ઈચ્છો છો ઘણા બધા પૈસા… તો આજે જ કરી લો મીઠા અને લવિંગનો આ સરળ ઉપાય

0
5018

મીઠા અને લવિંગનો આ સરળ ઉપાય દુર કરી શકે છે તમારી પૈસાની તફલીફ, એકવાર અજમાવી જુઓ

મિત્રો તમે બધા જાણો જ છો કે ધન આપણા માટે કેટલું મહત્વનું છે. એની આપણા જીવનમાં કેટલી જરૂર છે. એના માટે દરેક વ્યક્તિએ સખત મહેનત કરે છે અને દરેક ધન કમાય પણ છે. પરંતુ એનાથી લોકો માત્ર પોતાની દૈનિક જરૂરિયાતો જ પુરી કરી શકે છે. પરંતુ આ દૈનિક જરૂરિયાતો ઉપરાંત જો તમે કોઈ બીજા સપના પુરા કરવા માંગો છો, તો તમારે વધુ ધન કમાવાની જરૂર પડે છે. જો કે એટલું સરળ નથી કારણ કે આજના સમયમાં પોતાની જરૂરિયાતો પૂરી કરવી જ મુશ્કેલ થઇ જાય છે. તો તે બધા સાથે વધારાની જરૂરિયાતો પૂરી કરવું થોડું મુશ્કેલ છે.

ધનની કમીને કારણે લોકોની ઘણી નાની નાની ઈચ્છાઓ અધુરી રહી જાય છે. અને તમારા માંથી ઘણાએ એનો અનુભવ પણ કર્યો હશે. સ્વાભાવિક છે કે માણસ નોકરી ધન કમાવા માટે જ કરે છે. પરંતુ જો ધન પાણીની જેમ વહી જાય છે કે પછી ખોટા કાર્યોમાં ખર્ચ થઇ જાય છે, અને પછી છેલ્લે તમે એવું વિચારતા રહી જાવ છો કે એવું શું કરવામાં આવે કે પૈસા બચાવી શકાય અને આર્થીક સ્થિતિમાં સુધારો આવે. તો જ્યોતિષશાસ્ત્રમાં થોડા સરળ અને સહેલા એવા ઉપાય આપવામાં આવ્યા છે. જે અપનાવીને તમે ધન, ગરીબી અને આરોગ્ય સંબંધી ઘણી તકલીફોનું સમાધાન પ્રાપ્ત કરી શકો છો.

આજે અમે તમને એમાંથી મીઠાના થોડા ઉપાય વિષે જણાવીશું. સામાન્ય રીતે આપણે મીઠાનો ઉપયોગ ખાવાનો સ્વાદ વધારવામાં કરીએ છીએ. જો તમે તમારા ખાવામાં મીઠું નહિ નાખો તો તમારું ખાવાનું સ્વાદ વગરનું બનશે. એવી રીતે જીવનમાં પણ થોડી નાની મોટી સમસ્યાઓ ઉભી થાય છે. જેના કારણે આપનું જીવન નકામું બની જાય છે. આપણે એ મૂંઝવણમાં રહીએ છીએ કે છેવટે કેવી રીતે આ સમસ્યામાંથી છુટકારો મેળવી શકીએ.

અને આવી સ્થિતિ માટે જ્યોતિષ શાસ્ત્રમાં મીઠાના ઘણા ઉપાય દર્શાવવામાં આવ્યાં છે. મીઠામાં અદ્દભુત શક્તિ હોય છે. જે ઘરમાંથી નેગેટીવીટીને દુર કરી પોઝેટીવીટીનો સંચાર કરે છે. તેનો પ્રયોગ આર્થિક સમસ્યાઓ દુર કરવા, રોગ મુક્ત થવા, નજર ઉતારવા વગેરે માં કરવામાં આવે છે. આજે અમે તમને મીઠા સાથે જોડાયેલો એક એવો ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ જો કે ધન પ્રાપ્તિના તમામ રસ્તા જાતે જ ખોલી નાખશે. તો આવો જાણીએ તે ઉપાય વિષે.

આવી રીતે કરી શકો આ ઉપાયને :

આ ઉપાય કરવા માટે તમારે વધુ કાંઈ કરવાની જરૂર નથી. એના માટે માત્ર મીઠું અને લવિંગ લઇ આવવાનું છે. કેમ કે મીઠું અને લવિંગનો આ સચોટ ઉપાય ઘણો અસરકારક હોય છે. તેના માટે તમે સૌ પહેલા સાચા મનથી ભગવાનનું ધ્યાન ધરો, ત્યારબાદ એક કાળા કપડામાં મીઠું અને લવિંગ, અને કાળા મરી લઈને કાળા દોરાથી પોટલી બાંધી લો. ત્યાર પછી આ પોટલીને ભગવાનનું ધ્યાન ધરી આખા ઘરમાં ફેરવો. આ ઉપાય કરતા સમયે એક વાતનું ધ્યાન રાખશો કે તેને ટોયલેટ અને બાથરૂમમાં લઈને જવાનું નથી. ત્યારબાદ આ પોટલીને ઘરના મુખ્ય દરવાજા ઉપર અંદરની તરફ બાંધી દો.

તેમજ આ ઉપાયને કરતા સમયે તમારે કોઈ સાથે વાત કરવી નહિ. અને તમે એ પણ ધ્યાન રાખશો કે આ પોટલી તમે એવી રીતે બાંધો જેથી તે અંદરની તરફ લટકતી રહે. તે કર્યા પછી તમે જોશો કે એક મહિનાની અંદર જ તમારી ધન સંબંધી તમામ સમસ્યાઓ દુર થઇ જશે.

મીઠું બરકત લાવે છે :

એક બીજો ઉપાય એ પણ છે કે જે કરીને તમે તમારા ઘરમાં ધનનું આગમન જાળવી રાખી શકો છો, એટલા માટે તમે એક કાચના વાસણમાં મીઠું મુકો અને તેમાં ૭ લવિંગ મૂકી દો. આ વાસણને ઘરના કોઈ સુરક્ષિત ખૂણામાં મૂકી દો. આ ઉપાયથી ઘરમાં બરકત જળવાયેલી રહેશે. અને ધનની આવક જળવાઈ રહેશે. તમારે ક્યારેય ધનની કમી નહિ રહે. ધ્યાન રાખશો આ મીઠાનો ઉપયોગ તમારે ખાવામાં નથી કરવાનો. મીઠામાંથી બનેલી પોટલી નાની હશે તો પણ ચાલશે. તેને ઘરના કોઈ એક ખૂણામાં રાખો જ્યાં અજાણ્યાનું ધ્યાન ન પડે.