેર આવી છે. આ ઉજવણીના થોડા દિવસો પહેલા જ કન્યાની વ્હાલી બહેન બબીતા ફોગાટે તેના ઈંસ્ટાગ્રામ હેન્ડલ દ્વારા એક શુભ સમાચાર શેયર કર્યા હતા. બબીતાએ તેના પતિ વિવેક સુહાગ સાથે એક સુંદર ફોટો શેયર કર્યો હતો, જેમાં આ કપલ એકબીજાને પ્રેમથી નિહાળતા જોવા મળી રહ્યા છે. તેની સાથે જ સફેદ ડ્રેસમાં બબીતા તેના બેબી બંપ પણ ફ્લોન્ટ કરતા જોઈ શકાય છે.

આ ફોટાના કેપ્શનમાં બબીતાએ લખ્યું હતું, તમારી પત્ની તરીકે મેં જે દરેક ક્ષણ પસાર કર્યા છે, તેનો મને અનુભવ થાય છે કે હું કેટલી લકી છું, જે આ સુંદર જીવન જીવી રહી છું. તમે મારી ખુશી છો. તમે મને સંપૂર્ણ કરો છો. હું ઘણી ઉત્સાહિત છું અને મારા જીવનના આ નવા ચેપ્ટરની રાહ જોઈ રહી છું.

હાલમાં, ગીતા અને બબીતાની નાની બહેન સંગીતા પહેલવાન બજરંગ પુનીયા સાથે લગ્નના પવિત્ર બંધનમાં બંધાઈ ગઈ છે. અમે આ જોડીને નવા જીવનની શરુઆત માટે ઘણી બધી શુભકામનાઓ આપીએ છીએ. તો તમને સંગીતાની મહેંદી, પીઠી અને લગ્ન પ્રસંગના ફોટા કેવા લાગ્યા? અમને કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવો, સાથે જ અમારા માટે કોઈ સલાહ હોય તો જરૂર આપો.

આ માહિતી બોલિવૂડ સાદીસ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.