સામાન્ય માણસ માટે દુબઈમાં ફરવું છે બહુ મોંઘુ, પણ દુબઈમાં આ 4 વસ્તુ છે એકદમ ફ્રી, જાણીને જરૂર જશો દુબઇ.

0
1214

મિત્રો, એ તો તમે જાણતા જ હશો કે, દુબઇની ગણતરી દુનિયાના સૌથી અમીર દેશોમાં થાય છે. અને એ વાત સાચી છે કે, દુબઈની મોટાભાગની જનસંખ્યા અમીરોની યાદીમાં આવે છે. દુબઈમાં જ દુનિયાની સૌથી મોટી બિલ્ડીંગ બુર્જ ખલીફા આવેલી છે, અને સાથે ઘણા મોંઘા મોલ પણ ત્યાં આવેલા છે. અને સામાન્ય માણસ આવી જગ્યા પર જવાનું વિચારી પણ ન શકે.

આ બધી બાબતોને લીધે એવું કહેવામાં આવે છે કે, જે લોકો અમિર છે તેમના માટે દુબઇ ફરવા માટે શ્રેષ્ઠ જગ્યા છે. દુબઈના લોકોની અમીર રહેણી-કરણી અને શાહી અંદાજ, ત્યાં આવેલી મોટી મોટી અને એન્ટીક ઈમારતો, દરિયા કિનારો વગેરે મુસાફરોને પોતાની તરફ આકર્ષિત કરે છે. અને સાથે સાથે તેમના ખિસ્સાને પણ ખાલી કરી નાખે છે. પણ દુબઈમાં ઘણી એવી જગ્યા છે જ્યાં જવાનું એકદમ ફ્રી છે. તો ચાલો આજે અમે તમને એવીજ કેટલીક જગ્યાઓ વિષે જણાવીએ, જ્યાં તમે પૈસા ખર્ચ કર્યા વિના જઈ શકો છો.

1. કેમલ મ્યુઝીયમ :

આ યાદીમાં પહેલું આવે છે કેમલ મ્યુઝીયમ. જણાવી દઈએ કે દુબઈમાં અસ્ત દિગામાં સ્થિત આ મ્યુઝીયમ દુબઈના સૌથી જુના મ્યુઝીયમ માંથી એક છે. એને 1940 માં બનાવવામાં આવ્યું હતું. આ મ્યુઝીયમને કેમલ રાઇડિંગ હાઉસ, બેટ એવેકાબ જેવા નામથી પણ ઓળખવામાં આવે છે.

અહીંયા તમને ઉંટ અને ઉંટ સાથે માણસોના સંબંધો વિષે ખુબ જાણકારી મળી શકે છે. આ એક એવું મ્યુઝીયમ છે જ્યાં ઊંટ વિષે એટલી જાણકારી મળી શકે છે, જેટલી ગૂગલ કરવા પર તમને નહિ મળે. આ મ્યુઝીયમમાં જવાનું બિલકુલ મફત છે. અહીંયા કોઈ પ્રકારની ફી લાગતી નથી.

2. ફ્રી મૂવી અંડર ધ સ્ટાર્સ :

મિત્રો મોટાભાગે દરેક વ્યક્તિનું એવું સપનું હોય છે કે, તે ખુલ્લા આકાશના નીચે બેસીને ફિલ્મ જુએ. પણ આવા થિયેટરમાં હમેશા ખુબ વધારે પૈસા આપીને જવું પડે છે. અને આવા થીયેટર દરેક જગ્યાએ હોતા પણ નથી. પણ જણાવી દઈએ કે, દુબઇમાં આ સુવિધા બિલકુલ ફ્રી છે.

દુબઈમાં વાફી મોલમાં સ્થિત પિરામિટ રૂફટોપ જઈને તમે આ સપનાને પૂરું કરી શકો છો. અહીંયા તમે ફ્રી માં બેસીને ક્લાસિક મુવીનો આનંદ ઉઠાવી શકો છો. દર રવિવાર 8.30 વાગ્યા પછી તમે ખુલ્લા આકાશના વચ્ચે ફિલ્મ જોવાનો આનંદ ઉઠાવી શકો છો.

3. એકવેરિયમ વ્યુ :

મિત્રો જણાવી દઈએ કે, દુનિયાના સૌથી મોટા એકવેરિયમમાં જવા માટે લોકોએ કોઈ પણ પ્રકારની ટિકિટ ખરીદવી પડતી નથી. મિત્રો દુબઇએ ઘણા વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યા છે. અને તેમાંથી એક છે દુનિયાના સૌથી મોટા મોલનો. આ મોલનું નામ છે દુબઇ મોલ. અને આ મોલમાં આવવા માટે 17 દિરહામ આપવા પડે છે. એટલે ભારતીય રૂપિયામાં 310 રૂપિયા જેવા થાય છે. પણ આની અંદર રહેલ એકવીરિયમમાં જવા માટે કોઈ પૈસા આપવા પડતા નથી.

4. પહેલવાની/રેસલિંગ :

જો તમે ભારતના રહેવાશી છો, તો પહેલવાની એટલે કે રેસલિંગ વિષે તો તમે જાણતા જ હશો. અને આની મેચ દુબઇ જેવા મોંઘા દેશમાં જોવું સામાન્ય લોકો માટે એક સપના જેવું હોય છે. પણ મિત્રો, જો તમને દુબઇ જવાની તક મળે છે, તો એ દરમિયાન થનારી પહેલવાની મેચ જરૂર જુઓ. દુબઈમાં તમે દર શુક્રવાર સાંજે 5 વાગ્યે ફ્રી માં આ મેચ જોઈ શકો છો. ત્યાં કોઈ પણ વ્યક્તિ વિના ટિકિટે જઈ શકે છે.

ઇટોન ઇન્સ્ટિટ્યૂટ, ફ્રી કોર્ષ વિષે પણ જાણી લો :

મિત્રો સાથે સાથે તમને એ વાત પણ જણાવી દઈએ કે, જો તમને નવી ભાષા શીખવાનું ખુબ પસંદ છે, તો દુબઇ તમારા માટે ખુબ સસ્તું સાબિત થઇ શકે છે. અને જો તમને દુબઈના કલ્ચર અને ભાષાને શીખવાની ઈચ્છા છે, તો તમારા માટે દુબઈની ઇટોન ઇન્સ્ટિટયૂડ સૌથી સારો વિકલ્પ છે. સાથે આ ઇન્સ્ટિટયૂટ દ્વારા તમને એક એપ પણ ડાઉનલોડ કરાવવામાં આવે છે, જે તમને દુબઈમાં થનારી ઘટનાઓની જાણકારી આપતી રહે છે.