સલમાન ખાનની ભાભીની થઇ ખરાબ હાલત, વિતાવવા પડે છે હવે આવા દિવસો.

0
2201

બોલીવુડ ભારતની સૌથી ઉત્તમ ફિલ્મ ઇન્ડસ્ટ્રી માનવામાં આવે છે. હાલના દિવસોમાં બોલીવુડ હોલીવુડને ટક્કર આપવાના તમામ જરૂરી પ્રયાસ કરવામાં લાગેલું છે. આપણી આ બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં રોમાન્ટિક ફિલ્મોથી લઈને સામાજિક ફિલ્મો પણ સુપરહિટ જાય છે. તેમાંની આજે અમે તમને ૯૦ ના દશકની એક એવી ફિલ્મ બ્લોકબસ્ટર ફિલ્મ વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જે આજે પણ લાખો હ્રદયના ધબકારા છે.

આ ફિલ્મ કોઈ બીજી નહિ આપણા સલમાન ખાન અને માધુરી દીક્ષિત સ્ટારર ‘હમ આપકે હે કોન’ હતી. આ ફિલ્મ એકદમ સામાજિક ફિલ્મ હતી. તેમાં સંબંધોનું મહત્વ સારી રીતે સમજાવવામાં આવ્યું છે. આજે પણ એ ફિલ્મ જોવી દર્શકોની પહેલી પસંદ છે. ફિલ્મના તમામ ગીતો સુપરહિટ રહ્યા અને આજે પણ આપણા કાનમાં ગુંજતા રહે છે.

આ ફિલ્મમાં સલમાન ખાન અને માધુરી દીક્ષિત સાથે ઘણા બીજા કલાકારોએ પણ કામ કર્યું તેમનો અભિનય પણ પસંદ કરવામાં આવ્યો. હાલમાં આજે અમે આ ફિલ્મની નહિ પરંતુ આ ફિલ્મમાં અભિનય કરવા વાળા કલાકારોની કરવા જઈ રહ્યા છીએ. ખાસ કરીને આ ફિલ્મમાં સલમાન ખાનની ભાભીનું પાત્ર ભજવતી રેણુકા શહાણે તે સમયે સુંદરતા અને સફળતાના સાતમાં આકાશને સ્પર્શતી હતી.

પરંતુ સમય સાથે સાથે તે બોલીવુડની આ ઝાકમઝોળ ભરેલી દુનિયામાંથી દુર થઇ ગઈ છે અને ગુપ્ત જીવન પસાર કરી રહી છે. એટલું જ નહિ પરંતુ આજે આ અભિનેત્રીનો લુક એટલો બદલાઈ ગયો છે કે તમે તેને ઓળખી પણ નહિ શકો.

રેણુકાના લગ્ન ૨૫ મે ૨૦૦૧ના રોજ બોલીવુડ કલાકાર આસુતોષ રાણા સાથે થયા હતા, સમાચારોના જણાવ્યા મુજબ બન્નેની મુલાકાત ડાયરેક્ટર હંસલ મેહતાની એક ફિલ્મ દરમિયાન ૩૧ ડીસેમ્બર ૧૯૯૮માં થઇ હતી. હાલમાં તેમના બે શોર્યમન અને સત્યેન્દ્ર નામના બે વ્હાલા દીકરા છે. આમ તો સમય સાથે સાથે માણસનો લુક બદલાવો સામાન્ય વાત છે.

પરંતુ રેણુકાના બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાંથી દુર થયા પછીનો અને પહેલાનો ફોટો જોવામાં આવે તો આ બન્નેમાં તમને આકાશ જમીન જેવો તફાવત જોવા મળશે. જ્યાં આજના સમયમાં કલાકારો પોતાના આરોગ્ય, બ્યુટી અને ફિગરને લઈને એટલી સીરીયસ રહે છે, અને આ અભિનેત્રીનો લુક જોઇને આપણે તેની ખરાબ હાલતનું અનુમાન લગાવી શકીએ છીએ.

અભિનેત્રી રેણુકા શહાણેનો જન્મ ૨૫ માર્ચ ૧૯૬૫ના રોજ મહારાષ્ટ્રમાં થયો હતો. તેમણે સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં આર્ટસ (સાઈકોલોજી મેઝર) નો અભ્યાસ કર્યો અને પછી મુંબઈ યુનીવર્સીટીમાંથી કલીનીકલ સાઈકોલોજીમાં પોસ્ટ ગ્રેજ્યુએટ કર્યું. જયારે રેણુકા આશુતોષને મળી તો તે પહેલા પરણિત હતી. પરંતુ કોઈ કારણસર તેમના પહેલા લગ્ન તૂટી ગયા.

તે બધું હોવા છતાંપણ આશુતોષે તેની સાથે લગ્ન કરીને પોતાનું નામ આપ્યું. આજે તે બન્ને ઘણા ખુશ છે. હાલમાં રેણુકાના બન્ને દીકરા મોટા થઇ ગયા છે અને રેણુકા તેને બોલીવુડમાં વહેલી તકે પ્રવેશ કરાવી રહી છે.

આ દિવસોમાં રેણુકાનો આ ફોટો ઘણો વાયરલ થઇ રહ્યો છે. આ ફોટાને જોઇને કોઈપણ રેણુકાને ઓળખી નથી શકતા કે આ એ હસતી રમતી સલમાન ખાનની ભાભી છે. જેણે બધાનું દિલ જીતી લીધું હતું. ફોટામાં રેણુકાની ઢળતી ઉંમર સ્પષ્ટ દેખાઈ રહી છે.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.