લગ્નના 9 વર્ષ પછી શિલ્પા શેટ્ટીએ તોડ્યું મૌન, બોલી ‘રાત્રે સલમાન મારા ઘરે આવતા હતા અને પછી….’

0
8551

બોલીવુડની ગલીઓમાં કલાકારોના રિલેશનશિપની ચર્ચા હંમેશા રહી છે. પછી ભલે વાત અત્યારની હોય કે 90 ના દશકની હોય, પણ અફેયરના સમાચારનો સિલસિલો થોભ્યો નથી. 90 ના દશકમાં સુપરસ્ટાર રહેલી શિલ્પા શેટ્ટીનું નામ ઘણા દિગ્ગજ કલાકારો સાથે જોડાયું. કોઈ સાથે એમણે પોતાના રિલેશનશિપને કબૂલ કર્યુ, તો કોઈ સાથે તે ચુપચાપ ડેટિંગ કરતી રહી. પણ વર્ષો પછી હવે જઈને શિલ્પાએ રિલેશનશિપને લઈને મોટી વાત કહી છે. તો ચાલો જાણીએ કે અમારા આ લેખમાં તમારા માટે શું ખાસ છે.

બોલીવુડની પ્રખ્યાત અદાકારા શિલ્પા શેટ્ટીએ લગ્નના 9 વર્ષ પછી સલમાન ખાન સાથે પોતાના સંબંધને લઈને ખુલાસો કર્યો છે. શિલ્પા શેટ્ટી અને સલમાન ખાનના રિલેશનશિપની ચર્ચા એ દિવસોમાં જોરોથી ચાલી હતી, પણ બંને એક બીજાને લઈને હંમેશા ચૂપ રહ્યા હતા. જણાવી દઈએ કે બંનેને પ્રેમ શૂટિંગના સેટ પર થયો હતો. પરંતુ ક્યારેય બંનેએ આ વાત પર ખુલીને વાત નથી કરી. પણ હવે જઈને સલમાન ખાન સાથે સંબંધને લઈને શિલ્પાએ મોટું નિવેદન આપ્યું છે. શિલ્પા શેટ્ટીએ જુના દિવસો યાદ કરતા સલમાનને લઈને મોટો ખુલાસો કર્યો છે.

સલમાન ખાન અને શિલ્પા શેટ્ટીએ દસ, ગર્વ, ઓજાર, ફિર મિલેંગે અને શાદી કરકે ફસ ગયા જેવી ફિલ્મોમાં એક સાથે કામ કર્યુ છે. આ બધી ફિલ્મોમાં સલમાન અને શિલ્પાની ઓનસ્ક્રીન કેમેસ્ટ્રીને દર્શકોએ ઘણી પસંદ કરી છે. આજે પણ બંને બોલીવુડના સારા મિત્રોની લિસ્ટમાં શામેલ છે. બંનેને હંમેશા પાર્ટી અને રિયાલિટી શો માં ફ્રેડશિપ ગોલ્સને પુરા કરતા જોવા મળ્યા છે. પરંતુ ઘણા ઓછા લોકો આ વાત જાણતા હશે, કે એક સમય હતો જયારે બોલીવુડમાં સલમાન ખાન અને શિલ્પા શેટ્ટી વચ્ચે અફેયરના સમાચાર આખા બોલીવુડમાં ફેલાઈ ગયા હતા.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, ઘણા વર્ષો પહેલા આ સમાચાર આવ્યા હતા કે સલમાન ખાન અને શિલ્પા એક બીજાને ડેટ કરી રહ્યા છે. એ સમયે બંને વ્યક્તિ માંથી કોઈએ પણ ડેટિંગના સમાચારને નકાર્યા ન હતા. પરંતુ હવે શિલ્પાએ સલમાન અને પોતાના સંબંધ વિષે ખુલીને વાતચીત કરી છે. મીડિયાને આપેલા એક ઈન્ટરવ્યુમાં આ એક્ટ્રેસે જણાવ્યું હતું, કે સલમાન અને એમની વચ્ચે ક્યારેય દોસ્તી કરતા વધારે કંઈ રહ્યું નથી. એટલું જ નહિ એમણે કહ્યું, કે સલમાન ખાન અડધી રાત્રે મારા ઘરે આવ્યા હતા ત્યાર સુધીમાં તો હું ઊંઘી જતી હતી. એમણે આગળ જણાવ્યું કે, તે મારા પિતા સાથે ડ્રિંક પણ શેયર કરતા હતા. અને અમે ક્યારેય એક સાથે ડેટ પર ગયા નથી.

શિલ્પાએ સલમાનના વખાણ કરતા આગળ જણાવ્યું, કે સલમાન ખાન ઘણા પ્રેમાળ અને નમ્ર વ્યક્તિ છે. મને યાદ છે કે ઘણીવાર સલમાન મારા ઊંઘી ગયા પછી અડધી રાત્રે મારા પપ્પા સાથે પેગ લગાવવા આવતા હતા. જયારે મારા પિતાનું નિધન થયું, પછી પણ ઘણીવાર સલમાન રાત્રે મારા ઘરે આવતા હતા અને ટેબલ પર માથું રાખી ઘણું રડતા હતા. મને ખબર રહેતી હતી કે સલમાન ખાન આવવાના છે, એટલે હું જાણી જોઈને વહેલી ઊંઘી જતી હતી. મારા પપ્પા સાથે સલમાન રાત્રે મોડે સુધી વાતો કર્યા કરતા હતા. એમના જેવા મિત્ર મેળવીને હું ઘણી ખુશ છું.