સોનાક્ષી સિન્હા બનવા જઈ રહી છે સલમાન ખાનના પરિવારની વહુ, પરિવારના આ સભ્ય સાથે થઇ શકે છે લગ્ન.

0
2227

બોલીવુડ સ્ટાર્સના અફેયર્સ ઘણા ચર્ચામાં રહે છે. અને બોલીવુડ માંથી થોડા થોડા દિવસે કોઈના ને કોઈના અફેયર અથવા બ્રેકઅપના સમાચાર આવતા રહે છે. અને જો કોઈ ફેમસ એક્ટ્રેસના અફેયરની વાત હોય તો દરેકના મનમાં તેના વિષે જાણવા માટે ઉત્સાહ જાગી જાય છે.

એક પ્રસિદ્ધ અભિનેત્રીના અફેયરની ચર્ચા ઘણી થઈ રહી છે. અને એનું નામ બોલીવુડના સુલતાન સલમાનના ઘરના એક સભ્ય સાથે જોડાવા જઈ રહ્યું છે. અને એ અભિનેત્રી છે ઇન્ડસ્ટ્રીની દબંગ ગર્લ સોનાક્ષી સિન્હા. તેના ઘણા જલ્દી જ લગ્ન કરવાના ખુલાસાએ બધાને ચકિત કરી દીધા છે.

સોનાક્ષી સિન્હા વિષે એવી વાત લોકોને જાણવા મળી હતી કે, એના પિતા ક્યારેય ઇચ્છતા ન હતા કે તેમની દીકરી  ફિલ્મો કરે. પરંતુ સલમાન ખાનના આગ્રહ કરવાથી જ એમણે સોનાક્ષીને ફિલ્મોમાં કામ માટે પરવાનગી આપી હતી.

સોનાક્ષીએ સલમાન ખાન સાથે પોતાની પહેલી ફિલ્મ કરી હતી. અને તે ફિલ્મે એમને શરૂઆતથી જ બોલીવુડમાં એક અલગ ઓળખાણ અપાવી દીધી, અને તે દબંગ ગર્લના નામે ઓળખાવા લાગી. તેની વચ્ચે સોનાક્ષી સંબંધિત એક બીજા મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં આ વાત કહેવામાં આવી રહી છે કે, સોનાક્ષી જલ્દી જ સલમાન ખાનના પરિવારમાં બહુ બનીને જવાની છે.

સલમાન ખાનના પરિવારના જ એક સભ્ય સાથે સોનક્ષીના લગ્ન થવાની વાત લોકોમાં ચર્ચાનો વિષય બની ગઈ છે. તો આવો હવે અમે આ વાત પરથી પડદો ઉઠાવી દઈએ કે, કોણ છે તે સભ્ય? જે સોનાના રાજકુમાર બનવાના છે.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, બોલીવુડ ટાઉન માંથી મળેલી જાણકારી અનુસાર સોનાક્ષી જેની સાથે લગ્ન કરી શકે છે, તે સોહેલ ખાનના સાળા બંટી સચદેવા છે. સોનાક્ષીનું અફેયર ઘણા વર્ષોથી તેમની સાથે ચાલી રહ્યું છે. ખબરો તો અહી સુધીની છે કે, તે બન્ને જલ્દી જ લગ્ન કરવાના છે. માન્યું કે, આ બન્નેએ પોતાના સંબંધ પર કોઈ ઓફિસિયલ જાહેરાત નથી કરી, પરંતુ ઘણી વાર તેમને એકસાથે જોવામાં આવ્યા છે.

કદાચ તમને ખબર નહિ હોય એટલે જણાવી દઈએ કે, સોનાક્ષી વર્ષ 2012 થી બંટીને ડેટ કરી રહી છે. અને એક ‘ફિલ્મફેયર’ મેગેઝીનને આપેલા ઈન્ટરવ્યુંમાં સોનાક્ષીએ પોતાના આ અફેયર સાથે પોતે જ પડદો પણ ઉઠાવ્યો હતો. સોનાક્ષીના બોયફ્રેન્ડ બંટી સચદેવ સલમાન ખાનના ભાઈ સોહેલ ખાનની પત્નીના ભાઈ છે. તે સીએસઈ ક્ન્સ્લટેન્સી કંપનીના પાર્ટનર છે.

જાણકારી માટે જણાવી દઈએ બંટી સચદેવ સોનાથી ઉંમરમાં ઘણો મોટો છે. હાલમાં તેમની ઉંમર 40 ની ઉપર પહોંચી ગઈ છે. તેમજ તે પહેલાથી પરણેલા પણ છે. તેમના લગ્ન 2009 માં અંબિકા ચૌહાણ સાથે ગોવામાં થયા હતા. જણાવી દઈએ કે અંબિકા ચૌહાણ ક્રિકેટર યુવરાજ સિંહની મેનેજર રહી ચુકી છે.

બંટી ઘણા મોટા ખેલાડી છે. કારણ કે સોનાક્ષી પહેલા બંટીનું નામ સુષ્મિતા સેન, દિયા મિર્ઝા, નેહા ધૂપિયા અને સમીરા રેડ્ડી જેવી એક્ટ્રેસની સાથે જોડાયેલું છે. અને છેલ્લા કેટલાક સમયથી તેમનું સોનાક્ષી સિન્હા સાથે અફેયર હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.

સોનાક્ષીને બંટી અને તેના પરિવાર સાથે ઘણા અવસર પર સાથે જોવામાં આવ્યા છે. એટલું જ નહી થોડા સમય પહેલાની વાત છે, જયારે સોનાક્ષીની તબિયત થોડી ખરાબ હતી ત્યારે બંટી દરેક વખતે તેમની સાથે હતા. અને કહેવામાં આવે છે કે સોનાક્ષીને લઈને ખુબ જ ચિંતાતુર છે.