શ્રીદેવીની જેમ દેખાય છે આ છોકરી, ફોટા જોઈને તમે પણ થઇ જશો ચકિત, જુઓ.

0
4945

મિત્રો, લાખો દિલોની ધડકન બનેલી અને પોતાની માસુમિયત અને મોહક અદાઓથી લોકોનું દિલ જીતવા વાળી શ્રીદેવી તો આપણા વચ્ચે રહી નથી. પણ જયારે તે ફિલ્મોમાં કામ કરતી હતી ત્યારે શ્રીદેવી દર્શકોથી લઈને ફિલ્મ નિર્માતાની પહેલી પસંદ હતી. પરંતુ, અચાનક જ એક દિવસ તેમના મૃત્યુના સમાચાર સાંભળવા મળ્યા, અને આખો દેશ શોકમાં જતો રહ્યો.

એ તો આપણે બધા જાણીએ છીએ કે, શ્રીદેવીનું દુબઈમાં અચાનક નિધન થઇ ગયું. અને પોસ્ટમાર્ટમ રિપોર્ટ મુજબ તેમનું મૃત્યુ દારૂ પીધેલી હાલતમાં હોટલના બાથટબમાં ડૂબવાથી થયું હતું. પરંતુ, એ સાચું છે એ બાબતે ઘણા લોકોના મનમાં પ્રશ્ન છે. પણ એ પછી ટીવી સિરિયલમાં આવતી પ્રખ્યાત એક્ટ્રેસ દીપિકા સિંહ શ્રીદેવી જેવી દેખાવાને કારણે ચર્ચામાં રહી છે.

આ છે ટીવી સીરીયલની પ્રખ્યાત એક્ટ્રેસ દીપિકા સિંહ :

થોડા થોડા સમયે સોશિયલ મીડિયા પર ટીવી સિરિયલની પ્રખ્યાત એક્ટ્રેસ દીપિકા સિંહનાં ફોટો ખુબ વાયરલ થાય છે. અને દીપિકા સિંહની તુલના શ્રીદેવી જોડે કરવામાં આવી રહી છે. યુઝર્સનું કહેવું છે કે, દીપિકા સિંહ બિલકુલ એવી દેખાય છે, જેવી શ્રીદેવી જવાનીના દિવસોમાં દેખાતી હતી.

હવે આ વાતમાં કેટલું સત્ય છે આ તો તમે દીપિકાના ફોટા જોઈને સમજી શકો છો. થોડા સમય પહેલા દીપિકાએ પોતાના કેટલાક ફોટા સોશિયલ મીડિયા પર શેયર કર્યા હતા. એ પછી ઘણા લોકોએ દીપિકા સિંહ પર કમેન્ટ કરીને એને શ્રીદેવીની ડુપ્લીકેટ(જુડવા) કહી હતી.

શ્રી દેવી ઘણા બધા લોકોની રોલ મોડલ રહી છે. અને એમાંથી એક દીપિકા સિંહ પણ છે. એણે પોતાની એક પોસ્ટમાં લખ્યું હતું કે, મારા બધા ફૈન્સને એવું લાગે છે કે, મેં શ્રી દેવી જેવી દેખાવ છું અને તેના કારણે જ હું ફેમસ થઇ છું. લગભગ આના જ કારણે મને ટીવીમાં પહેલો બ્રેક પણ મળ્યો.

પણ તમને જણાવી દઈએ કે, ટીવીની ખુબ સુંદર અને ટેલેન્ટેડ એક્ટ્રેસ દીપિકા સિંહે 20 વર્ષની ઉંમરમાં પોતાનું કરિયર શરુ કર્યું હતું. દીપિકા સિંહ હિન્દી ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીની પ્રખ્યાત એક્ટ્રેસ માંથી એક છે. તેમનો જન્મ 26 જુલાઈ 1989 એ નવી દિલ્લીમાં થયો હતો. દીપિકા સિંહે ટીવી સીરીયલ “દિયા ઓર બાતી હમ” થી પોતાનો અભિનય શરૂ કર્યો હતો.

આના સિવાય, દીપિકાએ લોકપ્રિય ટેલિવિઝન એક્ટ્રેસ અને એક્ટર જેમ કે હીના ખાન, અંકિત લોખંડે અને કરણ ગોદાદવાળીની સાથે કામ કર્યુ છે. તે પ્રખ્યાત ટીવી સિરિયલ ‘દિયા ઓર બાતી હમ’ અને ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ માં પણ કામ કરી ચૂકી છે.

કેમ કહેવામાં આવી રહી છે શ્રીદેવીની હમશકલ?

મિત્રો આમ તો અમુક લોકો દ્વારા ટીવી સિરિયલની પ્રખ્યાત એક્ટ્રેસ દીપિકા સિંહને શ્રીદેવીની ડુપ્લીકેટ કહેવામાં આવી હતી. આની પાછળ મોટું કારણ એ છે કે, આમનો ચહેરો શ્રીદેવી જીવિત હતા તે દિવસોથી મળે છે. શ્રીદેવીના સિવાય વર્ષ 1993 માં જયારે દિવ્ય ભારતીનું મૃત્યુ થયું હતું ત્યારે લોકોએ દિવ્યા ભારતીથી મળતા ચહેરાઓને લઈને ઘણા દાવા કર્યા હતા. આના પછી શ્રીદેવીને દિવ્ય ભારતીની ડુપ્લીકેટ કહેવામાં આવી રહી હતી.

દીપિકાનો જન્મ 26 જુલાઈ 1989 ના રોજ દિલ્લીમાં થયો હતો. તેમના પતિનું નામ રોહિત રાજ ગોયલ છે. અને તેમનો એક દીકરો પણ છે. અને એનું નામ સોહમ છે. ટીવી શો ‘દિયા ઓર બાતી હમ’ થી દીપિકાએ ઘણી સફળતા મેળવી છે. દીપિકા સિંહે સ્ટાર પ્લસ પર આવનારી સીરિયર ‘દિયા ઓર બાતી હમ’ માં આઇપીએસ સંધ્યા સૂરજ રાઠીના રૂપમાં શ્રેષ્ઠ એક્ટિંગ કરી, અને તેના માટે તેમને સર્વશ્રેષ્ઠ ફિમેલ ટીવી એક્ટ્રેસની ભૂમિકાનો અવાર્ડ પણ મળ્યો છે.

બોલિવૂડ ના બીજી એક્ટ્રેસના ડુપ્લીકેટ જોવા માટે નીચેનો વિડિઓ જુઓ