સરખી ઉંમરના છે આ 15 સ્ટાર્સ, છતાં પણ એક છે ખુબ સુંદર તો બીજા દેખાય છે અંકલ-આંટી

0
643

આ 15 કલાકારો સરખી ઉંમરના છે, પણ એક સુંદર દેખાય છે તો બીજા અંકલ-આંટી.

કહે છે ને કે ઉંમર એક નંબર હોય છે. તમે પોતાને કેટલા ફીટ અને એક્ટીવ રાખો છો તે વધુ મહત્વ ધરાવે છે. તમે બોલીવુડમાં ઘણા એવા કલાકારો જોયા હશે જેની ઉપર વધતી ઉંમરની કોઈ અસર દેખાતી નથી, અને ઘણા એવા પણ છે કે જે પોતાની ઉંમરના હિસાબે ઘણા ઘરડા લાગે છે. જો આપણે આજુબાજુના લોકોને જ પસંદગીના ફિલ્મી કલાકારો સાથે સરખામણી કરીએ તો એક જેવી ઉંમર હોવા છતાં પણ બંનેના લુકમાં જમીન આસમાનનું અંતર જોવા મળશે. આજે અમે એવા જ થોડા ઉદાહરણ સમજાવીશુ.

ઋત્વિક રોશન અને રામ કપૂર :

જ્યાં એક તરફ ઋત્વિક પોતાની ફિટનેસ અને હેન્ડસમ લુક માટે ઓળખવામાં આવે છે, તો રામ કપૂર પોતાની કોમેડી અને ફેટ લુક માટે પ્રસિદ્ધ છે. ઋત્વિક હંમેશા મુખ્ય કલાકાર તરીકે જ કામ કરે છે. રામ અને ઋત્વિકને જોઈને એવું લાગે છે કે, બંનેની ઉંમરમાં ઘણું અંતર હશે પરંતુ તે જાણીને નવાઈ પામશો કે બંનેની ઉંમર ૪૫ વર્ષ જ છે.

દીપિકા પાદુકોણ અને આયશા ટાકીયા :

આયશા ટાકિયાના લેટેસ્ટ ફોટા જોઇએ તો તમને તે એક આંટી જેવી જ મહિલા જોવા મળશે. અને દીપિકાની પહેલાની અને આજની બંને તસ્વીરોમાં તે એક સરખી દેખાય છે. દીપિકાની ફિટનેસને કારણે જ તે આયશાથી ઉંમરમાં ઓછી લાગે છે પણ ખરેખર તે બંને જ હિરોઈન ૩૩ વર્ષની છે.

શાહરૂખ ખાન અને આદિત્ય પંચોલી :

શાહરૂખ ખાન અને આદિત્ય પંચોલી બંનેની ઉંમર ૫૪ વર્ષ છે. આમ તો એક બોલીવુડના કિંગ છે અને આજે પણ ફિલ્મોમાં મુખ્ય કલાકાર તરીકે આવે છે, તો આદિત્ય પિતાના રોલમાં પણ જોવા નથી મળી રહ્યા. બંનેના લુક અને ફિટનેસમાં જમીન આસમાનનો ફરક છે.

શિલ્પા શેટ્ટી અને સ્મૃતિ ઈરાની :

સ્મૃતિ ઈરાનીના પહેલા અને વર્તમાનના ફોટામાં જમીન આસમાનનું અંતર છે. સમય પસાર થવાની સાથે સાથે તે ઘરડી અને ઓછી આકર્ષક લાગવા લાગી છે. જયારે તેનાથી વિપરીત શિલ્પા શેટ્ટીના વર્તમાનના ફોટા પહેલા જેવા જ જુના ફોટાથી પણ સુંદર છે. એટલે શિલ્પા સમય પસાર થવા સાથે સાથે ઘણી વધુ સુંદર અને યુવાન લાગવા લાગી. તેનો સંપૂર્ણ યશ તેની ફિટનેસ, યોગ્ય ડાયટ અને યોગને જાય છે. તમને જાણીને નવાઈ લાગશે કે શિલ્પા અને સ્મૃતિ બંને જ ઉંમરમાં ૪૪ વર્ષની આસપાસ છે.

હેમા માલિની અને ફરીદા જલાલ :

બોલીવુડની ડ્રીમ ગર્લ હેમા માલિની આજે પણ આકર્ષણનું કેન્દ્ર રહે છે. તેની સુંદરતા આજે પણ ઉંમરના હિસાબે ઘણી સારી છે. એટલે કે તે માં નો રોલ આરામથી કરી જ શકે છે. અને તેની ઉંમરની ફરીદા જલાલને હવે દાદીમાંના રોલ મળે છે. બંનેને જોઇને એવું લાગે છે કે, ફરીદા હેમાની મમ્મી હશે. પણ વાસ્તવમાં બંનેની ઉંમર ૭૧ વર્ષ છે.

સની લિયોન અને અમૃતા અરોડા :

સની લિયોનને જોઈને આજે પણ ઘણા યુવાનોના દિલ ઝડપથી ધબકવા લાગે છે. તેની સુંદરતાથી તેની સાચી ઉંમર જાણવી ઘણી મુશ્કેલ છે. સનીએ પોતાને ઘણી સારી રીતે ફીટ અને સુંદર જાળવી રાખી છે. અને બીજી તરફ તે જ ઉંમરની અમૃતા અરોડા સની સામે ઝાંખી લાગે છે. સની અને અમૃતા બંનેની ઉંમર ૩૮ વર્ષ છે.

કરીના કપૂર અને ગ્રેસી સિંહ, કોંકણા સેન :

કરીના કપૂરની સુંદરતાના જેટલા વખાણ કરવામાં આવે એટલા ઓછા છે. આજે પણ તે ઘણી નવી અભિનેત્રીઓને લુકની બાબતમાં પાછી પાડી દે છે. અને બીજી તરફ તે જ ઉંમરની ગ્રેસી સિંહ અને કોંકણા સેન કરીના સામે આંટી દેખાય છે. આ ત્રણેની ઉંમર ૩૯ વર્ષની આસપાસ છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.