સમુદ્રના તળિયેથી મળ્યું 1200 વર્ષ જૂનું રહસ્યમય મંદિર, ખજાનાથી ભરેલી નાવડી પણ મળી, જાણો વિગત.

0
1607

વિશ્વમાં અવાર નવાર અનેક પ્રકારના ખોદકામ કે દરિયાની અંદરની શોધખોળમાં અનેક પ્રકારની પ્રાચીન સંસ્કૃતિ અને મિલકત મળી આવતી હોય છે, ઘણી વખત જમીનના ખોદકામ દરમિયાન આખા શહેરો જ મળી આવતા હોય છે, જેનું પુરાતત્વ વિભાગ દ્વારા તેના સંશોધન કરવામાં આવતું હોય છે અને તે મળી આવેલા અવશેષો ઉપરથી તે યુગની સંસ્કૃતિ અને વિજ્ઞાન વગેરેની જાણકારી મેળવી શકાય છે.

જેની ઉપરથી જાણી શકાય છે કે આટલા વર્ષો પહેલા પણ વિજ્ઞાન વગેરેનો કેટલો વિકાસ થયેલો હતો. આવી જ રીતે દરિયામાંથી પણ અનેક પ્રકારની પ્રાચીન સંસ્કૃતિઓ તથા મિલકતો મળી આવતી હોય છે, હાલમાં જ એક પ્રાચીન મંદિર અને મિલકત મળી આવ્યા છે, આવો જાણીએ તેના વિષે વિસ્તારથી.

મિશ્ર એક પ્રાચીન દેશ છે. ત્યાં અવાર નવાર દરિયાના ઊંડાણમાં કે જમીનના ખોદકામમાં ઘણી એવી વસ્તુ મળી છે, જે લોકોને નવાઈ પમાડી દે છે. એક એવું જ રહસ્યમયી મંદિર અહિયાં દરિયાના ઊંડાણમાં મળ્યું છે, જે લગભગ ૧૨૦૦ વર્ષ જુનું છે. તે ઉપરાંત અહિયાં ખજાનાથી ભરેલી હોડી પણ મળી છે. મંદિર હેરાક્લીઓન શહેરના ઉત્તરી ભાગમાં મળ્યું છે, જેને મિશ્રનું ખોવાયેલું શહેર અટલાંટીસ કહેવામાં આવે છે.

તેની શોધ કરનારા પુરાતત્વ વિભાગના જણાવ્યા મુજબ, પ્રાચીન સમયમાં હેરાક્લીઓનને મંદિરોનું શહેર કહેવામાં આવતું હતું, પરંતુ લગભગ હજાર વર્ષ પહેલા આવેલી સુનામીને કારણે તે દરિયામાં ડૂબી ગયું હતું. પુરાતત્વ વિભાગના જણાવ્યા મુજબ, મંદિર સાથે સાથે અહિયાં દરિયામાં થોડી હોડીઓ પણ મળી છે, જેમાં તાંબાના સિક્કા અને ઝવેરાત છે.

આ સિક્કા રાજા તોલમી દ્વિતીયના સમયકાળ(ત્રીજી શતાબ્દી) ના છે. સમુદ્રના ઊંડાણમાં ઘણી પ્રાચીન બિલ્ડીંગો અને માટીના વાસણ પણ મળ્યા છે, જે લગભગ ૨૦૦૦ વર્ષ જુના હોવાનું માનવામાં આવી રહ્યું છે. મિસ્ર અને યુરોપના પુરાતત્વ વિભાગે મળીને આ અનીખી શોધ કરી છે. છેલ્લા ૧૫ વર્ષથી અહિયાં દરિયામાં શોધકર્તાઓને ૬૪ પ્રાચીન હોડી, સોનાના સિક્કાનો ખજાનો, ૧૬ ફૂટ ઉંચી મૂર્તિઓ અને વિશાલ મંદિરના અવશેષ મળી આવ્યા છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.

મૂર્તિનો ફોટો : 1

મૂર્તિનો ફોટો : 2