જયારે કરીના નહિ પણ અમૃતાના પતિ હતા સૈફ અલી ખાન, જુઓ ત્યારે કેવી રહેતી હતી બંનેની કેમિસ્ટ્રી

0
851

જયારે સૈફ અલી ખાન કરીના નહિ પણ અમૃતાના પતિ હતા, ત્યારે આવી હતી તે બંનેની કેમિસ્ટ્રી, જુઓ

સૈફ અલી ખાન બોલીવુડમાં છોટે નવાબના નામથી ઓળખાય છે. જેમ કે તમે બધા જાણો છો કે, સૈફના પહેલા લગ્ન અભિનેત્રી અમૃતા સિંહ સાથે થયા હતા. તેમણે આ લગ્ન બધાથી છુપાઈને કર્યા હતા. તેના એ લગ્નથી ઘરવાળા ઘણા નારાજ હતા, કેમ કે અમૃતા ઉંમરમાં સૈફથી ઘણી મોટી હતી. પરંતુ ધીમે ધીમે વાત સેટ થઇ અને તે એક આનંદમય જીવન જીવવા લાગ્યા.

હિંદુ કુટુંબમાંથી આવનારી અમૃતાએ સૈફ સાથે લગ્ન કરવા માટે ઇસ્લામ ધર્મ કબુલ કર્યો હતો. સૈફ અને અમૃતાને બે બાળકો છે જેના નામ સારા અલી ખાન અને ઈબ્રાહીમ અલી ખાન છે. આમ તો બંનેના છૂટાછેડા થઇ ગયા છે, અને સૈફે ૧૬ ઓક્ટોમ્બર ૨૦૧૨ના રોજ કરીના કપૂર સાથે બીજા લગ્ન કરી લીધા. આજે બંનેને એક વ્હાલો એવો દીકરો પણ છે, જેનું નામ તૈમુર અલી ખાન છે. આજની આ પોસ્ટમાં અમે તમારા માટે અમૃતા અને સૈફના રેયર ફોટા લઈને આવ્યા છીએ. અમને વિશ્વાસ છે કે આજ પહેલા આ ફોટા તમે ક્યાય જોઈ નહિ હોય.

લગ્ન સમયે માત્ર ૨૧ વર્ષના હતા સૈફ :

પહેલા લગ્ન વખતે સૈફની ઉંમર માત્ર ૨૧ વર્ષ હતી. અમૃતા ઉંમરમાં સૈફથી ૧૩ વર્ષ મોટી હતી એટલે જયારે તેના લગ્ન થયા હતા ત્યારે અમૃતા ૩૪ વર્ષની હતી. જયારે બંનેના લગ્ન થયા હતા ત્યારે સૈફની કારકિર્દી શરુ પણ થઇ ન હતી, અને અમૃતા પોતાની કારકિર્દીના પીક પોઇન્ટ ઉપર હતી.

પોતાના ઘરવાળા વિરુદ્ધ જઈને સૈફે અમૃતા સાથે લગ્ન કર્યા હતા, અને તે કારણે તેણે શરુઆતના ઘણા દિવસો અમૃતાના ઘરે રહીને પસાર કરવા પડ્યા હતા. લગ્નના ૧૩ વર્ષ સાથે રહ્યા પછી દીકરી સારા અને ઈબ્રાહીમની પોતાની માં અમૃતા સિંહની પાસે જ રહે છે. આજે કરીના અને સૈફના એ બે બાળકો વચ્ચે ફ્રેન્ડલી રીલેશન છે.

આવી રીતે થઇ અમૃતા સાથે મુલાકાત :

બંનેની પહેલી મુલાકાત દિલ્હીમાં એક શૂટીંગ દરમિયાન થઇ હતી. અમૃતાએ ઈન્ટરવ્યુંમાં જણાવ્યું કે, શુટિંગના સમયે જયારે સૈફે તેના ખંભા ઉપર હાથ રાખ્યો ત્યારે તેમણે સૈફને ધારીને જોયો હતો, કેમ કે તે સમયે તે તેની સીનીયર હતી. પછી એક દિવસ સૈફે અમૃતાને ડીનર માટે આમંત્રિત કરી અને અમૃતાએ તે કહીને ના કહી દીધી કે, તેને ઘરમાંથી બહાર જવાનું પસંદ નથી. પાછળથી તેમણે પોતે સૈફને પોતાના ઘરે ડીનર ઉપર બોલાવ્યા.

દર મહીને ૧ લાખ આપે છે સૈફ :

સૈફ અલી ખાન અને અમૃતા સિંહના છૂટાછેડા બોલીવુડના સૌથી મોંઘા છૂટાછેડામાંથી એક છે. સમાચારોના જણાવ્યા મુજબ, સૈફે અમૃતાને ખાધાખોરાકી તરીકે ૫૦ કરોડ રૂપિયા અને પોતાની અડધી મિલકત આપી હતી. તે ઉપરાંત બાળકોના ભરણપોષણ માટે તે દર મહીને ૧ લાખ રૂપિયા આપે છે. કરીના કપૂર પહેલા સૈફે 3 વર્ષ સુધી સ્વીસ મોડલ રોઝા કેટલાનોને ડેટ કરી હતી.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.