સાંભળ્યું તો ઘણું હશે પરંતુ પહેલી વાર જોઈ લો લૈલા-મજનુના ઓરીજનલ ફોટો.

0
3822

લૈલામજનુની પ્રેમ કહાની તમે ઘણી વખત સાંભળી હશે. સેંકડો વર્ષ જૂની આ પ્રેમ કહાની આજે પણ અમર છે. કહેવામાં આવે છે કે તેનો ઈતિહાસ કોઈને કોઈ રીતે ભારત સાથે સંબંધ ધરાવે છે. કેમ તમે આ પ્રસિદ્ધ પ્રેમી જોડીનો ક્યારેય કોઈ ફોટો જોયો છે? જો નહિ તો આ ફોટો જુવો કેમ કે આ ફોટો લૈલામજનુનો સાચો ફોટો માનવામાં આવ્યો છે.

કહેવામાં આવે છે કે બન્નેએ પોતાના જીવનનો છેલ્લો સમય પાકિસ્તાનની સરહદથી લગભગ ૨ કી.મી. દુર રાજસ્થાનની ધરતી ઉપર પસાર કર્યો હતો. એટલું જ નહિ તેમના પ્રેમના ભાગરૂપે એક સ્થાન પણ બનેલું છે. જે ઘણું પ્રસિદ્ધ છે. આવો જાણીએ શું છે તેની સાચી કહાની.

કેવી રીતે થયું હતું તેમનું મૃત્યુ :-

શ્રીગંગાનગર જીલ્લામાં ‘લૈલામજનુ’ નું એક સ્થાન બનેલું છે. અનુપમગઢ તહસીલના ગામ બિંજોરમાં બનેલા આ સ્થાન ઉપર આજના જમાનાના લૈલામજનુ પોતાના પ્રેમની માનતા માગવા આવે છે. લોકોનું કહેવું છે કે લૈલામજનુ સિંધ રાજ્યના રહેવાસી હતા. તેમનું મૃત્યુ અહિયાં થયું હતું એ તો બધાને ખબર છે. પરંતુ મૃત્યુ કેવી રીતે થયું તેના વિષે કોઈ નથી જાણતું.

ઘણા લોકોનું માનવું છે કે લૈલાના ભાઈઓને જયારે બન્નેના પ્રેમ વિષે ખબર પડી, તો તે સહન ન કરી શક્યા અને તેમણે ક્રૂર રીતે મજનુની હત્યા કરી નાખી. લૈલાને એ વાતની ખબર પડી તો તે મજનુની લાશ પાસે ગઈ અને તેણે આત્મહત્યા કરી લીધી. વિસ્તારના અમુક લોકો પોતાનો બીજો અભિપ્રાય રજુ કરે છે, તેમનું કહેવું છે કે ઘરે ઘરે શેરીએ શેરીએ ભટક્યા પછી તે બન્ને અહિયાં આવ્યા અને તરસને કારણે બન્નેનું મૃત્યુ થઇ ગયું.

સ્થળ ઉપર ભરાય છે મેળો :-

લૈલામજનુના આ સ્થળ ઉપર દર વર્ષે ૧૫ જુનના દિવસે મેળો ભરાય છે. જેમાં ભારત અને પાકિસ્તાનના પ્રેમી અને નવપરણિત જોડા આવે છે અને પોતાના સફળ લગ્નજીવનની કામના કરે છે. ખાસ વાત એ છે કે આ મેળામાં માત્ર હિંદુ કે મુસલમાન જ નહિ પરંતુ મોટી સંખ્યામાં શીખ અને ઈસાઈ પણ આવતા હોય છે. આ પવિત્ર સ્થળ પ્રેમનાં સૌથી મોટા ધર્મનું એક પ્રતિક છે.

બીએસએફની મજનું પોસ્ટ :-

દુનિયામાં ભૂતકાળના આ મહાન પ્રેમીઓને ભારતીય સેનાએ પણ સંપૂર્ણ સન્માન આપ્યું છે. ભારત પાકિસ્તાન સરહદ ઉપર એક પોસ્ટને બીએસએફની ‘મજનુ પોસ્ટ’ નામ આપ્યું છે. કારગીલ યુદ્ધ પહેલા સ્થળ ઉપર આવવા માટે પાકિસ્તાન માંથી રસ્તો ખુલ્લો હતો, પરંતુ ત્યાર પછી આતંકવાદી ઘૂંસણખોરીને લઈને તેને બંધ કરી દેવામાં આવ્યો.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.