5 વર્ષ પહેલા છેલ્લી વખત મળ્યા હતા સૈફ અને અમૃતા, સારાએ જણાવ્યું : માં બેડ વ્યવસ્થિત કરી રહી હતી ને પપ્પા…

0
1014

પાંચ વર્ષ પહેલાની વાતને યાદ કરી સારા ઘણી લાગણીશીલ બની ગઈ. તેમણે કહ્યું કે તે યાદને તે હંમેશા પોતાના જીવનમાં જીવિત રાખવા માંગે છે. સતત બે હીટ ફિલ્મો આપ્યા પછી સારા અલી ખાન બોલીવુડની આગળની ફિલ્મો માટે તૈયારી થઇ ગઈ છે. થોડા સમય પહેલા રીલીઝ થયેલી તેમની ફિલ્મ ‘કેદારનાથ’ બોક્સ ઓફીસ ઉપર સુપરહિટ સાબિત થઇ હતી. એ પછી ૨૮ ડીસેમ્બરે સારાની બીજી ફિલ્મ ‘સીંબા’ રીલીઝ થઇ અને થોડા જ દિવસોમાં આ ફિલ્મે ૩૦૦ કરોડનો આંકડો પાર કરી લીધો હતો.

ફિલ્મ ‘સીંબા’ ના ડાયરેક્ટર રોહિત શેટ્ટી અને પ્રોડ્યુસર કરણ જોહર હતા. ફિલ્મમાં સારા અલી ખાન સાથે રણવીર સિંહ જોવા મળ્યા હતા. થોડા દિવસો પહેલા સમાચાર આવ્યા હતા કે સારા પોતાની માતા અમૃતા સિંહનું ઘર છોડીને અલગ ફ્લેટમાં શિફ્ટ થઇ ગઈ છે.

વીતેલા દિવસોમાં સારા અલી ખાને પોતાની માતા અમૃતા સિંહ અને પિતા સૈફના સંબંધને લઈને ઘણા ખુલાસા કર્યા છે. હાલમાં જ એક ઈન્ટરવ્યું દરમિયાન સારાએ એક વખત ફરી પોતાના માતા પિતાને યાદ કરતા જણાવ્યું કે, છેલ્લી વખત તેણે પાંચ વર્ષ પહેલા બંનેને સાથે જોયા હતા. એ વાત જણાવતા જણાવતા સારા લાગણીવશ બની ગઈ. શું કહ્યું સારાએ આવો જાણીએ.

પાંચ વર્ષ પહેલા થઇ હતી સૈફ અને અમૃતાની છેલ્લી મુલાકાત :

સારાએ જણાવ્યું કે છેલ્લી વખત સૈફ અને અમૃતાની મુલાકાત પાંચ વર્ષ પહેલા થઇ હતી. છૂટાછેડા લીધા પછી છેલ્લા ૧૫ વર્ષોથી સૈફ અને અમૃતા જુદા રહેતા હતા. જુદા થયા પછી બંને બાળકોનો ઉછેર અમૃતાએ એકલા જ કર્યો છે.

એક ઈન્ટરવ્યું દરમિયાન જયારે સારાને તેના પેરેન્ટ્સના સંબંધ વિષે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે, જયારે પપ્પા મને કોલમ્બિયા યુનીવર્સીટી મુકવા ગયા હતા, ત્યારે તે સમયે માં પણ મારી સાથે હતી. અમે સાથે જ ડીનર પણ કર્યું હતું. તે સમય ખરેખર ઘણો સારો હતો. મને મારા પેરેન્ટ્સ કોલેજ છોડવા આવ્યા હતા. સારાએ આગળ જણાવ્યું કે, તે મને કોલેજ છોડીને જતા રહ્યા. મને આછી ઝલક યાદ છે કે તે રાત્રે માં મારી પથારી ઠીક કરી હતી અને પપ્પા લેમ્પ કે બલ્બ લગાવી રહ્યા હતા. તે ધૂંધળી અને સુંદર યાદને મેં મારી સાથે હંમેશા સાંચવીને રાખવા માગું છું.

હાલમાં જ સારા પોતાની માં અમૃતાનું ઘર છોડીને જતા જોવા મળી હતી, અને થોડા દિવસો પહેલા કારમાં ઘરનો સામાન મુકાવતા જોવા મળી હતી. તેવામાં લોકોએ અંદાઝ લગાવવાનો શરુ કરી દીધો હતો કે, માં સાથે આંતરિક અણબનાવને કારણે સારા ઘર છોડી રહી છે.

જયારે તેના વિષે સારાને પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે, હું બીજા સ્ટારકિડ્સની જેમ ઈંડીપેંડેટ થવા માગું છું. એટલા માટે તેમણે ઘરથી અલગ રહેવાનો નિર્ણય કર્યો છે. ખાસ કરીને બી-ટાઉનમાં આજકાલ પેરેન્ટ્સનું ઘર છોડીને અલગ રહેવાની ફેશન ચાલી રહી છે. એટલા માટે સારાએ પણ આ ટ્રેન્ડને ફોલો કરીને અલગ રહેવાનો નિર્ણય કર્યો.

મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ. અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.