સમુદ્રની વચ્ચે ઉજવી રહ્યા હતા બર્થડે પાર્ટી, એવામાં અચાનક ડૂબવા લાગ્યું ક્રુઝ પછી….

0
390

મુંબઈમાં એક મોટી દુર્ઘટના ત્યારે થઈ જયારે ગેટવે ઓફ ઇન્ડિયાથી લગભગ દોઢ કિલોમીટર દૂર સમુદ્રમાં એક બોટ (Catamaran) ડૂબવા લાગી. જો કે સારી વાત એ રહી કે એમાં સવાર તમામ 55 લોકોને બચાવી લેવામાં આવ્યા. એમાં 45 લોકો જન્મદિવસ ઉજવી રહ્યા હતા. જયારે 10 લોકો ક્રુઝ બોટના ક્રુ મેમ્બર હતા. આવો જાણીએ કે આ ઘટના કઈ રીતે થઈ? કોણે બચાવ્યા આટલા લોકોને?

રવિવારે સાંજે થઈ આ ઘટના :

રવિવારે સાંજે એક ક્રુઝ બોટ પર 45 લોકો જન્મદિવસ ઉજવી રહ્યા હતા. તે સમયે તેઓ ગેટવે ઓફ ઇન્ડિયાથી લગભગ 1.5 કિલોમીટર દૂર સમુદ્રમાં હતા. એ બોટનું નામ છે ત્રિચા. આ ક્રુઝનો માલિક વિદેશમાં રહે છે અને તેનો મેનેજર આ બોટ પર ઈવેન્ટ્સ કરાવે છે.

માછીમારોએ બચાવ્યા લોકોને :

કોલાબા પોલીસ સ્ટેશનના એક ઓફિસરે કહ્યું કે, બોટ પર પાર્ટી ચાલી રહી હતી, ત્યારે કોઈને બોટમાં પાણી ઘુસતું દેખાયું. તેણે તાત્કાલિક બૂમો પાડવાનું શરૂ કરી દીધું. બોટની આસપાસ હાજર માછીમારો પોતા પોતાની બોટ લઈને નજીક પહોંચ્યા અને તેમણે એના પર સવાર લોકોને બચાવ્યા.

બોટના સંચાલક વિરુદ્ધ તપાસ શરૂ :

પોલીસે જણાવ્યું કે, અત્યાર સુધી કોઈએ પણ દુર્ઘટનાના સંબંધ કોઈ કેસ દાખલ નથી કરાવ્યો. તેમજ, મુંબઈ પોર્ટ ટ્રસ્ટ અને મહારાષ્ટ્ર મૈરીટાઈમ બોર્ડે આ બાબતે સંયુક્ત તપાસ શરૂ કરી છે. તેઓ એ જોઈ રહ્યા છે કે, બોટના સંચાલક પાસે જરૂરી દસ્તાવેજ હતા કે નહિ. એ પણ જોવામાં આવશે કે બોટ યોગ્ય સમયના અંતરે મેન્ટેઇન થઈ રહી હતી કે નહીં.

સારું થયું લોકો ડરીને સમુદ્રમાં કુદ્યા નહિ :

કોલાબા પોલીસ સ્ટેશનના એક ઓફિસરે જણાવ્યું કે, સામાન્ય રીતે આવી સ્થિતિમાં લોકો ડરીને સમુદ્રમાં કૂદી જાય છે, પણ અહીં કોઈએ પણ એવું કર્યું નથી. એટલા માટે બધાનો જીવ બચાવી શકાયો. જો તે સમુદ્રમાં કૂદી જતે તો સમસ્યા વધી શકતી હતી.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.